For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાત્રે કરાતી સ્નૅકિંગથી કેવી રીતે પામશો છુટકારો ?

By Lekhaka
|

નાઇટ ટાઇમ સ્નૅકિંગ આજ-કાલ ખૂબ જ સામાન્ય બાબત છે. યુવા પેઢી તેનો સૌથી વધુ ભોગ બની છે. જોકે તેમાં કોઈ નરસાઈ નથી, આપને જ્યારે પણ ભૂખ લાગે, ખાવું જોઇએ. પછી તે દિવસ હોય કે રાત, પરંતુ જોવામાં આવ્યું છે કે રાત્રિનાં સમયે લોકો સ્નૅક્સ ખાવાનું બહુ પસંદ કરે છે અને તે નુકસાનકારક છે. વજન વધવાનું સૌથી મોટુ કારણ પણ નાઇટ ટાઇમ સ્નૅકિંગ જ જાણવા મળ્યું છે.

એક શોધ મુજબ જો આપ સવારનો નાશ્તો યોગ્ય રીતે નથી કરતા, તો રાત્રે ક્યારેય પણ આપને અચાનક ભૂખ લાગવાનું શરૂ થઈ જાય છે. તેથી પોતાનાં બ્રેકફાસ્ટમાં પૌષ્ટિક આહાર લો. ફાયબર અને કાર્બોહાઇડ્રેટથી યુક્ત આહારાનું સેવન સૌથી સારૂ રહે છે.

how to curb night time snacking

યોગ્ય રીતે નાશ્તો માત્ર કરી લેવાથી જ આપને દિવસ ભરની એનર્જી મળી રહે છે અને આપ સ્વસ્થ રહો છો, નહિંતર આપને ઘણી ભૂખ લાગશે અને આપ કંઈ પણ ઉંધુ-સીધું ખાતા રહેશો.

આ ઉપરાંત રાત્રે સારી રીતે ડિનરપણ કરો અને ખાધા પછી તરત સૂઓ નહીં. જો આપ સાંજે ખાધા વગર રાત્રિમાં સૂઈ ગયા, તો આપને ચોક્કસ ભૂખ લાગશે અને પછી આપ પેટ ભરવા માટે કંઈ પણ ખાશો કે જે હૅલ્ધી નહીં હશે.

ખાવાનાં ખૂબ શોખીન કે પેટૂ લોકોએ ધ્યાન રાખવું કે તેઓ દિવસનાં અંતે કિચનમાં વધુ ન જાય અને ખાવા-પીવાનાં સામાન પર ઓછામાં ઓછી નજર નાંખે. આપે પોતાનું ધ્યાન તેનાથી હટાવવું પડશે અને કોઈ કામમાં પોતાને મશગૂલ કરી લેવાનું હશે.

પરંતુ જો આપ આટલી માવજત બાદ પણ રાત્રે સ્નૅક્સ ખાવાથી વાઝ નથી આવતા, તો પોતાના માટે હાઈ કૅલોરી ધરાવતી કુકીઝને ન રાખો. ખાવા માટે કંઇક એવું રાખો કે જેનાથી આપનું પેટ ભરી જાય અને આપને ઊઁઘ આવી જાય. સાથે જ તે હૅલ્ધી પણ હોય. જેમ કે એક ગ્લાસ જ્યુસ, બાફેલા ઇંડા વગેરે.

English summary
Read to know how to curb nighttime snacking. Also, read to know the remedies to curb night time snacking.
Story first published: Wednesday, November 23, 2016, 10:57 [IST]
X
Desktop Bottom Promotion