સાવધાન ! આ વસ્તુઓ સાથે ભૂલથી પણ ન ખાવો આ દવાઓ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આપને કદાચ જ એવા લોકો મળશે કે જે કોઈ પણ પ્રકારની દવાઓનું સેવન ન કરતાં હોય. કોઇક ડાયાબિટીસ કે બીપીથી પરેશા છે, તો કોઇકને સામાન્ય શરદી-સડેખમ થઈ ગયું છે... એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક વ્યક્તિ કોઇકનાં કોઇક સ્વરૂપે દવાઓનું સેવન કરી રહી છે.

ઘણા લોકો જલ્દી સાજા થવા માટે દવાઓનું સેવન દૂધ, ફ્રૂટ જ્યુસ કે કૉફી પીતા-પીતા કરી લે છે. તો ઘણા લોકો એ જાણે છે કે જો બીમારી વહેલી સાજી કરવાની હોય, તો ઢગલાબંધ શાકભાજીઓ તેમજ ફળો ખાવા જોઇએ.

પરંતુ મિત્રો ! શું આપને આ અંગે માહિતી છે કે ખાવા-પાવાની કઈ વસ્તુઓને કયા-કયા પ્રકારની દવાઓ સાથે મિક્સ કરીને ખાવી જોઇએ, નહિંતર આરોગ્ય પર માઠી અસર પડશે ?

જો દવાઓનું સેવન ખોટા ખાન-પાન સાથે કરવામાં આવે, તો તે દવાઓની અસર શરીર પરનથી થતી અને સાથે જ તે આરોગ્ય માટે પણ ખતરનાક બની જાય છે. આજે અમે આ જ અંગે માહિતી આપીશું. આવો જોઇએ :

કૉફી

કૉફી

કૉફી સાથે આપે અસ્થમાની દવા Bronchodilators ન લેવી જોઇએ. જ્યારે તેને કૉફી સાથે મિક્સ કરવામાં આવે છે, તો ધબકારા, ગભરામણ તથા ઉત્તેજના વધી જાય છે.

કેળા

કેળા

કેળા સાથે બ્લડ પ્રેસરની દવાઓ ન લો. કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે કે જે સારી વાત છે, પરંતુ એવા લોકો કે જો બ્લડ પ્રેસર કંટ્રોલ કરવાની દવાઓ ખાય છે, તેમની અંદર કેળા ખાવાથી પોટેશિયમનું પ્રમાણ વધી શકે છે કે જે તેમના ધબકારા અને ગભરામણ વધારી શકે છે.

દારૂ

દારૂ

જો આપ ડાયાબિટીસની દવા કે પછી એંટીથિસ્ટેમાઇંસની દવાઓનું સેવન કરતા હોવ, તો દારૂ ન પીવો. એમ પણ દવાઓમાં દારૂનું સેવન કરવાની ચેતવણી સ્પષ્ટ લખેલી હોય છે. દારૂ પીવાથી જિગર પર દબાણ પડે છે કે જેથી જિગર દવાઓ તોડવામાં અસમર્થ બની જાય છે. આ કારણે ઊંઘ આવી શકે છે અને જો આપનાં જિગરે સખત મહેનત કરવી પડશે, તો તે ડૅમેજ પણ થઈ શકે છે.

લીલી શાકભાજીઓ

લીલી શાકભાજીઓ

જો આપ એંગીકૉગુલેંટ્સ (રક્તને પાતળું કરતી દવા) જેમ કે વારફ્રેન વગેરેનું સેવન કરો છો, તો આપ પાંદડાયુક્ત શાકભાજીઓનું સેવન ન કરો. લીલી પાંદડાયુક્ત શાકભાજીઓ વિટામિન કે હોય છે કે જેનાથી રક્ત જામવા લાગે છે. વારફ્રેન નામની દવા વિટામિન કેથી બચાવવાનુ કામ કરે છે, પરંતુ જો આપ દવા ખાધાનાં તરત બાદ લીલી શાકભાજીઓ ખાશો, તો આ દવા કામ નહીં કરે.

નદ્યપાન મૂળ

નદ્યપાન મૂળ

જો આપ હાર્ટની દવાઓ ખાતા હોવ, તો નદ્યપાનનાં મૂળ ન ખાવો. નદ્યપાનનાં મૂળ શરીરમાં પોટેશિયમનું પ્રમાણ ઘટાડી દે છે કે જે હદય સંબંધિત બીમારીઓથી ગ્રસ્ત લોકો માટે ખતરનાક છે. શરીરમાં ઓછા પોટેશિયમનાં કારણે હાર્ટ ફેલિયર તથા હૃદયના લયનું અસમાનાન્ય રીતે ઘટવું કે વધવું ચાલુ રહી શકે છે.

મોસંબી

મોસંબી

મોસંબી સાથે સ્ટૅટિંસ નામની દવા ન ખાવો કે જે બ્લડ પ્રેશરને ઓછું કરવાનું કામ કરે છે. મોસંબીમાં એક પ્રકારનું કેમિકલ હોય છે કે જે સ્ટૅટિંસને શરીરમાં ભળવાથી રોકે છે. એવામાં જો આપ બેદરકારી કરશો, તો આપની માંસપેશીઓમાં દુઃખાવો થવા લાગશે.

દૂધ

દૂધ

જો આપ એંટીબાયોટિક દવાઓ ખાતા હોવ, તો દૂધ ન પીવો. Ciprofloaxacin અને tetracycline જેવી દવાઓ ભોજન કર્યાનાં એક કલાક પહેલા અથવા બે કલાક બાદ પાણી સાથે ખાવો. દૂધ પીવાથી આ દવાઓ શરીરમાં બરાબર ભળી નહીં શકે અને ઉપરથી સાઇડ ઇફેક્ટ થશે.

કફ સીરપ સાથે લિંબુ કે નારંગી

કફ સીરપ સાથે લિંબુ કે નારંગી

કફ સીરપ સાથે લિંબુ કે નારંગી ન ખાવો. તેની સાઇડ ઇફેક્ટ્સનાં કારણે આપને મતિભ્રમ કે ચક્કર આવી શકે છે. ફળ ખાવાની અસર આપનાં શરીરમાં 24 કલાક જળવાઈ રહી શકે છે. તેથી જ્યારે પણ કફનું સીરપ પીવો, ત્યારે લિંબુ કે નારંગીથી દૂર રહો.

English summary
Some foods can prevent prescription medication from working. They also have dangerous side-effects. Here's what to watch out for:
Story first published: Monday, December 12, 2016, 15:00 [IST]