For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લંચમાં ખવાતા કયા ફૂડથી થઈ શકે છે ગૅસ ?

By Lekhaka
|

લંચ દિવસનું સૌથી મહત્વનું ભોજન હોય છે. શરીરને આખો દિવસ ઉર્જાવાન બનાવી રાખવા માટે લંચ યોગ્ય અને પોષક તત્વોથી ભરપૂર કરવું ખૂબ આવશ્યક છે.

આરોગ્યવર્ધક લંચ કરવાથી શરીરને નાશ્તા બાદ પુનઃ ઉર્જા અને તાકાત મળે છે. લંચ કરવાથી શરીરનું બ્લગ સુગર લેવલ પણ જળવાઈ રહે છે.

પરંતુ ઘણી વખત આપે જોયું હશે કે લંચ કરવાનાં થોડાક જ સમય બાદ આપને ગૅસની સમસ્યા ઊભી થઈ જાય છે. એવામાં આખો દિવસ ચોપટ થઈ જાય છે અને ઘણી વખત આવતા ઓડકાર કે પાદનાં કારણે આપે બીજાઓની સામે ક્ષોભ પણ અનુભવવો પડે છે.

બોલ્ડસ્કાયનાં આ આર્ટિકલમાં અમે આપને જણાવીશું કે લંચમાં કયા પ્રકારનાં ભોજન કરવાથી ગૅસ પેદા તવાની સમસ્યા ઊભી થાય છે. વાંચો :

1. બીન્સ

1. બીન્સ

બીન્સ આરોગ્યવર્ધક અને સારાં હોય છે, પરંતુ તેમાં ઓલિગોસાચ્ચારાઇડ્સ હોય છે કે જે એક પ્રકારનાં સુગર મૉલિક્યુલ હોય છે કે જે સરળતાથી પચતા નથી. જો બીન્સને સારી રીતે પાણીમાં પલાડી દઇએ અને પછી બનાવીએ, તો આ મૉલિક્યુલ સરળતાથી પચી જાય છે, નહિંતર ગૅસ થવા લાગે છે. લંચમાં બીન્સનું સેવન કરવાથી થોડુંક બચવું જોઇએ.

2. વટાણા

2. વટાણા

બીન્સની જેમ વટાણામાં પણ અપાચ્ય ઓલિગોસાચ્ચારાઇડ્સ હોય છે. તેમનામાં પેટમાં ગૅસ બનાવવાની ક્ષમતા હોય છે. બાફેલા વટાણાથી થોડીક રાહત મળી શકે છે, પરંતુ જો કોઈને પેટમાં વારંવાર સમસ્યા રહેતી હોય, તો વટાણાનું સેવન બપોરે કરતા પહેલા વિચારી લેવું.

3. કૉબિજ

3. કૉબિજ

કૉબિજ ગૅસ બનાવતું ફૂડ છે. તેને લંચમાં ખાવાથી પેટમાં ગૅસ થવી સામાન્ય બાબત છે.

4. ઘઉં

4. ઘઉં

આપને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ ઘઉંમાં ગ્લૂટેન નામનું પ્રોટીન હોય છે કે જેના કારણે પેટમાં ગૅસ બને છે. ઘણી વખત લંચમાં સાદુ ભોજન ખાવા છતા ગૅસ બનતું હોય, તો તેનું કારણ ઘઉંનાં લોટમાંથી બનેલી રોટલીઓ પણ હોય છે.

5. બટાકા

5. બટાકા

બટાકા સૌ કોઈની પસંદ હોય છે. તેમાં સ્ટાર્ચ હોય છે કે જે પેટમાં ગૅસ બનાવી નાંખે છે. તેને લંચમાં નકારવું થોડુંક મુશ્કેલ થઈ પડે છે, પરંતુ જો આપને વધુ ગૅસની સમસ્યા હોય, તો બટાકાનું સેવન ક્યારેય ન કરો.

English summary
Beans are healthy and yum. But they contain oligosaccharides, a type of sugar molecule that is hard to digest. These sugar molecules can be broken down by soaking the beans overnight. But if you're running short on time and haven't been able to soak them overnight, then you can skip beans for lunch.
X
Desktop Bottom Promotion