નવરાત્રિમાં જરૂર ખાવો રાજગરો, વાંચો આરોગ્ય સાથે જોડાયેલા ફાયદાઓ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

નવરાત્રિનો ઉપવાસ ફળ આપનાર હોય છે. તેથી ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતમાં મોટાભાગે લોકો નવરાત્રિમાં ઉપવાસ રાખે છે. એવામાં આપણે કઈ વસ્તુ ખાવાની હોય છે અને કઈ વસ્તુથી પરેજી કરાવની હોય છે, તે જાણવું જરૂરી છે. નવરાત્રિમાં આપણે ઘઉંનો લોટ નહીં, પણ રાજગરાનો લોટ ખાવાનો હોય છે.

રાજગરાનો લોટ અનાજ નહીં, પણ ફળમાંથી બને છે અને અનાજનો શ્રેષ્ઠ વિકલ્પ હોવાની સાથે તે પૌષ્ટિક તત્વોથી ભરપૂર પણ હોય છે.

શું આપ જાણો છો કે રાજગરાનો લોટ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે અને આ કેટલી બધી બીમારીઓથી આપણને રાહત અપાવે છે ?

હા જી, રાજગરાનાં લોટમાં મૅગ્નેશિયમ, વિટામિન બી, આયર્ન, કૅલ્શિયમ, ફૉલેટ, ઝિંક, કૉપર, મૅગ્નીઝ અને ફૉસ્ફોરસ પણ હોય છે કે જે આપણાં શરીરને દરરોજ જોઇતા હોય છે. તો એવામાં જો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરાવના હોવ, તો રાજગરાના લોટનો પોતાનાં ડાયેટમાં જરૂર સમાવેશ કરો.

જાડાપણુ ઘટાડે

જાડાપણુ ઘટાડે

રાજગરામાં 75 ટકા કાર્બોહાઇડ્રેટ હોય છે અને 25 ટકા હાઈ ક્વૉલિટી પ્રોટીન કે જે વજન ઘટાડવામાં બહુ મદદ કરે છે.

કૉલેસ્ટ્રૉલ ઘટાડે

કૉલેસ્ટ્રૉલ ઘટાડે

રાજગરાનાં લોટમાં અલ્ફા લાઇનોલેનિક એસિડ હોય છે કે જે એચડીએલ કૉલેસ્ટ્રૉલ વધારે છે અને એલડીએલને ઓછું કરે છે.

લો બ્લડ પશુગર લેવલ

લો બ્લડ પશુગર લેવલ

આ ડાયાબિટીસનાં દર્દીઓ માટે પણ સારો ગણવામાં આવે છે, કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લાઇસીમિક ઇંડેક્સ્ટ 49-51 હોય છે કે જે બ્લડ શુગર લેવલને સામાન્ય જાળવી રાખવામાં મદદ કરે છે.

પથરીથી બચાવે

પથરીથી બચાવે

તેમાં ઢગલાબંધ ફાઇબર હોય છે કે જે ગૉલબ્લૅડરમાં પથરી થવાથી બચાવે છે.

ખનિજ અને આયર્નથી ભરપૂર

ખનિજ અને આયર્નથી ભરપૂર

તેમાં ખનિજ અને આયર્નનું એક ઉચ્ચ પ્રમાણ હોય છે કે જે એક પુખ્ત માણસને પોતાનાં દૈનિક કાર્યો કરવા માટે જરૂરી હોય છે. એક વાટકા રાજગરામાં ફૉસ્ફોરસ, સેલેનિયમ, ઝિંક, તાંબુ અને પોટેશિયમનો સમાવેશ થાય છે.

પાચન માટે શ્રેષ્ઠ

પાચન માટે શ્રેષ્ઠ

નવરાત્રિમાં આપણે વધુ પડતી તળેલી-સેકેલી વસ્તુઓ ખાઈ લઇએ છીએ કે જેનાથી પેટ ખરાબ થઈ જાય છે અથવા કબજિયાત થઈ જાય છે, પરંતુ રાજગરામાં ઢગલાબંધ ફાઇબર તેમજ સ્ટાર્ચ હોય છે કે જેનાથી પેટ બરાબર રહે છે.

English summary
Eating certain foods like buckwheat or kuttu is good during navratri fasting. Know the details here.
Story first published: Monday, September 18, 2017, 10:30 [IST]