Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
વૅજિનોપ્લાસ્ટી : વર્જિનિટી માટે વર્જિનલ ટાઇટિંગ આરોગ્ય માટે થઈ શકે છે ઘાતક
વૅજિનોપ્લાસ્ટી એક એવી સર્જરી હોય છે કે જેનાથી મહિલાઓનાં ગુપ્તાંગને ટાઇટ કરવામાં આવે છે, તેમને ફરીથી શેપમાં લાવવામાં આવે છે અથવા તેની સંરચનાની મરામત કરવામાં આવે છે. મહિલાઓનાં આ સંરચનાની મરામત કરવામાં આવે છે, જો મહિલા કોઇક બીમારીથી ગ્રસ્ત હોય, તેનો એક્સિડંટ થયો હોય કે બાળકનાં જન્મ બાદની પરિસ્થિતિ હોય. આવું તે પુરુષો દ્વારા પણ કરવામાં આવે છે કે જેઓ શારીરિક રીતે મહિલાઓની જેમ દેખાવા માંગે છે. કેટલીક મહિલાઓ જ્યારે મેનોપૉઝે પહોંચે છે, ત્યારે આ ઑપ્શનની પસંદગી કરે છે અને કેટલીક મહિલાઓ બાળકનાં જન્મ બાદ પણ આની પસંદગી કરે છે, કારણ કે બાળકનાં જન્મ બાદ વૅજાઇનાની કઠણાઈ ઓછી થઈ જાય છે.
વૅજિનોપ્લાસ્ટી સાથે સમસ્યા એ છે કે આ એક ફેલાનાર પ્રક્રિયા છે કે જેમાં કેટલાક સાઇડ ઇફેક્ટ્સ પણ થઈ શકે છે કે જે ઘણા પ્રચાર માધ્યમોમાં પણ આપણને નથી બતાવતા. તેના વિશે જાણવા માટે આગળ વાંચો :

ફૅક્ટ 1 :
કોઈ પણ સર્જરીમાં કેટલીક કક્ષા સુધી રિસ્ક હોય છે. સર્જરી બાદ કેટલીક મહિલાઓ 15થી 20 દિવસો સુધી દુઃખાવો અને સોજો અનુભવી શકે છે.

ફૅક્ટ 2 :
ગુપ્તાંની આજુબાજુ ઘણા નર્વ હોય છે કે જે હળી-મળીને ઓર્ગાસ્મ અપાવામાં મદદ કરે છે. જો સર્જરી દરમિયાન કોઈ પણ નર્વ કપાઈ જાય, તો વ્યક્તિનાં જનનાંગમાંથી સંવેદના ખતમ થઈ જાય છે. તેથી સંભોગ દરમિયાન તે આનંદ નથી અનુભવતી.

ફૅક્ટ 3 :
કેટલીક મહિલાઓ કે જેઓ આ સર્જરીમાંથી પસાર થાય છે, તેમને સંભોગ દરમિયાન દુઃખાવો થઈ શકે છે કે જેથી સંભોગની મજા ખરાબ થઈ શકે છે.

ફૅક્ટ 4 :
ગુપ્તાંગો ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી કોઈ પણ સર્જરી કરાવતા પહેલા વિચારવું જોઇએ. જો તેનાથી આપનાં આરોગ્ય પર અસર ન પડી રહી હોય, તો કરાવો, નહિંતર સુંદરતા માટે આ પ્રકારની સર્જરી ન કરાવો.

ફૅક્ટ 5 :
આ સર્જરીનાં કેટલાક સાઇડ ઇફેક્ટ્સ છે : નિશાન, દુઃખાવો, વધુ પડતું રક્ત સ્રાવ અને ઇન્ફેક્શન. ઘણી પ્રાકૃતિક રીતો અને એક્સરસાઇઝ છે કે જેનાથી આપ વૅજાઇનાની માંસપેશીઓમાં કસાવ લાવી શકો છો અને તબીબ પણ ત્યાં સુધી સર્જરીની સલાહ નથી આપતાં કે જ્યાં સુધી તે આપનાં માટે અનિવાર્ય ન હોય.