For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓફિસમાં કામ કરનાર શીખો હાઇ બીપીને કાબુ કરવાની ૫ રીત

સીડી ચડવાથી તમારા શરીરનું બ્લડ સર્કયુલેશન ઠીક થશે અને તેનાથી તમારી એક્સસાઈઝ પણ થઈ જશે.

By KARNAL HETALBAHEN
|

જો તમને હાઈ બીપીની પ્રોબ્લેમ છે તો તેનો ફક્ત નંબર જ તમારા મગજમાં ના રાખો. પરંતુ તેને કેવી રીતે કંટ્રોલ કરીને રાખવાનું છે તે પણ જાણો. ઓફિસમાં જોબ કરનાર લોકોને એમ તો ઘણી બિમારીઓ થઈ જાય છે પરંતુ તેમાંથી હાઈ બીપીની સમસ્યા ઘણા વધારે લોકોને થાય છે. જો તમને પણ હાઇ બીપીની સમસ્યા છે તો દવાઓ પર નિર્ભર ના રહો અને લાઇફસ્ટાઈલ ચેન્જ કરો. તેનાથી તમારી દવાઓનો ખર્ચ ઘટશે અને ધીમે ધીમે દવાઓનું સેવન કરવું પણ બંધ કરી દેશો.

જો ઓફિસવાળા હોય તો હવે ઓફિસનું બાનું ના કાઢો કેમકે હાઈ બીપી ખૂબ ખતરનાક બીમારી છે. આજે અમે તે લોકો માટે ટિપ્સ લાવ્યા છીએ, જેમને હાઇ બીપી છે અને તે ઓફિસમાં કામ કરે છે.

લિફ્ટની જગ્યાએ કરો સીડીનો ઉપયોગ

લિફ્ટની જગ્યાએ કરો સીડીનો ઉપયોગ

સીઢી ચડવાથી તમારા શરીરનું બ્લડ સર્કુલેશન ઠીક થશે અને તમારી એક્સરસાઈઝ પણ થઈ જશે. તેનાથી હદય સ્વસ્થ રહેશે પરંતુ હા, જો છાતીમાં દુખાવો થાય કે શ્વાસ ચડવા લાગે તો તમારા ર્ડોક્ટરને જરૂર બતાવો.

કોફી વધારે ના પીવો

કોફી વધારે ના પીવો

ઓફિસમાં થાક અને આળસને દૂર કરવા માટે વધારે કોફી ના પીવો. તેનાથી તમારું બ્લડ પ્રેશર વધશે. જેમને હાઇ બીપીની સમસ્યા છે તેમને લાંબા સમય સુધી બીમારીનો સામનો કરવો પડી શકે છે. તેની જગ્યાએ ગ્રીન ટી પીવો.

બહારનું જમવાનું ઓર્ડર ના કરો

બહારનું જમવાનું ઓર્ડર ના કરો

ઓફિસમાં બહાની જગ્યાએ ઘરનું ખાવાનું લાવો. ઘરના ખાવામાં ઓછું મીંઠુ, તેલ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. સાથે જ તમારા લંચ બોક્સમાં વધારે ફળ અને શાકભાજી પેક કરો, જેને તમે સાંજે સ્નેક તરીકે ખાઈ શકો.

ડેસ્ક પરથી થોડી-થોડી વારે ઉઠો

ડેસ્ક પરથી થોડી-થોડી વારે ઉઠો

લાંબા સમય સુધી સીટ પર ના બેસો અને એક અડધો કલાક ઉઠીને આટા મારો. લાંબા સમય સુધી બેસી રહેવાથી મેટાબોલિઝમ ઘટે છે અને મોટાપો, હાઈ બીપી અને મધુમેહની બીમારીઓ થાય છે.

પ્રેશર અને સ્ટ્રેસથી દૂર રહો

પ્રેશર અને સ્ટ્રેસથી દૂર રહો

કામનો લોડ વધારે ના લો, પ્રેશર આવતા સીટ પરથી ઉઠીને થોડી વાર આટા મારો કે તમારા મિત્રને આ વિશે વાત કરો. કામમાં પ્રેશર તો આવશે જ પરંતુ તેને હેન્ડલ કરવાની રીત પણ તમારે જ શીખવી પડશે.

English summary
Follow simple tips to ensure your blood pressure is under control even at office. Here are few simple tricks that can help you manage hypertension when you are at work.
Story first published: Saturday, June 10, 2017, 13:45 [IST]
X
Desktop Bottom Promotion