Just In
Don't Miss
આપનાં પીરિયડ્સ આપનાં આરોગ્ય વિશે શું જણાવે છે ?
આ લેખમાં પીરિયડ્સનીકેટલીક એવી વાતો વિશે જાણો કે જેનાથી આપને ખબર પડશે કે આપનાં શરીરમાં કંઇક ખોટુ તો નથી થઈ રહ્યું!
આ લેખમાં પીરિયડ્સનીકેટલીક એવી વાતો વિશે જાણો કે જેનાથી આપને ખબર પડશે કે આપનાં શરીરમાં કંઇક ખોટુ તો નથી થઈ રહ્યું ! કેટલીક અસુવિધાજનક વિપરીત અસરોને મહિલાઓનાં માસિક ધર્મ સાથે જોડી શકાય છે.
આ પરિસ્થિતિઓ વિવિધ મહિલાઓમાં અને વિવિધ માસિક ધર્મોમાં જુદી-જુદી હોઈ શકે છે. તેમાં ક્રૅમ્પિંગ, બ્લીડિંગ કે ઉબકા વિગેરેનો સમાવેશ થાય છે. ઘણી મહિલાઓ જણાવે છે કે પીરિયડ્સ દરમિયાન તેઓ વધુ લાગણીશીલ થઈ જાય છે અને તેનાથી તેમને તેમનાં દૈનિક કામ પતાવવામાં પણ મુશ્કેલી આવે છે.
ઘણી મહિલાઓને આ ગાળામાં ખૂબ થાક અને નબળાઈનો અનુભવ થાય છે. આ બધુ આ ગાળામાં હૉર્મોન્સમાં થતા ફેરફારોનાં કારણે થાય છે. આ માસિક ધર્મનાં સામાન્ય લક્ષણો છે. આજે અહીં આ લેખમાં અમે માસિક ધર્મ સાથે જોડાયેલા એવા લક્ષણો વિશે જણાવીશું કે જે કોઇક બીમારી કે સમસ્યા તરફ સંકેત કરે છે.
1. પીરિયડ્સ અચાનક બંધ થઈ જવું : શું થાય છે કે જ્યારે આપનાં પીરિયડ્સ અચાનક બંધ થઈ જાય ? તેનાં બે કારણો હોઈ શકે છે. કાં તો આપ સગર્ભા છો અથવા આપને મેનોપૉઝ આવી રહ્યું છે. જો આ બંને કારણો નથી અને છતાં પણ આપને પીરિયડ્સ નથી આવી રહ્યાં, તો પૉલીસિસ્ટિક ઓવેરિયન સિંડ્રૉમ, અસામાન્ય થાઈરૉઇડ ગ્લૅંડ, લો બૉડી ફૅટ અને ક્યારેક-ક્યારેક તાણની અધિકતા વિગેરેની સમસ્યા પણ હોઈ શકે છે.
2. પીરિડ્યમાં દર્દ થવું : શું આપને પીરિયડ્સ દરમિયાન બહુ વધારે દર્દ થાય છે ? પીરિયડ્સ દરમિયાન દર્દ થવું સામાન્ય વાત છે, પરંતુ જો આ દર્દ અસહ્ય થઈ જતું હોય અને તેનાં કારણે જો આપ પથારીએ પડી જવા માટે મજબૂર થઈ જતા હોવ, તો આપને એંડોમૅટ્રિઓસિસ, ફિબ્રોઇસ, ગર્ભાશયની સંરચનામાં અસામાન્યતા કે પહેલા થયેલા કોઇક ઑપરેશનનાં કારણે ઉત્તકોમાં ઈજા વિગેરેના કારણે દર્દ થવાની શક્યતા હોય છે.
3. હૅવી પીરિયડ્સ : જો આપને બહુ હૅવી પીરિયડ્સ આવે છે અને આપે દર કલાકે પૅડ બદલવું પડે છે, તો આપને હેમોફીલિયા કે ફિબ્રોઇડ્સ હોઈ શકે છે. આ હૉર્મોન્સમાં અસંતુલનનાં કારણે પણ હોઈ શકે જેમ કે એસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોનની કક્ષામાં પરિવર્તનનાં કારણે. ઘણા ઓછા કેસોમાં આ લક્ષણો ગર્ભાશયનું કૅંસર હોય છે.
4. અનિયમિત પીરિયડ્સ : મહિલાઓમાં અનિયમિત પીરિયડ્સની સમસ્યા પણ જોવા મળે છે. તેની ઉપેક્ષા ન કરો, કારણ કે એવા હૉર્મોન્સમાં અસંતુલન, પૉલીપ્સ તથા ફિબ્રોઇડ્સનાં કારણે હોઈ શકે છે. જો આપ આ ઉપરોક્ત પરિસ્થિતિઓથી ગ્રસ્ત છો, તો જેટલી વહેલુ બની શકે, સ્ત્રી રોગ નિષ્ણાત પાસે પોતાની તપાસ કરાવો.