For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જી એમ ડાયેટ પ્લાન : આમ ઘટાડો 7 દિવસોમાં 7 કિલો વજન

By Lekhaka
|

શું આપે આપની બહેનપણીનાં લગ્નમાં જવાનું છે અને આપની પાસે માત્ર સાત જ દિવસો છે ? તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે આપને એવો ડાયેટ પ્લાન બતાવીશું કે જેને અજમાવીને આપ અઠવાડિયા માત્રમાં જ 5થી 7 કિલો વજન ઓછું કરી શકશો.

આ ડાયેટ પ્લાનનું જી એમ ડાયેટ છે કે જેનો મુખ્ય ઉદ્દેશ આપને ફિટ રાખવાનો છે. આ પ્લાન દરેક પ્રકારનાં ડાયેટ પ્લાન કરતા બિલ્કુલ જુદો છે કે જે ખૂબ જ અસરકારક અને તરત જ વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ એક વેજીટેરિયન પ્લાન છે કે જેમાં આપે ઢગલાબંધ ફળો અને શાકભાજીઓનું સેવન કરવાનું રહેશે. આ ડાયેટમાં આપે નૉન-વેજ ખાવાનું નથી. આ ડાયેટ પ્લાન આખી દુનિયામાં તરત વજન ઘટાડવા માટે જાણીતો છે. તો આવો જાણીએ તેને કેવી રીતે કરવામાં આવે છે ?

GM ડાયેટ કરવાનો ફાયદો

GM ડાયેટ કરવાનો ફાયદો

* એક ફિટ બૉડી

* ચહેરા પર ગ્લો

* શરીરમાંથી ઝેરી પદાર્થો નિકળશે અને આપ ઊર્જાવાન અનુભવશો.

* પેટ તથા કંમરની ચરબી ઘટશે

કેટલીક કામની વાતો

કેટલીક કામની વાતો

આ ડાયેટમાં આપે માત્ર ફળો અને શાકભાજીઓનું જ સેવન કરવાનું છે. તેને કરતી વખતે આપે દારૂ થોડાક દિવસ પહેલા અને ડાયેટ બાદ થોડાક દિવસ સુધી છોડી દેવો છે. દિવસમાં 10 ગ્લાસ પાણી પીવું પડશે કે જેથી શરીરમાં એનર્જી જળવાઈ રહે.

પ્રથમ દિવસ :

પ્રથમ દિવસ :

પહેલો દિવસ થોડોક અઘરો હોય છે. આ દિવસે આપે માત્ર ફળ ખાવા છે, બસ કેળા સિવાય. આપ દ્રાક્ષ, લીચી અને કેરી વગેરે જેવા ફળોનું સેવન કરી શકો છો. આપ આ ફળો જેટલા ઇચ્છો, તેટલા ખાઈ શકો છો. સલાહ આપવામાં આવે છે કે આપ મોટાભાગે તડબૂચ, નારંગી, સફરજન, દાડમ, સ્ટ્રૉબેરી તથા ખરબૂજો વગેરે ખાવો. ફળમાં કંઈ પણ ન મેળવો. આવું કરવાથી આપ 3 પાઉન્ડ સુધી વજન ઓછું કરી શકો છો.

બીજો દિવસ :

બીજો દિવસ :

બીજા દિવસે આપ માત્ર શાકભાજીઓ જ ખાવો. આપ કાચી કે બાફેલી શાકભાજીનું સેવન કરી શકો છે. તેને ત્યાં સુધી ખાવો કે જ્યાં સુધી આપનું પેટ સમ્પૂર્ણપણે ભરાઈ ન જાય. આપ દિવસમાં એક બાફેલું બટાટું ખાઈ શકો છો. શાકભાજીઓ ખાવાથી આપનાં શરીરને પ્રચૂર પ્રમાણમાં પોષણ અને ફાયબર મળશે.

