આપને થતી માઇગ્રેનની સમસ્યા, આ વિશે એક દિવસ પહેલા આવી રીતે જાણો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

માઇગ્રેન એક ગંભીર સમસ્યા છે કે જે કોઈને પણ થઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો સ્વસ્થ જીવન શૈલીનું પાલન નથી કરતા, જે લોકો લાંબા સમય સુધી કૉમ્પ્યુટર સામે બેસીને કામ કરે છે, તેમને પણ માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે.

હૉર્મોનલ અસંતુલનને માઇગ્રેનનાં કારણોમાંનું એક ગણવામાં આવે છે. માઇગ્રેન એક એવી સ્થિતિ છે કે જેમાં કોઈ જ્ઞાત ઇલાજ નથી. જોકે તબીબો દ્વારા નિર્ધારિત દર્દ નિવારકોની સહાયથી તેનાં લક્ષણો ઓછા કરી શકાય છે.

migraine causes

તાજેતરનાં એક શોધ અભ્યાસમાં લોકોને માઇગ્રેન વિશે અગાઉથી જ જાણવાનો રસ્તો જડી ગયો છે એટલે કે હવે લોકોને આવુ થતા પહેલા જ તેના ઇલાજમાં સહાય મળી શકે છે.

મૅસાચુસેટ્સ જનરલ હૉસ્પિટલનાં જર્નલમાં પ્રસિદ્ધ એક અભ્યાસ મુજબ માઇગ્રેન વિશે જાણવાની એક સૌથી આસાન રીત એ છે કે જો કોઈ વ્યક્તિને આવતીકાલે માઇગ્રેન ઍટૅક આવવાની શક્યતા હોય, તો તેનાં અગાઉનાં દિવસે એટલે કે આજે જ સ્ટ્રેસ લેવલ તપાસી લેવું જોઇએ.

migraine causes

આ શોધકર્તાઓએ માઇગ્રેનથી પીડિત 95 લોકોનો સમાવેશ કરાયો. તેમાં તેમના માઇગ્રેન ઍટૅકનો દિવસ અને તે અગાઉનાં દિવસનાં સ્ટ્રેસ લેવલ પર નજર રાખવામાં આવી.

શોધમાં જાણવા મળ્યું કે જે લોકો ગત દિવસે વધુ તણાવમાં રહ્યા હતાં, તેમને બીજા દિવસે માઇગ્રેન ઍટૅકનો 40 ટકા વધુ ખતરો હોય છે. શોધકર્તાઓએ એ તારણ કાઢ્યું કે અગાઉનાં દિવસનું સ્ટ્રેસ લેવલ કેટલાક લોકોમાં માઇગ્રેન વિશે અગાઉથી જ જાણકારી આપી શકે છે.

English summary
Here is one of the best ways you can predict a migraine attack, so that you can be prepared for it!