Related Articles
વૈજ્ઞાનિકોએ HIV ઇન્ફેક્શનની જાણ માટેની નવી રીત શોધી, વાંચો આ રિપોર્ટ
સમગ્ર વિશ્વમાં એચઆઈવીનાં મરીજોની સંખ્યા ઝડપથી વધતી જ જઈ રહી છે. ખાસ તો આપણા દેશમાં આ બીમારીને લઈને લોકોમાં બહુ ઓછી જાગૃતિ છે અને આ જ કારણ છે કે દર વર્ષે આ લાઇલાજ બીમારીથી મરનારાઓની સંખ્યા વધી રહી છે. સમગ્ર દુનિયામાં રિસર્ચની ટીમ આ બીમારીનો ઇલાજ શોધવામાં લાગેલી રહે છે.
તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ એચઆઈવી ચેપની શોધ કરવા માટેની એક નવી રીત વિકસિત કરી છે. તેનાંથી આ બીમારીનાં ઇલાજ અને બચાવ માટે ઉપચારની નવી રીતો વિકસિત કરવામાં મદદ મળશે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ રીત વડે દરેક વિરિયોન્સ (ચેપી કણ)નો ચેપ સાથે સંબંધ સમજવા માટે તેનાં વ્યવહારને ચેક કરવામાં આવે છે.
અમેરિકાની નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીનાં મુખ્ય શોધકર્તા થૉમસ હોપે જણાવ્યું, 'અમારી આ રીત અને એમ કહેવું કે વિરિયોનનાં કારણે જ સેલ્સ ચેપી થાય છે' આ દિશામાં એક મહત્વનું પગલું છે.
હોપે કહ્યું, 'તેનાંથી અમને એ સમજવામાં મદદ મળશે કે કોઇક સેલ્સને ચેપી કરવા માટે વિષાણુને હકીકતમાં શું કરવાની જરૂર હોય છે. તેનાંથી અમને અનેક નવી બાબતોની ખબર પડે છે; જેમ કે કોશિકામાં કયાસમયે ચેપ થયો.'
વિષાણુ વિશે આપણને જેટલી જાણી થશે, તેટલું જ તેને રોકવામાટે ભવિષ્યમાં આપણી પાસે બહેતર શક્યતાઓ રહેશે. રિસર્ચ વડે એચઆઈવીની પ્રક્રિયાને ઉંડાણથી સમજવાની સાથે જ એચઆઈવીનાં બચાવઅને ઉપચાર માટેની નવી રીતો વિકસિત કરવામાં મદદ મળશે.
ઇન્ફેક્સન વખતે એચઆઈવી વાયરસ પ્રતિરોધી કોશિકાથી મળી જાય છે અને પોતાનાં કૅપસિડને કોશિકાનાં કોશિકા દ્રવ્યમાં છોડી દે છે. ત્યાંથી કૅપસિડ "અનકોટિંગ" પ્રક્રિયા વડે જુદું થઈ જાય છે.
આ પ્રક્રિયા આરએનએન જીનોમથી વિષાણુજનિત ડીએનએનાં સંકલન વડે જરૂરી હોયછે અને પછી આ કોશિકાની તમામ ક્રિયાઓ પર પોતાનો અધિકાર જમાવી લે છે.
પ્રોસીડિંગ્સ ઑફ ધ નેશનલ એકેડેમી ઑફ સાઇંસિસ પત્રિકામાં પ્રસિદ્ધ આ અભ્યાસમાં વૈજ્ઞાનિકો દ્વારા એક નવી રીતની લાઇવ-સેલ ફ્લોરોસેંટ ઈમેજિંગ સિસ્ટમ પ્રયોગ કરવામાં આવી કે જેતી તેઓ પહેલી વાર ચેપથી સાથ સંકળાયેલા દરેક કણની ઓળખ કરી શકે.
તેમણે કહ્યું કે જો અમારૂં રિસર્ચ યોગ્ય રીતે ચાલતું રહ્યું, તો આગામી કેટલાક વર્ષોમાં આપણને આ દિશામાં કેટલાક શ્રેષ્ઠતમ્ પરિણામો જોવા મળી શકે છે.