2 કલાકમાં 4.5 કિલો વજન ઘટી ગયું આ ઑસ્ટ્રેલિયન ખેલાડીનું, જાણો આ કેવી રીતે થયું

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ઑસ્ટ્રેલિયનાં ક્રિકેટર પીટર હૅંડ્સકૉમ્બ ચર્ચાઓમાં છે, પરંતુ તેનું કારણ તેમનું ક્રિકેટ પરફૉર્મંસ નહીં, પણ તેમનું વજન ઘટવું છે. હા જી, બંગ્લાદેશ વિરુદ્ધ ચટગાંવ ટેસ્ટમાં બૅટિંગ કરી રહેલા હૅંડ્સકૉમ્બનું વજન એક દિવસમાં સાડા ચાર કિલો સુધી ઓછુ થઈ ગયું. ચટગાંવનું મોસમ બહુ ગરમ અને ભેજયુક્ત હતુ અને પીટર આ ગરમી સહન ન કરી શકી રહ્યા હતાં અને તેથી જ તેમને વારંવાર વચ્ચે બ્રેક લેવું પડી રહ્યુ હતું. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે પીટર હૅંડ્સકૉમ્બનું વજન 4.5 કિલો ઘટી ગયું. રિપોર્ટ્સ મુજબ પિચ પર બે કલાકથી વધુ સમય પસાર કરનાર હૅંડ્સકૉંબ મૅચ બાદ ઊભા થવાની હાલતમાં પણ નહોતા.

Peter Handscomb loss his weight

ચરબીની સરખામણીમાં પાણીની કમી

તેનું એક કારણ એ પણ છે કે તેઓ પોતાનાં દૈનિક જીવનમાં બહુ સક્રિય છે. જોકે આ ઘટનાને વજન ઘટવું કહેવું યોગ્ય નહીં ગણાય આ વાસ્તિવક ચરબીની સરખામણીમાં પાણીની વધુ કમી છે.

Peter Handscomb loss his weight

ખેલાડીઓની હોય છે અલગ દિનચર્યા

ખેલાડીઓ અને એથલીટોનો એક જુદો આહાર અને જુદી દિનચર્યા હોય છે. એક એવો અભ્યાસ કે જે સાબિત કરે છે કે રમત વ્યક્તિઓ તેમજ એથલીટોનું વજન શેષ લોકોની સરખામણીમાં ઓછુ કરે છે. અભ્યાસ કહે છે કે એથલીટો અને સક્રિય વ્યક્તિઓ માટચે વજન મૅનેજમેંટ તેમનાં ઉચ્ચ દૈનિક ઊર્જા વ્યયનાં કારણે અદ્વિતીય છે.

Peter Handscomb loss his weight

ડિહાઇડ્રેશનની સમસ્યા

એક અન્ય અભ્યાસનું કહેવું છે કે ડિહાઇડ્રેશનને આ રીતે તીવ્ર વજન ઘટવા માટે એક મુખ્ય પ્રતિકૂળ પ્રભાવ ગણવામાં આવ્યો છે. તેથી ઝડપથી વજન ઘટાડનાર ઑસ્ટ્રેલિયન બૅટધરને મુખ્યત્વે પાણીની ઉણપ હતી અને આ ખતરનાક બની શકે છે, કારણ કે તેનાથી ગંભીર ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

English summary
Australian cricketer Peter Handscomb is in the limelight but the reason is not to be his cricket performance but to lose weight
Story first published: Friday, September 29, 2017, 11:00 [IST]