For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આંખોની નિયમિત તપાસ કરાવવાથી આ 4 ખતરનાક બીમારીઓથી બચી શકો છો આપ

By Lekhaka
|

દૃષ્ટિ વગર નિશ્ચિત રીતે કોઈ પણ માણસ એક સામાન્ય જીવન નથી જીવી શકતો, કારણ કે દૃષ્ટિ સંવેદી શક્તિઓમાંની એક છે કે જે બહુ આવશ્યક છે. તેથી આંખોને સ્વસ્થ અને સલામત રાખવા માટે આપે તેની પૂરતી સંભાળ રાખવી જોઇએ.

આજ-કાલ મોટાભાગનાં લોકો ખૂબ જ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી જીવે છે. દિવસ ભર કૉમ્પ્યૂટચર, ફોન વગેરે જેવા ઇલેક્ટ્રૉનિક ઉપકરણો પર કામ કરવાથી આંખો પર અસર પડે છે.

benefits of eyes tested

સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રૉનિક ગૅઝેટ્સનો વધુ ઉપયોગ અને પ્રદૂષણ, ખરાબ આહાર વગેરે બાબતો આંખોને નબળી બનાવી શકે છે. આ સુનિશ્ચિત કરવા માટે કે આપની દૃષ્ટિ બરાબર છે અને કોઈ બીમારી નથી, તો આપે નિયમિત આધારે આંખોની તપાસ કરાવવી બહુ મહત્વની છે.

એક અભ્યાસ મુજબ આંખોનાં પરીક્ષણથી કૅંસર, હૃદય રોગ અને અન્ય મુખ્ય બીમારીઓ શોધી કાઢવામાં મદદ મળી શકે છે. ચાલો જાણીએ આંખોની તપાસ કરાવવાથી કયા-કયા રોગોની જાણ થાય છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસ

આંખોની નિયમિત તપાસ કરાવવાથી આ જાણી શકાય છે કે રેટિનામાં થોડુ-ઘણુ લોહી તો નથી કે જે બ્રેસ્ટ વીનનાં કારણે હોઈ શકે છે. તેનાથી આ ખબર પડે છે કે આપ ડાયાબિટીસની ઝપટચે છો. સ્વાભાવિક છે કે આ લક્ષણથી આપને ડાયાબિટીસનાં ઉપચારમાં મદદ મળી શકે છે.

બ્રેન ટ્યૂમર

બ્રેન ટ્યૂમર


બ્રેન ટ્યૂમર સૌથી ઘાતક પ્રકારનાં કૅંસરમાનું એક છે અને આ બહુ સામાન્ય. છે. જ્યારે તપાસ દરમિયાન દૃષ્ટિમાં અસામાન્ય પરિવર્તન, ઑપ્ટિક તંત્રિકાનો રંગ બદલવો વગેરે ખબર પડે છે, ત્યારે તેનાથી બ્રેન ટ્યૂમરની ઉપસ્થિતિ શોધી કાઢવામાં મદદ મળી શકે છે.

હાર્ટ ડિસીઝ

હાર્ટ ડિસીઝ

વૃદ્ધ લોકોમાં હૃદય રોગ ખૂબ જ સામાન્ય બાબત છે અને હૃદયની બીમારીઓ માટે સૌથી સ્પષ્ટ કારણ હાઈ કૉલેસ્ટ્રૉલ તથા હાઈ બીપી છે. જ્યારે તપાસ દરમિયાન આ નિદાન થાય છે કે કૉર્નિયાની આજુબાજુ સફેદ રંગનાં છલ્લા (રિંગ) છે, તો આ હાઈ કૉલેસ્ટ્રૉલ કે હાઈ બીપીનો સંકેત હોઈ શકે છે કે જે પાછળથી હૃદય રોગોમાં પરિણમી શકે છે.

મલ્ટિપલ સ્કેલેરોસિસ

મલ્ટિપલ સ્કેલેરોસિસ

મલ્ટિપલ સ્કેલેરોસિસ એક ખતરનાક રોગ છે કે જેમાં પ્રતિરક્ષણ પ્રમાલી તંત્રિકાનાં ઊતકોના સંરક્ષણાત્મક પડને નષ્ટ કરે છે કે જેથી અંગની ગંભીર ક્ષતિ થાય છે. આંખોની તપાસથી સ્કેલેરોસિસની હાજરી નક્કી કરવામાં મદદ મળી શકે છે, કારણ કે આ ઘાતક બીમારી ધરાવતા લોકોમાં ઑપ્ટિક તંત્રિકામાં સામાન્ય રીતે સોજો હોય છે.

English summary
Nowadays, most people live unhealthy lifestyles. Working on electronic devices like computers, phones, etc. throughout the day has an impact on the eyes.
Story first published: Thursday, October 5, 2017, 11:55 [IST]
X
Desktop Bottom Promotion