ત્રીજો દિવસ :

ત્રીજો દિવસ :

આ દિવસે આપે ફળો તથા શાકભાજીઓ બંને જ વસ્તુઓ ખાવાની છે. આપ જેટલુ ઇચ્છો, તેટલુ ખાઈ શકો છો, પરંતુ તેની સાથે આપે ખૂબ વધુ પ્રમાણમાં પાણી પણ પીવું પડશે. આ દિવસે આપે બટાટા નથી ખાવા, કારણ કે આપને કાર્બોહાઇડ્રેટ ફળોનાં માધ્યમથી પ્રાપ્ત થશે. આ દિવસે આપને પોતાનાં શરીરનો ભાર થોડોક ઓછો લાગશે.

ચોથો દિવસ :

ચોથો દિવસ :

આ દિવસે આપ આખો દિવસ 6 કેલા ખાઈ શકો છો. આપ 4 ગ્લાસ દૂધનું સેવન કરી શકો છો. આપે સાંભળ્યું હશે કે કેળું વજન વધારે છે, પરંતુ તે પોટેશિયમ અને સોડિયમનો એક સારો સ્રોત છે. આટલા દિવસોમાં આપનાં શરીરમાં જે મીઠાની ઉણપ ઊભી થઈ છે, તે કેળું ખાવાથી પૂર્ણ થઈ જશે. આપ સૂપનું પણ સેવન કરી શકો છો. સૂપમાં શિમલા મરચું, ડુંગળી, લસણ તથા ટામેટા હોવા જોઇએ. આપ તેને દિવસમાં 1 ટાઇમ પી શકો છો.

પાંચમો દિવસ :

પાંચમો દિવસ :

આ દિવસે આપ પોતાની જીભને મનપસંદ ટેસ્ટ પ્રદાન કરી શકો છો. આ દિવસે આપ ટામેટા, સ્પ્રાઉટ્સ તથા પનીર વગેરે ખાઈ શકો છો. આ દિવસે ટામેટાનું સૂપ બનાવો અને ખૂબ બધુ પાણી પીવાનું ન ભૂલો. ટામેટાનું સેવન કરવાથી આપનાં શરીરમાં પાણીની ઉણપ પૂર્ણ થશે. સાથે જ શરીર અંદરથી સાફ થશે તેમજ યૂરિક એસિડ નિકળશે.

છઠ્ઠો દિવસ:

છઠ્ઠો દિવસ:

આ દિવસે આપે ટામેટા નથી ખાવાનાં. આ દિવસે આપે સ્પ્રાઉટ્સ, પનીર તથા અન્ય શાકભાજીઓ ખાવાની રહેશે. આ દિવસે પણ આપે ટેસ્ટી સૂપ તેમજ ઢગલાબંધ પાણીનું સેવન કરવાનું રહેશે. શાકભાજીઓ આપને વિટામિન્સ તથા ફાયબર પહોંચાડશે. આ દરમિયાન આપનાં શરીરમાં સારા પરિવર્તનો દેખાવાના શરૂ થઈ જશે.

સાતમો દિવસ :

સાતમો દિવસ :

ડાયેટ પ્લાનના છેલ્લા દિવસે આપ પોતાની જાતને હળવુ અનુભવવા લાગશો અને અંદર-બાહર બંને બાજુથી સારૂ અનુભવવા લાગશે. આ દિવસે આપે માત્ર તાજા ફળોનું જ્યુસ, એક કપ બ્રાઉન રાઇસ તથા અડધી ચપાતી તેમજ અન્ય શાકભાજીઓનું સેવન કરવાનું રહેશે. સાથે જ પાણી પણ પીવાનું રહેશે.

English summary
Women in India find this diet system to be helpful since it allows them to shed off their excess pounds and enjoy a long term weight profile without undergoing major alterations in their current food intake.
Story first published: Wednesday, November 30, 2016, 15:30 [IST]
X
Desktop Bottom Promotion