ફૂદીનાનાં થોડાક પાંદડાઓ વડે આમ ઉતારો વજન

Posted By: Lekhaka
Subscribe to Boldsky

મેદસ્વિતા એક ગંભીર સમસ્યા છે. તેનાંથી અનેક બીમારીઓનો ખતરો હોય છે. જો જિમમાં કલાકો પરસેવો પાડવા કે ડાયેટિંગ બાદ પણ આપનું વજન ઓછું નહીં થઈ રહ્યું, તો આપ ફૂદીનાનાં પાંદડાઓથી પોતાનું વજન ઓછું કરી શકો છો.

ફૂદીનાનાં સુગંધિત પાંદડાઓમાં અગણિત આરોગ્ય લાભો હોય છે. આયુર્વેદમાં વિવિધ આયુર્વેદિક દવાઓ તૈયાર કરવા માટે અતિ પ્રાચીન કાળથી ફૂદીનાનો મુખ્ય સામગ્રીઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે.

તેમાં ઓછી કૅલોરી હોય છે. ફાયબર હોવાનાં કારણે તે અપચો રોકવામાં મદદ કરે છે, કૉલેસ્ટ્રોલની કક્ષા ઓછી કરે છે કે જેથી વજન અને મેદસ્વિતાનો ખતરો ઓછો થાય છે.

mint leaves for weight loss

1) ફૂદીનાનું જ્યૂસ :

ફૂદીના અને ધાણાને એક બ્લેંડરમાં નાંખો અને તેમાં એક ગ્લાસ પાણી, એક ચપટી કાળુ મીઠું તથા કાળી મરી નાંખી બ્લેંડ કરી લો. તેમાં થોડોકો લિંબુનો રસ મેળવી દરરોજ સવારે પીવો.

mint leaves for weight loss

2) ફૂદીનાની ચા :

તેનાં માટે આપ સૂકા પાંદડાનો ઉપયોગ કરી શકો છો. તાજા પાંદડાઓથી ચા બનાવવા માટે કેટલાક પાંદડાઓને પાણીમાં ઉકાળી બાફી લો. ચા તૈયાર છે. સૂકા પાંદડાઓની ચા બનાવવા માટે પાંદડાઓને પાણીમાં નાંખી દસ મિનિટ સુધી ઉકાળો. દરરોજ બેથી ત્રણ કપ ચા પીવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

mint leaves for weight loss

3) ભોજનમાં ફૂદીનાનાં પાંદડા નાંખો

આપ પોતાનાં સલાડમાં ફૂદીનાનાં કેટલાક પાંદડાઓ ઉમેરી શકો છો. તેનાથી પેટ શાંત થાય છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે.

mint leaves for weight loss

આ વાતનું રાખો ધ્યાન

વજન ઓછુ કરવા માટે આપે ઉપર જણાવેલા ઉપાયો ઉપરાંત ફૅટ ધરાવતી વસ્તુઓનાં સેવનથી બચવું જોઇએ. દરરોજ એક્સરસાઇઝ કરો અને અડધો કલાક પગપાળા ચાલો.

English summary
Pudina or mint helps one to lose weight effectively. Know how to use pudina leaves for weight loss on Boldsky.
Story first published: Thursday, July 6, 2017, 10:00 [IST]