For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

૧ મહીનામાં ૪ કિલો વજન ઓછો કરે છે આ ઘરગથ્થું તજનો ઉપાય

By KARNAL HETALBAHEN
|

વજન ઓછું કરવું હકિકતમાં કોઈ સરળ વાત નથી. જુદા જુદા પ્રકારના ડાયેટ અપનાવીને, તેનું કોઈ પરિણામ ના આવવું અને પછી તણાવ ઓછો કરવામા માટે ખાવું, આ બધી વસ્તુ આપણને હાર માનવા સામે મજબૂર કરે છે. વજન વધારે હોવો કે મોટું હોવું નિશ્ચિત રીતે ખોટું છે, વિશેષ રીતે આ સમયમાં ફિટ રહેવાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તેનાથી વ્યક્તિ પોતાના માટે જાગૃત રહે છે અને આત્મસન્માન અનુભવે છે.

વજન વધવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે જેમકે મોટાપો, ધમની સંબંધી બીમારીઓ, સાંધાનો દુખાવો, કોલેસ્ટ્રોલ વગેરે. વજન ઓછો કરવા માટે સારું રહેશે કે તમે તમારા આહાર અને વ્યાયામની દિનચર્યા પર ધ્યાન આપો અને વજનને નિયંત્રણમાં રાખો.

home remedy for weight loss

જો તમે વજન ઓછો કરવા માટે ઘણાં ઉપાય અજમાવીને જોયા હોય તો આ પ્રભાવશાળી ઉપાયનો ઉપયોગ કરીને જુઓ.

જરૂરી સામગ્રી:

તજનો પાવડર - ૨ ટીસ્પૂન, જીરુ પાવડર - ૨ ટીસ્પૂન, ગરમ પાણી - ૧ ગ્લાસ

બનાવવાની રીત:

જીરું અને તજને જણાવેલી માત્રાને ગરમ પાણીના ગ્લાસમાં મિક્સ કરો. સારી રીતે મિક્સ કરીને મિશ્રણ બનાવો. આ મિશ્રણને એક મહિના સુધી દરોરોજ સવારે નાસ્તો કર્યા પહેલા પીવો.

જો તેનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવે તો આ ઉપાય વિશેષ રીતે પોતનો પ્રભાવ દર્શાવે છે. જીરું અને તજના પાવડરના આ મિશ્રણમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે તમારા શરીરની કોશિકાઓને ઉત્તેજિત કરે છે જેથી તમારી પાચનક્રિયાનો દર વધી જાયફ જ્યારે તમારી પાચનક્રિયાનો દર વધી જાય છે ત્યારે તમારા શરીરની ફેટ જમા કરાવાની ક્ષમતા ઓછી થઇ જાય છે અને આ પ્રકારે તમારો વજન ઓછો થાય છે. તજ અને જીરાંનુ આ મિશ્રણ ફેટને પણ બર્ન કરે છે અને વજન ઓછો કરવામાં મદદરૂપ થાય છે.

English summary
If you have already tried various weight-loss remedies that haven’t worked, then try this potent home remedy.
Story first published: Tuesday, April 11, 2017, 10:23 [IST]
X
Desktop Bottom Promotion