Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
બ્લડ ગ્રુપથી ખબર પડશે હૃદય રોગનાં હુમલાનો ખતરો
એક શોધ મુજબ જે લોકોનું બ્લડ ગ્રુપ 'ઓ' નથી હોતું અને 'એ', 'બી' કે 'એબી' હોય છે, તેમને હાર્ટ ઍટૅક અને હૃદય સંબંધિત બીમારીઓથી મૃત્યુનો ખતરો 9 ટકા વધુ હોય છે.
એક શોધ મુજબ જે લોકોનું બ્લડ ગ્રુપ 'ઓ' નથી હોતું અને 'એ', 'બી' કે 'એબી' હોય છે, તેમને હાર્ટ ઍટૅક અને હૃદય સંબંધિત બીમારીઓથી મૃત્યુનો ખતરો 9 ટકા વધુ હોય છે.
પરિણામોથી જણાય છે કે વધુ ખતરો વોન વિલેબ્રાંડ કારકની અધિકતાનાં કારણે હોય છે. તે રક્તને થિજવનાર એક પ્રોટીન હોય છે કે જે થ્રામ્બોતિક ઘટનાઓ સાથે જોડાયેલું હોય છે.
'એ' બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં કૉલેસ્ટ્રૉલ વધુ હોય છે કે જેનાં કારણે હાર્ટ ઍટૅકની શંકા વધી જાય છે.
આ ઉપરાંત જેમનું બ્લડ ગ્રુપ 'ઓ' નથી હોતું, તેમનામાં પણ ગલેક્ટિન-3નું વધુ પ્રમાણ જોવા મળે છે। શોધકર્તાઓ મુજબ આ એક પ્રોટીન છે કે જે સોજા સાથે સંબંધિત છે અને હાર્ટ ફેલનાં રોગીઓમાં તેનાં માઠા પરિણામો જોવા મળે છે.
નેધરલૅંડમાં યુનિવર્સિટી મેડિકલ સેંટર ગ્રોનિજેનનાં વિદ્યાર્થી અને પ્રમુખ લેખક ટેસ્સા કોલેનાં જણાવ્યા મુજબ "અભ્યાસોથી જાણવા મળ્યું છે કે જે લોકોનું બ્લડ ગ્રુપ 'ઓ' નથી હોતું, તેમનામાં ધમનીઓ સાથે સંબંધિત બીમારીઓનો ખતરો 9 ટકા અને હૃદય સંબંધી બીમારીઓનો ખતરો પણ 9 ટકા સુધી વધી જાય છે."
આ અભ્યાસ હાર્ટ ફેલિયર 2017 તથા ચોથી વર્લ્ડ કૉંગ્રેસ ઑન એક્યૂટ હાર્ટ ફેલિયરમાં રજૂ કરાયો હતો.
અભ્યાસ માટે ટીમે 'ઓ' બ્લડ ગ્રુપ ધરાવતા અને 'ઓ' બ્લડ ગ્રુપ ન ધરાવતા લોકો પર કાર્ડિયોવૅસ્ક્યુલર ઘટનાઓ કે જેમાં માઇક્રોકાર્ડિયયલચેપ (હાર્ટ ઍટૅક), ધમનીઓથી સંબંધિત બીમારીઓ, હાર્ટ ફેલિયર, કાર્ડિયોવૅસ્ક્યુલર ઘટનાઓ તથા હૃદય સંબંધી મૃત્યુ દરનો સમાવેશ થાય છે, નું મેટા-એનાલિસિસ કર્યું.
કોલેનાં સુચન મુજબ "હૃદયથી સંબંધિત ખતરાનાં મૂલ્યાંકનમાં કૉલેસ્ટ્રૉલ, ઉંમર, લિંગ અને બ્લડ પ્રેશરની સાથે-સાથે બ્લડ ગ્રુપનો પણ સમાવેશ કરવો જોઇએ."