Just In
Don't Miss
ખાંસતા જ આવી જાય છે પેશાબ, જાણો કેમ થાય છે આવું ?
ક્યાંય પણ, કોઈ પણ સમયે પેશાબ લાગી જવા પાછળ પણ કેટલાક મેડિકલ અને અન્ય કારણો હોય છે. અમે આપને અહીં આજે મૂત્ર અસંમિતાનાં સંકેતો જણાવી રહ્યાં છીએ.
વારંવાર યૂરિન માટે જવું આપની માટે ઘણી વાર ક્ષોભની સ્થિતિનું કારણ બની શકે છે. ઘણી વાર એવું થાય છે કે જ્યારે આપ હળવેકથી જ ખાંસો પણ છો, તો પણ યૂરિનના કેટલાક ટીપાઓનાં કારણે આપનું પેંટ ભીનું થઈ જાય છે.
ક્યાંય પણ, કોઈ પણ સમયે પેશાબ લાગી જવા પાછળ પણ કેટલાક મેડિકલ અને અન્ય કારણો હોય છે. અમે આપને અહીં આજે મૂત્ર અસંમિતાનાં સંકેતો જણાવી રહ્યાં છીએ. જો આપને પણ આવી કોઈ સમસ્યા છે, તો તરત જઈને પોતાનાં તબીબને મળો. આવી સ્થિતિમાં ક્યારેક-ક્યારેક ઘરગથ્થુ ઉપાયો પણ કામ કરી જાય છે.
આવો જાણીએ મૂત્ર અસંયમિતાનાં કારણો.
સ્ટ્રેસનાં કારણે :
જો છીંકતા જ અને ખાંસતી વખતે યૂરિનના કેટલાક ટીપા લીક થઈ જાય છે, તેનું કારણ સ્ટ્રેસ પણ હોઈ શકે છે. જ્યારે ક્યારેક સ્ટ્રેસનું દબાણ બ્લેંડર પર બને છે, તો એવામાં યૂરિન લીક થઈ જાય છે.
ફંક્શનલ પ્રૉબ્લેમ :
જો આપ કેટલાક હૅલ્થ ઇશ્યુસનાં કારણે યૂરિન નથી કરી શકી રહ્યાં, તોઆપનાં શરીરમાં કેટલીક ફંક્શનલ અસંયમિતા છે.
બહુત જોરથી લાગવો :
ઘણી વાર થાય છે કે આપને એકદમ જોરથી યૂરિનનું પ્રેશર બને છે અને આપ કંટ્રોલ નથી કરી શકતાં અને એકદમથી કેટલાક ટીપા લીક થઈ જાય છે. ક્યારેક-ક્યારેક સૂતી વખતે એકદમથી આપને યૂરિનનું પ્રેસર બને છે. આ સમસ્યા આપને ડાયાબિટીસ હોવાનાં સંકેત સમાન હોઈ શકે છે.
ઓવરફ્લો થવું :
જો આપને વારંવાર યૂરિન જવાનું મન કરી રહ્યું છે, તે તેને ઓવરફ્લો અસંયમિતા કહી શકાય છે. આ સ્થિતિમાં જો આપનું બ્લેંડર ખાલી પણ છે, પરંતુ હજી પણ આપને યૂરિન કરવાનું મન કરી રહ્યું છે, તો જઈને આપનાં તબીબને મળવું જોઇએ.