થાક લાગી રહ્યો હોય, તો તરત ખાવો આ ફૂડ, દૂર થઈ જશે થાક

Posted By: Lekhaka
Subscribe to Boldsky

થાક એક એવી વસ્તુ છે કે જે કોઈને પણ નથી ગમતો. થાક લાગતા જરૂરીથી જરૂરી કામ પણ ટળી જાય છે. શું આપને ખબર છે કે શરીરને થાક કેમ લાગે છે ?

જો આપનાં આહારમાં કેટલાક જરૂરી પોષણની ઉણપ હોય, તો આપને થાક લાગશે. સાથે જ જો આપનું સૂવાનું રૂટીન સારૂ નથી, તો પણ આપ સવારે થાકેલા અનુભવશો.

જો આપને બહુ થાક અનુભવાતો હોય, તો આપે કેટલાક એવા ફૂડ પોતાનાં મીલમાં સામેલ કરવા જોઇએ કે જેથી થાક તદ્દન રફૂચક્કર થઈ જશે. તેમને ખાવાથી આપના શરીરને ફટાકથી એનર્જી મળશે અને આપ પોતાનું અધૂરૂ કામ આરામથી કરી શકશો.

થાક લાગી રહ્યો હોય

આજે અમે આ આર્ટિકલમાં આપને એવા જ કેટલાક ફૂડ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે શરીરનો થાક મટાડવામાં તરત જ મદદ કરે છે.

કોળુનાં બીજ
તેમાં ઢગલાબંધ પ્રોટીન, વિટામિન અને ઓમેગા 3 ફૅટી એસિડ હોય છે. આ તમામ પોષણો શરીરને ફટાકથી એનર્જી આપે છે અને થાક સામે લડવામાં મદદ કરે છે.

થાક લાગી રહ્યો હોય

અખરોટ
આ એક સારૂં સ્નૅક છે કે જેને એનર્જી વધારવા માટે ખાઈ શકાય છે. અખરોટમાં પ્રોટીન, વિટામિન અને ઓમેગા 3 ફૅટી એસિડ હોય છે કે જે થાક સામે લડવામાં મદદ કરે છે.

થાક લાગી રહ્યો હોય

ઓટમીલ
તેમાં પ્રોટીન, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ તેમજ વિટામિન બી1 હોય છે કે જે એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે. સાથે જ તેમાં ફાયબર તથા કાર્બોહાઇડ્રેટ પણ હોય છે કે જે એનર્જી વધારે છે.

દહીં
દહીંમાં પ્રોટીન તેમજ કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ બહુ વધારે હોય છે. સાથે જ તે પેટ પણ સારૂં રાખે છે.તેથી તેને દિવસમાં એક વાર ખાવાનું ન ચૂકો.

થાક લાગી રહ્યો હોય

તડબૂચ
તેમાં પાણીતથા ઇલેક્ટ્રૉલાઇટ્સનું પ્રમાણ સારૂં એવું હોય છે કે જેને ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તેને ખાવાથી શરીરને તરત જ એનર્જી મળે છે.

English summary
In this article, we at Boldsky have listed out a few superfoods that fight fatigue and provide an instant energy. Read on to know more about it.
Story first published: Tuesday, December 6, 2016, 10:34 [IST]