For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

48 કલાકની અંદર આખા શરીરને ડિટૉક્સ કરવાની સરળ અને અસરદાર રીત

By Lekhaka
|

શરીરને ડિટૉક્સ કરવું એટલે શરીરની ગંદકી સાફ કરવાની પ્રક્રિયા એક પ્રાચીન અભ્યાસ છે. આ પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવવી જોઇએ, કારણ કે તેનાથી આપને ભૂખ લાગી શકે છે અને આપનું ચયાપચય મંદ પડી શકે છે.

આ ઉપરાંત જો આ ટેક્નિક યોગ્ય રીતે ન કરવામાં આવે, તો આપને નિર્જળીકરણ (પાણી ઓછું થઈ જવું), થાક, ઉબકા અને ચક્કર આવવા વગેરેની પણ સમસ્યા થઈ શકે છે. આપનું શરીર લીવર, કિડની અને કોલન વડે પોતાની જાતે સાફ થતું રહે છે.

how to detox the liver

લીવર શરીરનું ફિલ્ટર છે અને લોહીમાં ઝેરી પદાર્થોને જતા રોકે છે. લીવર શરીરમાંથી ઝેરી પદાર્થો કાઢે છે અને કિડનીઓ દરેક સમયે લોહીને ફિલ્ટર કરતી રહે છે. કિડનીઓ મૂત્રનાં માધ્યમથી ઝેરી પદાર્થો સમાપ્ત કરે છે.

તેથી, અંગોનાં કાર્યોને પ્રોત્સાહન આપવા માટે આપે યોગ્ય રીતે ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઇએ. શરીરને શુદ્ધ કરવા માટે સૌથી શક્તિશાળી રીતોમાં આ ત્રણ અંગોને આવશ્યક પોષક તત્વો પ્રદાન કરવા છે કે જે 48 કલાકમાં કરી શકાય છે.

સામગ્રી :

  • 1 કપ પાણી
  • જાયફળની 1 ચપટી
  • ક્વિનોનો અડધો કપ
  • 1 ચમચી આદુ
  • 1 ચમચી ફ્લૅક્સ સીડ્સ ઑયલ
  • 1/4 કપ ચોખાનું દૂધ
  • કેટલાક સૂકા બોર

આ રીતે કરો ઉપયોગ

એક નાનકડુ વાસણ લો. તેમાં પાણી નાંખી કિનોઆ, જાયફળ અને આદુ મેળવો. મિશ્રણને મેળવો અને ઉકાળી લો. મધ્યમ આંચ પર વાસણને માત્ર કવર કરો અને તેને દસ મિનિટચ માટે ઉકાળી લો.

તે પછી સૂકા બોર અને ચોખાનું દૂધ મિક્સ કરો અને તેને 5 મિનિટચ સુધી ઉકાળી લો. તેને ખાતા પહેલા એક ચમચી ફ્લૅક્સ સીડ્સ ઑયલ મિક્સ કરો.

આ વિધિ 48 કલાકમાં આપનાં શરીરને ડિટૉક્સ કરવામાં મદદ કરશે. શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવા માટે નિયમિત રીતે તેનું પાલન કરવું જોઇએ.

English summary
Use this 48-hour liver, colon and kidney detox that will help cleanse the toxins and burn fat from the body.
Story first published: Friday, September 22, 2017, 22:06 [IST]
X
Desktop Bottom Promotion