Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
વિટામિન સીની ઉણપ દૂર કરવા માટે દરરોજ પીવો આ ખાસ ડ્રિંક
દરેક વ્યક્તિને વિટામિનનાં એક નિર્ધારિત પ્રમાણની જરૂર હોય છે. આપે વિટામિન અંગે અગાઉ સાંભળ્યુ અને વાંચ્યુ હશે. તમામ વિટામિનનું પોતાનું એક આગવું મહત્વ હોય છે અને દરેક વિટામિનની ઉણપથી ગંભીર રોગ થવાની શંકા જળવાઈ રહે છે.
આજે અમે વાત કરી રહ્યાં છીએ વિટામિન સીની. તે શરીર માટે અત્યંત આવશ્યક વિટામિન છે. આ વિટામિન શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે તથા તેનું પુરતુ પ્રમાણ શરીરમાં હોય, તો તે શરદી, ખાંસી અને અન્ય પ્રકારનાં ઇન્ફેક્શનથી બચાવે છે.
જો આપની અંદર વિટામિન સીની ઉણપ છે, તો તેને પૂર્ણ કરવામાં અમે આપની મદદ કરી શકીએ છીએ. અમે આપને એવું ડ્રિંક બનાવવાની રીત બતાવવા જઈ રહ્યાં છીએ કે જેને પીવાથી આપને માત્ર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી જ નહીં મળે, પણ આપનું ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત બનશે.
જરૂરી સામગ્રી :
ફ્રેશ ઑરેંજ જ્યૂસ - અડધો ગ્લાસ
ફ્રેશ કીવી જ્યૂસ - અડધો ગ્લાસ
કાળી મરી પાવડર - અડધી ચમચી
બનાવવાની રીત :
આ તમામ વસ્તુઓને એક ગ્લાસમાં નાંખી સારી રીતે મિક્સ કરી લો. આ ડ્રિંકને ઓછામાં ઓછા બે મહિના સુધી દરરોજ સવારે બ્રેકફાસ્ટ બાદ પીવો.
નિયમિત રીતે આ નૅચરલ રેમેડીનું સેવન કરવાથી આપની અંદરની વિટામિન સીની ઉણપ દૂર થઈ જશે.
આપને જણાવી દઇએ કે વિટામિન સીની ઉણપથી આપનું ઇમ્યુનિટી સિસ્ટમ નબળું પડી શકે છે કે જેથી આપને ઘણઆ પ્રકારની બીમારીઓનો ખતરો પેદા થઈ શકે છે.
સામાન્યતઃ જોવામાં આવે છે કે વિટામિન સીની ઉણપ ધરાવતા લોકો સામાન્ય રીતે વાયરલ ફ્લ્યુ, શરદી, ઘા, અને અહીં સુધી કે હૃદય રોગોથી વધુ ગ્રસ્ત હોય છે.
ઑરેંજ અને કીવી જ્યુસ વિટામિન સીનાં ભંડાર છે. તેથી નિયમિત રીતે આ ડ્રિંક પીવાથી આપની બૉડીને જરૂરી વિટામિન મળે છે. કાળી મરી શરીરની વિટામિન સી અવશોષિત કરવાની ક્ષમતા વધારવા માટે જાણીતી છે.