Just In
- 599 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 608 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1338 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1341 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
આ આદતોનાં કારણે જ ડૉક્ટર ક્યારેય નથી પડતા બીમાર
મોસમ બદલાતા જ ઘણા લોકો બહુ જલ્દીથી શરદી-સડેખમ કે વાયરલની ઝપટે આવી જાય છે અને પછી તરત ડૉક્ટર પાસે ભાગે છે. આવા સમયે લોકોને સલાહ આપવામાં આવે છે કે છીંક ખાતી વખતે કે ખાંસી ખાતા વખતે મોઢે અને નાક પર રૂમાલ ચોક્કસ રાખો.
પરંતુ શું આપે ક્યારેય વિચાર્યું છે કે આખરે આ મોસમની અસર તબીબો પર કેમ નથી બડતી ? મોસમ બદલવાનાં કારણે તબીબો કેમ શરદી કે વાયરલની ઝપટે નથી આવતાં ?
જો આપ આ સવાલોનાં જવાબ જાણવા માંગો છો, તો આ આર્ટિકલમાં અમે આપને જણાવી રહ્યાં છીએ કે ડૉક્ટર પોતાની જાતને કઈ રીતે આ બીમારીઓથી બચાવીને રાખે છે.

કોઈ પણ વસ્તુને સ્પર્શતા પહેલા અને પછી હાથ ધુઓ :
આપે એક વસ્તુ પર ધ્યાન આપ્યું હશે કે દરેક મરીજનું ચેક-અપ કર્યા બાદ ડૉક્ટર પોતાનાં હાથ જરૂર ધુએ છે. હકીકતમાં તેમની આ આદત તેમને કોઈ પણ જાતનાં ઇન્ફેક્શનથી બચાવે છે. સૌથી વધુ ચેપ હાથો દ્વારાજ ફેલાય છે અને જ્યારેપણ આપ કોઇક એવી વસ્તુ સ્પર્શો છો કે જેનાં પર વાયરલ કે શરદી ફેલાવનાર બૅક્ટીરિયા મોજૂદ હોય છે, તો આપ પણ તેનો ભોગ બની જાઓ છો. તેથી તેને પોતાની આદતમાં સામેલકરો અને ખાસ તો ચોમાસા દરમિયાન તો હંમેશા આવું કરો.

હાથ ધોવાની યોગ્ય રીત :
હાથ ધોવા માટે કોઇક સારા સાબુ કે આલ્કોહલ બેસ્ડ સેનેટાઇઝરનો જ ઉપયોગ કરો. ધ્યાન રાખો કે સાબુ કરતા હાથ ધોવાની રીત વિશે જાણવું વધુ મહત્વનું છે. હાથને હંમેશા રગડીને લગભગ 20-30 સેકન્ડ સુધી પાણીની તીવ્ર ધારથી ધુઓ. આમ કરતા બૅક્ટીરિયા સમ્પૂર્ણપણે ખતમ થઈ જાય છે. આ ઉપરાંત રસોડામાં જતા પહેલા પોતાનાં હાથ જરૂર ધુઓ.

એક્સરસાઇઝ કરો :
વાયરલ કે કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શનથી બચવાની સૌથી આસાન રીત છે કે આપ નિયમિત એક્સરસાઇઝ કરો. દરરોજ સવારે ઉઠીને લગભગ 45 મિનિટ જૉગિંગ કરો અને એક્સરસાઇઝ કરો. તેનાંથી ઇમ્યુનિટી પાવર શ્રેષ્ઠ થવા લાગે છે કે જેથી શરીર કોઈ પણ જાતની બીમારી સામે લડવામાં સક્ષમ બની જાય છે. જો આપને તાવ પણ હોય, તો પણ આપ 20-30 મિનિટની કાર્ડિયો એક્સરસાઇઝ કરી શકો છો, પરંતુ જો તાવ 100 ડિગ્રી કે તેનાં કરતા વધુ હોય, તો એક્સરસાઇઝ ન કરો.

પ્રોબાયોટિકનું સેવન કરો :
શરીરને તમામ પ્રકારની બીમારીઓથી બચાવવા માટે શરીરમાં સારા બૅક્ટીરિયાનું પુરતુ પ્રમાણ હોવું ખૂબ જરૂરી છે. તેથી પોતાનાં ડાયેટમાં તે વસ્તુઓનો વધુ સમાવેશ કરો કે જેમાં હેલ્ધી બૅક્ટીરિયાનું પ્રમાણ વધુ હોય. તેનાં માટે આપ પ્રોબાયોટિક યોગર્ટ કે ફર્મેંટેડ ટીનું વધુમાં વધુ સેવન કરો.

શુગરનું ઓછું સેવન કરો :
જો આપ તાવથી બચવા માંગો છો, તો ગળ્યી વસ્તુઓનું સેવન ઓછું કરી દો. શુગરનું વધારે સેવન આપને જલ્દી બીમાર કરી શકે છે. તેથી ડાયેટમાં ચૉકલેટ,કૅંડી જેવીવસ્તુઓનું સેવન બિલ્કુલ ન કરો.

આલ્કોહલનું ઓછું સેવન :
ચોમાસાની સીઝનમાં આલ્કોહલનું ઓછામાં ઓછું સેવન કરો. આપને જણાવી દઇએ કે વધુ પ્રમાણમાં આલ્કોહલનાં સેવનથી આપની ઇમ્યુનિટી ક્ષમતા નબળી પડી જાય છે કે જેથી આપ બહુ જલ્દીથી કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શનનાં ભોગ બની શકો છો. ધ્યાન રાખો કે આ મોસમમાં આપજેટલી સાવચેતીઓ રાખશો, તેટલા જ આપ સ્વસ્થ રહેશો.