Related Articles
સોજો ધરાવતી નસોમાં આરામ આપશે લીલા ટામેટાથી બનેલી આ પ્રાકૃતિક દવા
વધતી ઉંમર સાથે આપણને ઘણી બધી ચિંતાઓ પજવવા લાગે છે, કારણ કે એક તરફ વધતી વયે આપણી એનર્જી ઓછી થતી જાય છે, તો બીજી બાજુ બીમારીઓ પણ આપણને ઘેરવાનું શરૂ કરી દે છે.
જોકે માણસ જીવનનાં કોઈ પણ તબક્કે બીમાર પડી શકે છે, પરંતુ જ્યારે આપણે યુવાન હોઇએ છીએ, તો આપણું ઇમ્યુન સિસ્ટમ સારી રીતે ડેવલપ નથી હોતું, તેથી આપણે નાની-નાની બીમારીઓનાં ચક્કરમાં આવી જઇએ છીએ.
જ્યારે બીજી બાજુ ઉંમર વધવાની સાથે આપણું મેટાબૉલિઝ્મ ધીમું થવા લાગે છે અને કોશિકાઓ ફરીથી બનવા લાગે છે.
આ જ કારણે એજિંગ સાથે જોડાયેલી સમસ્યાઓ પેદા થવા લાગે છે; જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેંશન, હાર્ટ ડિસીઝ, જૉઇંટ પેઇન વગેરે. તેવી જ રીતે ઉંમરનાં 50મા તબક્કે 'ֹવૅરીકોસ વેંસ' એટલે કે નસોમાં સોજાની સમસ્યા શરૂ થઈ જાય છે. નસોની આ સમસ્યા સામાન્યતઃ મહિલાઓમાં વધુ જોવામાં આવે છે.
હકીકતમાં નસોમાં સોજાનું કારણ હો છે નસોનું ઘટવું કે વધવું અથવા તો પછી નસોમાં જરૂર કરતા વધુ લોહી જમા થઈ જવું કે જેનાં કારણે નસોમાં સોજો આવી જાય છે. ત્યાંની ત્વચા ઉપસેલી અને ખરબચડી અનુભવાય છે.
સાથે જ આ બીમારીનાં લક્ષણો પણ મોડેથી સમજાય છે. જોકે સોજો ધરાવતી આ નસોનાં કારણે હાઈ બ્લડ પ્રેશર પણ થઈ શકે છે, પરંતુ જે તેમને સમયસર ચકાસવા કે તપાસવામાં ન આવે, તો સર્જરીની નોબત સુદ્ધા આવી શકે છે.
તેથી આજે અમે અહીં એક પ્રાકૃતિક દવા વિશે જણાવવા જઈ રહ્યાં છે કે જે આ નસોનાં સોજાને ઓછો કરવામાં મદદગાર છે.
આમ તૈયાર કરો આ પ્રાકૃતિક દવા
લીલા ટામેટા - 2 મીડિયમ સાઇઝનાં
મધ - 1 ટેબલ સ્પૂન
આ બંને વસ્તુઓને મેળવી તૈયાર થયેલું મિક્સર સોજો ધરાવતી નસો માટે ખૂબ જ કારગત સાબિત થયું છે. બસ જરૂર છે તેને રોજ યોગ્ય પ્રમાણમાં લેવાની. લીલા ટામેટાઓમાં પ્રાકૃતિક રીતે ઍલ્કાલોઇડ સોલાની નામનું તત્વ મોજૂદ હોય છે. તેનાંથી બ્લડ ક્લોથ એટલે કે લોહીનાં થક્કા પ્રાકૃતિક રીતે સારા થઈ જાય છે. તેથી તેમને નસોનાં સોજાનાં ઉપચાર માટે સારૂં ગણવામાં આવે છે. આ ઉપરાંત તેમનાંમાં રહેલા ન્યુટ્રિયંટ્સ નસોને વધુ મજબૂત બનાવે છે. સાથે જ ધ્યાન રાખો કે જેમને ડાયાબિટીસ તથા હાઇપરટેંશન જેવી બીમારી છે અને બૉડીમાં આવી સોજો ધરાવતી નસો હોય, તો તરત તબીબની સલાહ લેવાનું ન ચૂકો.
વિધિ
સૌપ્રથમ તમામ ટામેટાઓ અને મધને મેળવીને પાણી સાથે મિક્સીમાં વાટી લો. હવે આ તૈયાર મિક્સ્ચરને સવારે નાશ્તાથી પહેલા પીવો. આપ ઇચ્છો, તો આપ લીલા ટામેટાનાં છિલકાઓને પણ સોજો ધરાવતી નસો પર મલમની જેમ લગાવી શકો છો. એટલું જ નહીં, આ મિક્સ્ચર વડે મેદસ્તિવાતને પણ ઓછી કરી શકાય છે.