For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વરસાદની ઋતુમાં બીમારીઓ નહીં આવે પાસે, જો મધ હશે પાસે

By Lekhaka
|

આપણે સૌ જાણીએ છીએ કે વરસાદની ઋતુમાં આપણએ બહુ જલ્દી-જલ્દી બીમાર પડીએ છીએ. એવું એટલા માટે, કારણ કે આ દરમિયાન આપણા શરીરની ઇમ્યુૉનિટી નબળી પડી જાય છે અને થોડાક વરસાદમાં પલડી જવાથી આપણે બીમાર પડી જઇએ છીએ.

પરંતુ મિત્રો, જો આયુર્વેદની માનીએ, તો આપણી પાસે મધ છે કે જે એંટી-ઑક્સીડંટ અને એંટી-બૅક્ટીરિયલ ગુણોથી ભરપૂર હોય છે. મધનું એક ચમચી દરરોજ સેવન કરવાથી આપણું શરીર વરસાદની તમામ બીમારીઓથી બચી રહી શકે છે. આવો જાણીએ મધ આપણું રક્ષણ કેવી રીતે કરશે... ?

Health Benefits of Honey During Monsoon

વાયરલ ફીવર અને શરદી-ઉધરસ સામે લડે : મધમાં એંટી-ઑક્સીડંટ અને રોગાણુરોધી ગુણો હોય છે કે જે ઉધરસ તથા ગળાની સમસ્યામાં રાહત પ્રદાન કરે છે. એવા લોકો કે જેમને રેસ્પિરેટ્રી ટ્રૅક ઇન્ફેક્શન હોય છે, તેમના માટે પણ મધ લાભકારક છે. 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી લિંબુનું જ્યુસ તથા 1 ચમચી મધ મિક્સ કરી ધીમે-ધીમે સેવન કરવું જોઇએ.

પેટનાં ચેપમાંથી રાહત અપાવે : મધમાં પ્રોબાયોટિક્સ હોય છે કે જે એક સારૂં બૅક્ટીરિયા હોય છે. તે પેટનાં ચેપ તેમજ ફૂડ પૉઇઝનિંગ સામે આપમું રક્ષણ કરશે. તેથી દરરોજ 1 ચમચી મધનું સેવન કરવાનું ન ભૂલો.

ઇમ્યુનિટી વધારે : મધમાં એંટી-ઑક્સીડંટ હોય છે કે જે ચેપ સામે લડવામાં સહાયક હોય છે. 1 ચમચી મધ, 1 ચમચી આદુનો રસ તથા લિંબુનો રસ મેળવી ગરમ પાણી સાથે પીવો. તેનાથી આપની ઇમ્યુનિટી વધશે.

બૅક્ટીરિયલ ઇન્ફેક્શનથી બચાવે : મધમાં એંટી-બૅક્ટીરિલ તથા એંટી-ફંગલ ગુણો હોય છે. તે બૅક્ટીરિયા તેમજ જર્મ્સ સામે લડવામાં મદદ કરે છે. વરસાદનાં કારણે કૉલેરા તથા ડાયરિયા ન થઈ જાય, તેના માટે આપે મધનું સેવન જરૂર કરવું જોઇએ.

English summary
Due to the numerous health benefits that come along with honey, it was also considered as one of the chief ingredients in Ayurvedic medication.
Story first published: Friday, December 2, 2016, 10:07 [IST]
X
Desktop Bottom Promotion