For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, ડાયાબિટીસ આપની આંખોને કેવી રીતે અસર કરી શકે ?

By Lekhaka
|

જ્યારે માણસના શરીરમાં જરૂરિયાત મુજબ ઇંસ્યુસલિન હૉર્મોન નથી બનતું, ત્યારે ડાયાબિટીસની સમસ્યા પેદા થાય છે. એવું ત્યારે પણ થાય છે કે જ્યારે ઇંસ્યુલિન બને છે પરંતુ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી શકતું. એવામાં વ્યક્તિ ડાયાબિટીસનો ભોગ બની જાય છે અને પહેલાની જેમ કાર્બોહાઇડ્રેટ અને શુગર નથી લઈ શકતું. આખી દુનિયામાં ઘણા બધાં લોકો ડાયાબિટીસથી પીડાય છે.

તે બાળકોમાં પણ થાય છે, પરંતુ બાળકોમાં બહુ ઓછું જોવામાં આવે છે, જ્યારે યુવા લોકોમાં શુગર થવું સામન્ય બાબત છે. જે વ્યક્તિને ડાયાબિટીસ થવાની જાણ થઈ જાય ત્યારે તેને તબીબની સલાહનું યોગ્ય રીતે પાલન કરવું જોઇએ.

આ સાથે જ તેને નિયમિત રીતે આંખના નિષણાતનો સંપર્ક કરવો જોઇએ. આપ વિચારશો કે ડાયાબિટીસનો આંખોના ડૉક્ટર સાથે શુ મતલબ છે, પરંતુ કદાચ આપ નથી જાણતા કે ડાયાબિટીસ આંખોને કેવી રીતે અસર કરે છે. આવો અમે જણાવીએ.

આપના લોહીમાં શુગરનું પ્રમાણ વધતા માત્ર આંખો પર જ અસર નથી કરતું, પણ જો બરાબર ધ્યાન ન આપવામાં આવે તો આપ આંધળા પણ થઈ શકો છો. તેથી અમે આપને બતાવી રહ્યા છીએ કે ડાયાબિટીસ આપની આંખોને કેવી રીતે ખરાબ કરી શકે છે.

1. ડાયાબિટિક રેટિનોપૅથી :

1. ડાયાબિટિક રેટિનોપૅથી :

ડાયાબિટિક રેટિનોપૅથી આંખોની એક ખતરનાક બીમારી છે. તે રેટિનાની રક્ત વાહિનીઓ પર અસર કરે છે. તેનાથી તે બ્લૉક થઈ અથવા લીક થઈ આપની નજર ખરાબ કરી શકે છે.

2. પ્રોલિફેરેટિવ રેટિનોપૅથી :

2. પ્રોલિફેરેટિવ રેટિનોપૅથી :

આ ડાયબિટિક રેટિનોપૅથીનું જ એક પ્રકાર છે કે જેમાં રેટિનામાં એક અનાવશ્યક નસ વધી જાય છે. તેના 4 સ્ટેજ હોય છે કે જેમાંથી 3 સ્ટેજ નૉન-પ્રોલિફેરેટિવ હોય છે, પરંતુ તેમાં પણ આવશ્યક નસમાં સોજો કે બ્લૉકેજ થાય છે અને ચોથું સ્ટેજ આંખોમાં પ્રોલિફેરેટિવ રેટિનોપૅથી છે.

3. ડાયાબિટિક મૅક્યુલોપૅથી :

3. ડાયાબિટિક મૅક્યુલોપૅથી :

આ પણ ડાયાબિટીસથી થતી આંખની સમસ્યા છે કે જેમાં મૅક્યુલા અસરગ્રસ્ત થાય છે. જો કે તેમાં ચારે બાજુની નજર બરાબર રહે છે, પરંતુ એક સામેની નજર તેનાથી અસરગ્રસ્ત થાય છે. તેથી વ્યક્તિ બધુ જોઈ શકે છે પરંતુ સામે વાડો ચહેરો બરાબર દેખાતો નથી.

4. મોતિયો :

4. મોતિયો :

મોતિયામાં આંખના લેંસની આગળ અવરોધ આવી જાય છે કે જેથી દેખાતું નથી. આ સમસ્યા પણ ડાયાબિટીસને કારણે ઊભી થઈ શકે છે. જો કે તે ઘણાં કારણોથી થઈ શકે છે, પરંતુ ડાયાબિટિસમાં તેનો ખતરો વધી જાય છે. આ સમસ્ચા ઉંમરનાં એક તબક્કાએ ખાસ થાય છે કે જેને લેઝર ઑપરેશન વડે દૂર કરી શકાય છે.

5. ગ્લુકોમા :

5. ગ્લુકોમા :

ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લુકોમાનો ખતરો પણ વધી જાય છે. તેમાં આંખોનો તરલ પદાર્થ બહાર નથી નિકળી શકતું કે જેથી આંખો પર દબાણ વધે છે. તેથી નસો ખરાબ થાય છે અને આંખોની સમસ્યા પેદા થાય છે.

6. ઘણા કારણોથી ઓછું દેખાવું :

6. ઘણા કારણોથી ઓછું દેખાવું :

ડાયાબિટીસના દર્દીઓને સંપૂર્ણ અને સ્પષ્ટ જોઈ ન શકવાની સમસ્યા હોઈ શકે છે. તેમને ધુંધળુ અને બે-બે વસ્તુઓ દેખાવાની, તીવ્ર પ્રકાશમાં રેટિનાને ઈજા પહોચવાની, કાળા ધબ્બા દેખાવાની, લાલ ધબ્બા, આંખોમાં ધારીઓ વગેરે સમસ્યા થઈ શકે છે કે જેનાથી લોહી આવવું કે આંખોની નજર આગળ પડદો છવાઈ શકે છે અને આંખો ખરાબ થઈ શકે છે.

English summary
Did you know that diabetes can lead to an eye problem as well? Yes, your eyes can be affected if there is an increase in your sugar consumption.
Story first published: Wednesday, February 8, 2017, 17:51 [IST]
X
Desktop Bottom Promotion