For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કઈ રીતે ખાશો દરરોજ સંતુલિત આહાર... આવીરીતે બનાવો ફૂડ ચાર્ટ

By Lekhaka
|

શું આપ દરરોજ થાક સાથે કામે જાઓ છો અને થાકેલાજ ઘરે પરત ફરો છો ? કે પછી શું આપનાં બાળકોનું મન રમત-ગમત અને અભ્યાસમાં નથી લાગતું ? જો હા, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે આપનાં ભોજનમાં યોગ્ય પોષણની ઉણપ છે.

આપણે દરરોજ સંતુલિત ભોજનનું સેવન કરવું જોઇએ, નહિંતર આપણાં શરીરમાં પોષણની ઉણપ થવા લાગશે અને આપણે ચિડિયાપણાનો ભોગ બની જઇશું. આપણી અંદર કોઈ પણ કામ કરવા માટેની તાકાત નહીં બચે.

આજ-કાલ જે નોકરિયાત-ધંધાદારી લોકો છે, તેઓ ઘરનું ઓછું અને બહારનું ખાવાનું વધુ પસંદ કરે છે. વજન ભલે જેટલુ પણ હોય, પરંતુ બહારનું ભોજન કોઈ પણ સ્વરૂપે પૌષ્ટિક નથી હોતું. એક સંતુલિત આહાર તે છે કે જેમાં આપને એક સાથે જ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, ખનિજ પદાર્થો, વિટામિન અને જળ પ્રાપ્ત થઈ જાય.

આપ ઇચ્છો, તો આપ પણ દરરોજ સંતુલિત આહાર લઈ શકો છો. તેના માટે આપે પોતાનો ફૂડ ચાર્ટ તૈયાર કરવો પડશે અને તેમાં તમામ પ્રકારનાં આહારોને જગ્યા આપવી પડશે. આવો જાણીએ આપની પ્લેટમાં કેટલા ટકા ફળો, શાકભાજીઓ, દૂધ, માંસ-માછલી કે પછી ચરબી હોવી જોઇએ ?

ફળો અને શાકભાજીઓ : 33 ટકા

ફળો અને શાકભાજીઓ : 33 ટકા

પોતાની પ્લેટમાં ઢગલાબંધ ફળો અને શાકભાજીઓ રાખો, કારણ કે તેમનામાં ઢગલાબંધ વિટામિન અને મિનરલ હોય છે. વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ડબ્લ્યુએચઓ મુજબ જે વ્યક્તિ 400 ગ્રામ ફળો અને શાકભાજીઓ દરરોજ ખાય છે, તેને હૃદય રોગ, ડાયાબિટીસ, મેદસ્વિતા અને સ્ટ્રોક જેવી બીમારીઓ ઓછી થાય છે.

બ્રેડ, રોટલી, ભાત, બટાકા, પાસ્તા અને અન્ય સ્ટાર્ચ ધરાવતા આહાર : 33 ટકા

બ્રેડ, રોટલી, ભાત, બટાકા, પાસ્તા અને અન્ય સ્ટાર્ચ ધરાવતા આહાર : 33 ટકા

કાર્બોહાઇડ્રેટથી શરીરને તત્કાળ એનર્જી મળે છે. રોટલી, ભાત, અનાજ, બટાકામાં કાર્બોહાઇડ્રેટની ભરમાર હોય છે. કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ખાદ્ય પદાર્થોની પસંદગી કરતી વખતે કાયમ આખા અનાજોની જ પસંદગી કરવી જોઇએ.

દૂધ અને અન્ય ડૅરી ઉત્પાદનો : 15 ટકા

દૂધ અને અન્ય ડૅરી ઉત્પાદનો : 15 ટકા

દૂધ અને ડૅરી ઉત્પાદનોમાં કૅલ્શિયમ, પ્રોટીન તથા અન્ય ખનિજોનું બહુ સારૂં સ્રોત હોય છે. કૅલ્શિયમ હાડકાં અને દાંતોનાં વિકાસમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે તથા પ્રોટીન વિકાસ કરવા, ઉત્તકો તેમજ કોશિકાઓની મરામત માટે એક આવશ્યક વસ્તુ છે.

માંસ, માછલી, ઇંડા, બીન્સ અને પ્રોટીન : 12 ટકા

માંસ, માછલી, ઇંડા, બીન્સ અને પ્રોટીન : 12 ટકા

આ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનનું ઉચ્ચ પ્રમાણ હોય છે. વજન ઓછુ કરવા, માંસ-પેશીઓનાં નિર્માણ, ત્વચા અને વાળને સુંદર બનાવવામાં પ્રોટીનનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. તેનાથી પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

ગળ્યા અને ચરબી ધરાવતા આહાર : 7 ટકા

ગળ્યા અને ચરબી ધરાવતા આહાર : 7 ટકા

ખાવામાં વધુ ચરબી કે ગળ્યું આપનાં કૉલેસ્ટ્રૉલ લેવલને વધારી શકે છે અને સાથે જ હૃદય તેમજ જાડાપણાની બીમારી આપી શકે છે. ખાંડનાં સ્થાને આપે એવા ફળો ખાવા જોઇએ કે જેમાં કુદરતી મિઠાશ હોય.

English summary
Learn how to Use the eatwell plate to help you get the balanced nutrition everyday. It shows how much of what you eat should come from each food group.
X
Desktop Bottom Promotion