For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓટ્સ ખાવા છતા વધી રહ્યું છે જાડાપણું ? જાણો ક્યાં કરી રહ્યા છો ભૂલ ?

By Lekhaka
|

ઘણા લોકો ઓટ્સનું સેવન માત્ર એટલા માટે કરે છે, કારણ કે તેમનું માનવું છે કે ઓટ્સ આરોગ્ય માટે બહુ જ ફાયદાકારક છે. આ સાચુ છે કે ઓટ્સથી ઘણા ફાયદા થાય છે, પરંતુ જો આપ તેને ખાતી વખતે કેટલી ભૂલો કરી રહ્યા છો, તો તે આપનાં માટે નુકસાનકારક પણ હોઈ શકે છે.

ઓટ્સમાં આપણાં શરીરમાં મોજૂદ ખરાબ કૉલેસ્ટ્રૉલ સામે લડવાનાં ગુણો હોવાની સાથે-સાથે તેમાં ડાયાબિટીસ સામે પણ લડવાનાં ગુણો પણ હોય છે કે જેનાં કારણે તેને બહુ હેલ્ધી ફૂડ ગણવામાં આવે છે.

તેને ખાવાથી આપને બહુ વાર સુધી ભૂખનો અહેસાસ નહીં થાય કે જેથી આપને કૅલોરી નહીં ધરાવતા સ્નૅક્સ ખાવાનું પણ મન નહીં કરે.

Oats Making You Fat? Here's What You're Doing Wrong

હા જી, તેમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટાભાગનાં ન્યૂટ્રીશિયન્સ તેને વજન ઘટાડવાનું સૌથી સારૂ ફૂંડ ગણે છે.

પરંતુ થોડાક અઠવાડિયાઓ બાદ જ્યારે આપ પોતાનું વજન ચેક કરો છો, તો આપ પામો છો કે કંઈ ખાસ ફરક નથી પડ્યો, ઉલ્ટાનું થોડુક વધી ગયું છે. તેનો મતલબ છે કે આપે વિચારવું પડશે કે આપે શું ભૂલ કરી છે ?

કેટલાક લોકોને ઓટ્સનો સ્વાદ સારો નથી લાગતો, તો તેઓ ઓટ્સ સાથે કેટલીક એવી વસ્તુઓ મેળવવા લાગે છે કે જે ફાયદાકારક નથી હોતી જેમ કે આર્ટિફિશિયલ શુગર વગેરે કે જેમાં આપણને જે લાભો મળવા જોઇએ, તે નથી મળતાં.

જો ઓટ્સ ખાવા છતા આપનું વજન વધી રહ્યું છે, તો શક્ય છે કે આપ એવી જ કોઇક ભૂલો કરી રહ્યા હશો. આવો એવી જ કેટલીક નાની-નાની ભૂલો પર નજર નાંખીએ.

Oats Making You Fat? Here's What You're Doing Wrong

1 : ફ્લેવર્ડ ઓટ્સ કે ઇંસ્ટંટ ઓટ્સનો ઉપયોગ કરવો :

ક્યારેક-ક્યારેક આપણે શું ખરીએ છીએ કે પોતાનો સમય બચાવવા માટે પહેલાથી જ પૅક ઓટ્સનો ઉપયોગ કરીએ છીએ કે જે માત્ર સમય જ બચાવે છે, પણ આપણા વજન પર કોઈ અસર નથી કરતો. ઇંસ્ટંટ ઓટ્સ વિશે જણાવવામાં આવે છે કે તેમાં ઝીરો કૅલોરી હોય છે, તેમાં શુગર નથી હોતી, જ્યારે હકીકતમાં તેમનામાં ઘણા બધા ડાય, ઇન્ફ્લામેટ્રી વેજિટેબલ ઑયલ સોડિયમ વગેરે હોય છે કે જેમનાંથી આપણું વજન વધે છે.

Oats Making You Fat? Here's What You're Doing Wrong

2: અત્યધિક શુગરનો ઉપયોગ કરવો :

નાશ્તામાં ઓટ્સ લેવું બહુ જ ફાયદાકારક હોય છે અને તેનાંથી આપણે દિવસ ભર સારૂ અનુભવીએ છીએ, પરંતુ જો આપ તેમાં વધુ પડતી શુગર મેળવશો, તો તેનાંથી આપનાં શરીરમાં ચરબી જમા હશે કે જેથી આપનું વજન વધશે. જો આપને ઓટ્સમાં ગળ્યુ જ મેળવું છે, તો આપ હેલ્ધી શરીર અને ઝીણા સમારેલા ફળોને મેળવી શકો છો કે જેથી આપનું વજન ઘટવાની શક્યતા વધી જશે.

Oats Making You Fat? Here's What You're Doing Wrong

3: પુરતા પ્રમાણમાં પ્રોટીનનો ઉપયોગ ન કરવો :

ઓટ્સમાં 30 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. તેને સંતુલિત આહાર બનાવવા માટે આપ તેમાં પુરતા પ્રમાણમાં પ્રોટીન મેળવો. પ્રોટીન મેળવવાથી આપને એક સંપૂર્ણ આહાર મળે છે અને આપનું બ્લગ શુગર લેવલ પણ નિયંત્રિત રહે છે.

Oats Making You Fat? Here's What You're Doing Wrong

4: વધુ પ્રમાણમાં ઓટ્સનો ઉપયોગ કરવો :

ક્યારેક-ક્યારેક આપણે ફાયદાકારક વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવા લાગીએ છીએ. અહીં સુધી કે ઓટ્સ પણ કે જેમાં વધુ કૅલોરી હોય છે. એવું ન કરવું જોઇએ, કારણ કે સ્વસ્થ રહેવા માટે એક સંતુલિત ડાયેટની જરૂર હોય છે, નહિં કે વધુ પ્રમાણમાં ખાવાની. સામાન્યતઃ અડધુ કપ ઓટ્સ પુરતુ હોય છે, પરંતુ જો આપ તેનાંથી સંતુષ્ટ નથી, તો આપ એક નાની વાટકીમાં પણ લઈ શકો છો કે જે આપનાં આરોગ્ય માટે સારૂં રહેશે.

Oats Making You Fat? Here's What You're Doing Wrong

5: ઓટ્સમાં વગર કંઈ મેળવ્યે જ ખાવો :

જેવું કે આપણે સૌ જાણીએ છીએ કે ઓટ્સમાં ઓછી કૅલોરી હોય છે, પરંતુ આ કાર્બોહાઇડ્રેટથી ભરેલું હોય છે અને કાર્બોહાઇડ્રેટ આસાનીથી પચી જાય છે કે જેથી આપણને જલ્દીથી ભૂખ લાગી જાય છે. તેનાં માટે આપણે તેમાં થોડુંક પ્રોટીનયુક્ત અને ચરબીયુક્ત વસ્તુઓ પણ મેળવવીજોઇએ કે જેથી આ એક સંતુલિત ડાયેટ બની જાય છે.

English summary
If your oats is making you gain weight, it’s probably because you’re committing one or more of these fattening mistakes. Read it about that...
Story first published: Friday, September 8, 2017, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X