Related Articles
-
સામાન્ય ડિલિવરી માટે ઘી ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગી છે?
-
ઉનાળા મા ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસનું જોખમ વધે છે
-
સગર્ભાવસ્થા દરમિયાન ચામડી કાળી શુકામ અને કેમ થાય છે?
-
સગર્ભાવસ્થામાં સફેદ પાણીનું સ્રાવ શું શિશું માટે ખતરનાક છે ?
-
વહેલા કંસીવ થવા માંગો છો, તો ખાવો આ ફર્ટિલિટી ફૂડ
-
જાણો પ્રસવ દરમ્યાન યોનિની સાથે કયા બદલાવ થાય છે
સિઝેરિયન બાદ સી-સેક્શનનાં નિશાનની આ રીતે કરો દેખરેખ
જે મહિલાઓની ડિલીવરી સી-સેક્શન વડે થાય છે, તેમને બહુ દેખરેખની જરૂર હોય છે, ખાસ કરીને તેનાં નિશાનને, કારણ કે પેટ પર તેનાં નિશાન સારા નથી લાગતા. સિઝેરિયન બાદ ટાંકાનાં નિશાન પડવા સ્વાભાવિક છે. તેને સાજુ કરવા માટે સાવચેતી જરૂરી હોય છે, નહિંતર સિઝેરિયન બાદ ચેપ થવાની શંકા પણ વધી જાય છે.
સિઝેરિયન થયા બાદ ઘરે જ સારી રીતે દેખરેખ કર્યા બાદ આ સંપૂર્ણપણે સાજુ થઈ જાય છે. આવો અમે આપને બતાવીએ છીએ કે કેવી રીતે ઘરે જ સી-સેક્શનનાં નિશાનની દેખરેખ રાખી તેનાથી છુટકારો પામી શકાય છે.
ભારે સામાન ન ઉપાડો
સિઝેરિયન બાદ ડૉક્ટરની સલાહ લો અને તેનું સારી રીતે પાલન કરો. સિઝેરિયન બાદ કેટલાક દિવસો સુધી ભારે સામાન ઉપાડવાથી બચો અને એક્સરસાઇઝ પણ ન કરો. તેનાં કારણે ચીરાનાં સ્થાને દુઃખાવો અને ચેપ થઈ શકે છે. સિઝેરિયન બાદ થોડાક સપ્તાહ સુધી પોતાનાં મિત્રો અને ઘરનાં લોકોની મદદ લો. તેનાં નિશાન ધીમે-ધીમે ખતમ થઈ જશે.
નિશાનને ન રગડો
સિઝેરિયન બાદ નિશાનનાં ભાગને શૉવરથી ધોઈ લો. આ જગ્યાએ રગડવાની કોશિશ જરાય ન કરો. તેમાં ઇન્ફેક્શન ન થાય, તેના માટે જીવાણુરહિત સાબુનું ફીણ ચીરાનાં સ્થાને આંગળીઓથી લગાવી સફાઈ કરો. સાબુ લગાવ્યા બાદ એક મિનિટમાં તેને પાણીથી સાફ કરો.
ડૉક્ટરને પૂછીને કરો ડ્રેસિંગ
સિઝેરિયન બાદ જ્યાં નિશાન હોય, તે જગ્યાએ પટ્ટી બાંધી દો, પણ પટ્ટી બાંધતા પહેલા ડૉક્ટરની સલાહ લો. હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ જે જગ્યાએ ચીરો લાગેલો હોય છે, તેની નિયમિત દેખરેખ જરૂરી છે, પરંતુ તેના ડ્રેસિંગ માટે આપ વારંવાર હૉસ્પિટલનાં ચક્કર નથી લગાવી શકતી. તેના માટે આપ ડૉક્ટરની સલાહ લઈ ઘરે જદ પોતાની જાતે તેનું ડ્રેસિંગ કરો. ડ્રેસિંગ કરતા પહેલા તે જગ્યા પર મલમ જરૂર લગાવો.
સંભાળીને રાખો દેખરેખ
સિઝેરિયન બાદ જે જગ્યાએ ટાંકા લાગેલા હોય છે, તે ક્યારેક-ક્યારેક ખુલવા લાગે છે. જો આપની સાથે આવી કોઈ સમસ્યા થાય છે, તો ગભરાવો નહીં. તબીબનો સંપર્ક કરો. જો નિશાન ખુલે છે, તો તે જગ્યામાંથી લોહી, પરૂ આવવાનું શરૂ થઈ જાય છે. જો તેનો જલ્દીથી ઇલાજ ન કરવામાં આવે, તો ઇન્ફેક્શન થઈ શકે છે. ઘરનાં કામકાજ, એક્સરસાઇઝ, સેક્સ જેવી શારીરિક ગતિવિધિઓનાં કારણે આવી સમસ્યા થાય છે. તેથી સિઝેરિયન બાદ થોડાક દિવસ સુધી ઘરનાં કામકાજ તથા સેક્સ કરવાથી બચો.
થોડીક ધીરજ રાખો
સમયની સાથે ધીમે-ધીમે સિઝેરિયનનું નિશાન મટચી જાય છે. મોટાભાગે સિઝેરિયન કટ ગર્ભાશયનાં નિચલા ભાગમાં હોય છે. તેથી તેમને આસાનીથી છુપાવી શકાય છે. તેથી સિઝેરિયનનાં નિશાન મોટી સમસ્યાનો વિષય નથી. તેથી હકારાત્મક વિચારસરણી રાખો. જેમ શરીરનાં અન્ય ઘા સાજા થાય છે, તેમ આ પણ સાજુ થઈ જશે.
તો આ તે ઉપાયો છે કે જેમને અપનાવી આપ સિઝેરિયન સેક્શનથી નિશાનોમાંથી છુટકારો પામી શકો છો.