આંખો પહોળી રહી જશે સરસિયું પાવડરનાં આ 7 ફાયદાઓ વાંચીને

Posted By: Staff
Subscribe to Boldsky

આવતી વખતે જ્યારે આપ સૅંડવિચ બનાવો કે સલાડ ડ્રેસિંગ કરો, તો તેમાં સરસિયાનું પાવડર જરૂર નાંખો. તેનાંથી માત્ર આ વસ્તુઓનો સ્વાદ જ નહીં વધે, પણ આપને ઘણા આરોગ્ય લાભો પણ થશે.

સરસિયાનાં બીજમાં લોઢું, ફૉસ્ફોરસ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ સહિત અનેક પોષક તત્વો હોય છે. તેમાં ઍમીનો એસિડ, સિસ્ટીનનો પણ સમાવેશ થાય છે કે જેમાં એંટી-ઑક્સીડંટ ગુણો હોય છે. નિયમિત રીતે સરસિયું પાવડર ખાવાથી આપને અગણિત આરોગ્ય લાભો થાય છે.

1) શ્વાસ સંબંધી બીમારીઓમાંથી રાહત

1) શ્વાસ સંબંધી બીમારીઓમાંથી રાહત

કોલ્ડ અને સાઇનસ સંબંધી સમસ્યાઓનાં ઉપચાર માટે સરસિયુનાં બીજનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે. આ એક ડિકંઝેસ્ટંટ અને એક્સ્પેક્ટોરંટ તરીકે કાર્ય કરે છે. આયુર્વેદ મુજબ સરસિયુનાં બીજથી કફ અને વાત શાંત કરવામાં મદદ મળે છે.

2) માંસપેશીઓનાં દુઃખાવામાં આરામ મળે છે.

2) માંસપેશીઓનાં દુઃખાવામાં આરામ મળે છે.

દુઃખાવો અને પીડાથી રાહત પામવા માટે સરસિયુનો પ્લાસ્ટર કરવામાં આવે છે. સરસિયુ પાવડરમાં એલઈએલએલ આઇસોથિયોસાઇનેટ નામનું એક રસાયણ હોય છે કે જે ગળાની માંસપેશીઓ અને સંધિવાતનાં ઉપચારમાં મદદ કરે છે.

3) કૅંસરથી બચાવવામાં સહાયક

3) કૅંસરથી બચાવવામાં સહાયક

ઉંદરો પર કરાયેલી શોધે સાબિત કરી આપ્યું છે કે સરસિયાનાં બીજથી સ્ટમચ, કોલન અને સર્વાઇકલ કૅંસરનાં વિકાસની રોકથામ થઈ શકે છે. તેમાં ગ્લૂકોસિનેટ્સ જેવા તત્વો હોય છે કે જે ઘાતક કોશિકાઓનાં વિકાસને રોકે છે.

4) દાદરમાંથી રાહત અપાવે છે

4) દાદરમાંથી રાહત અપાવે છે

સરસિયુનાં બીજમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. સરસિયુંનાં બીજનાં પેસ્ટને ગરમ પાણી સાથે લગાવવાથી દાદરનાં કારણે થતા ઘા ઓછા કરવામાં મદદ મળે છે.

5) બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે

5) બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે

સરસિયાનાં બીજમાં એંટી-ઑક્સીડેશાન ગુણો હોય છે કે જે ઑક્સીડેટિવ તાણથી થતા નુકસાનને રોકી શકે છે. શોધકર્તાઓ પણ આ વાતની તપાસ કરી રહ્યા છે કે સરસિયુ તેલ ગ્લાઇકોસિલેટે પ્રોટીન અને સીરમ ગ્લૂકોઝને કેવી રીતે ઓછું કરી શકે છે.

6) ગળાની ખારાશમાં રાહત અપાવે છે

6) ગળાની ખારાશમાં રાહત અપાવે છે

સરસિયનાં બીજમાંથી બનેલી ચાયનાં કોગળા કરવાથી ગળાની ખારાશમાંથી રાહત મળે છે. તેનાં હીટિંગ ગુણો ટિશ્યૂને શાંત કરે છે.

7) મેનોપૉઝની સમસ્યામાંથી રાહત અપાવે છે

7) મેનોપૉઝની સમસ્યામાંથી રાહત અપાવે છે

ફૉસ્ફોરસ હૉર્મોન અને એંઝાઇમેટિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી શકે છે. મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ ઑસ્ટિયોપાયરોસિસનાં જોખમને ઓછું કરવામાં અને હાડકાંનાં આરોગ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે.

English summary
There are plenty of health benefits of mustard seeds. Know about a few of these benefits on Boldsky.
Story first published: Tuesday, July 11, 2017, 13:00 [IST]