For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચા કે કૉફી પીતા પહેલા જરૂર પીવો પાણી, નહીં તો થશે આ નુકસાન

By Kanhaiya Koshti
|

ભારતમાં મોટાભાગનાં લોકો ચા કે કૉફી સાથે દિવસની શરુઆત કરે છે. કદાચ આપ પણ ! ફ્રેશ ફીલ કરવા માટે પથારી પર જ ચા કે કૉફી પીવા આપણી ટેવ બની ચુકી છે.

ઘણા લોકોને એ ખબર છે કે પથારી પર ઉઠતા જ ચા કે કૉફી લેવા ખરાબ ટેવ છે, તો ઘણા લોકોને હજી સુધી એ ખબર નથી કે ભૂખ્યા પેટે ચા કે કૉફી લેવી આરોગ્યમાટે કેટલી નુકસાનકારક છે.

છતાં પણ, મોટાભાગનાં લોકોને જાણ નથી કે ચા કે કૉફી પીતા પહેલા એક ગ્લાસ પાણી પીવું જોઇએ. મુંબઈમાં પોષણ અને લાઇફસ્ટાઇલ કોચ જણાવે છે કે ચાહે સવાર હોય કે સાંજ, આપણે ચા કે કૉફી પીતા પહેલા થોડુંક પાણી જરૂર પી લેવું જોઇએ.

Drink water before having tea or coffee

ચા કે કૉફી પહેલા કેમ પીશો પાણી ?

ચાય કે કૉફીથી પહેલા પાણી પીવાનો ફાયદો એ છે કે તે પેટમાં એસિડનું લેવલ ઓછું કરીદે છે. ચામાં પીએચ લેવલ 6 હોય છે (કે જે એસિડિક છે), કૉફીમાં એસિડ લેવલ 5 છે (આ પણ એસિડિક શ્રેણીમાં આવે છે). તેથી સવારે કે સાંજે ક્યારેય પણ ચા કે કૉફી પીવો, તે એસિડિટી વધારી શકે છે.

ભૂખ્યા પેટે ચા પીવાથી થઈ શકે છે કૅંસર

પેટમાં અલ્સર પેદા કરી શકે છે. અહીં સુધી કે કૅંસરનું કારણ પણ બની શકે છે. જો આપ ચા કે કૉફીથી પહેલાપાણી પીવો છો, તો તે માત્ર એસિડ લેવલને જ ઓછું નથી કરતું, પણ પેટની બીમારીઓનાં ખતરા ઓછા કરી શરીરને સ્વસ્થ રાખે છે.

ચા પહેલા પાણી પીવાથી દાંત ખરાબ નથી થતાં

ચા કે કૉફી પહેલા પીધેલું પાણી એસિડ દ્વારા દાંતો પર પડતી અસરથી પણ સંરક્ષણ આપે છે. પુરતા પ્રમાણમાં પાણી પીતા રહેવાથી શરીરને ભેજ મળતું રહે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો નિકળતાં રહે છે.

English summary
most people are aware of the fact that having bed tea or coffee is a bad idea, not many know that having tea or coffee on an empty stomach has similar effects on the health.
Story first published: Friday, June 2, 2017, 10:15 [IST]
X
Desktop Bottom Promotion