જાણો અસ્થમાનાં દરદીઓએ શું ખાવું અને શું ન ખાવું ?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

જાડાપણું સામાન્યતઃ અસ્થમા સાથે જોડાયેલું હોય છે. તેથી પોતાના ખાન-પાનનું ધ્યાન રાખવું જરૂરી છે કે જેથી આપનું અસ્થમા ઓર ન વધી જાય. સાથે જ અસ્થમા વધારતા પદાર્થોથી દૂરી જાળવી પણ ખૂબ જ જરૂરી છે.

એક સ્વસ્થ અને સમ્પૂર્ણ આહાર અસ્થમા (દમા) વિરુદ્ધ આપની લડાઈનો જરૂરી ભાગ હોઈ શકે છે. જાડાપણું સામાન્યતઃ અસ્થમા સાથે જોડાયેલું હોય છે. તેથી પોતાના ખાન-પાનનું ધ્યાન રાખવું જરૂરી છે કે જેથી આપનું અસ્થમા ઓર ન વધી જાય. સાથે જ અસ્થમા વધારતા પદાર્થોથી દૂરી જાળવી પણ ખૂબ જ જરૂરી છે.

અભ્યાસોથી જાણવા મળે છે કે જે લોકો ફળ અને તાજી શાકભાજીઓ ઓછી ખાય છે અને ડબ્બાબંધ ખાવાનું જ વધુ પસંદ કરે છે, તેમને અસ્થમા થવાની શંકા વધુ હોય છે. જોકે આ વાતની પુષ્ટિ થવી હજી બાકી છે.

 જાણો અસ્થમાનાં દરદીઓએ શું ખાવું અને શું ન ખાવું ?

છતા પણ એ સ્પષ્ટ છે કે જે લોકો વધુ વિટામિન સી અને ઈનું સેવન કરે છે, બીટા-કેરોટિન, મૅગ્નેશિયમ, ફ્લાવોનોઇડ, સેલેનિયમ, ઓમેગા-3-ફૅટી એસિડ પોતાનાં ખોરાકમાં લે છે, તેમને અસ્થમા થવાની શંકા ઓછી થઈ હોય છે.

આમાંથી મોટાભાગનાં પોષક આહારોમાં ઘણા બધા એંટી-ઑક્સીડંટ હોય છે કે જે કોશિકાઓનું રક્ષણ કરે છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે માત્ર એક આહાર નહીં, પણ આહાર તેમજ પોષક તત્વોનાં જૂથો અસ્થમાથી બચાવમાં મદદ કરે છે.

 જાણો અસ્થમાનાં દરદીઓએ શું ખાવું અને શું ન ખાવું ?

પરંતુ સારા, સ્વસ્થ અને પૌષ્ટિક આહારનો કોઈ વિકલ્પ નથી કે જે આપને અંદરથી મજબૂતી આપે અને આપ જીવાણુ, વિષાણુ અને એલર્જી, દરેક પ્રકારની બીમારીઓ સામે ઝઝૂમી શકો. અહીં અમે કેટલાક પોષક તત્વો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે અસ્થમા વિરુદ્ધ આપને અંદરથી તાકાત આપશે.

 જાણો અસ્થમાનાં દરદીઓએ શું ખાવું અને શું ન ખાવું ?

1. શાકભાજીઓ અને ફળો : સ્વસ્થ રહેવા અને પોતાની પ્રતિરોધક મતા વધારવા માટે જરૂરી છે કે આપ બહુ બધા તાજા ફળો અને શાકભાજીઓ ખાવો.

2. ઓમેગા-3-ફૅટી એસિડ : પોતાનાં ભોજનમાં માછલી અને અળસીનાં બીજને સ્થાન આપો. તેમનામાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા-3-ફૅટી એસિડ હોય છે. જોકે હજી સુધી આ વાતનાં કોઈ પ્રમાણ નથી મળ્યા કે આ અસ્થમાની રોકથામમાં ઉપયોગી છે, પરંતુ પોતાનાં આરોગ્યને બહેતર બનાવવા માટે આપ તેનો પ્રયોગ કરી શકો છો.

 જાણો અસ્થમાનાં દરદીઓએ શું ખાવું અને શું ન ખાવું ?

આ ક્યારેય ન ખાવું : અસ્થમામાં ખવાતા આહાર કરતા જરૂરી છે ન ખવાતા આહાર. પરેજી કરવાથી આપ અસ્થમાનો મુકાબલો શ્રેષ્ઠ રીતે કરી શકશો. આ તે આહાર છે કે જે બિલ્કુલ નહીં ખાવા જોઇએ.

 જાણો અસ્થમાનાં દરદીઓએ શું ખાવું અને શું ન ખાવું ?

1. વધુ કૅલોરી ધરાવતું ભોજન : જેવું કે અમે ઉપર જણાવ્યું, જાડાપણાથી આપને બીજી બીમારીઓ થવાની શંકા વધી જાય છે. માટે કૅલોરીનું સેવન બહુ ધ્યાનથી, સમજી-વિચારીને જ કરો.

2. ટ્રાંસ ફૅટ અને ઓમેગા-6-ફૅટી એસિડ : દરેક પ્રકારનાં ડબ્બાબંધ અને ફાસ્ટફૂડને અલવિદા કહી દો, કારણ કે તેનાથી અસ્થમાનાં લક્ષણ વધુ વકરી શકે છે.

 જાણો અસ્થમાનાં દરદીઓએ શું ખાવું અને શું ન ખાવું ?

3. પરિરક્ષક : ખાવાનાં બચાવ માટે પ્રયોગ કરાતા સલ્ફાઇટથી ક્ષણિક અસ્થમા થઈ શકે. આ પરિરક્ષકોથી સલ્ફર ડાયઑક્સાઇડ નિકળે છે કે જે ફેફસા માટે હાનિકારક છે. ડબ્બાબંધ ખોરાક ખાવાથી બચો, કારણ કે તેમાં પરિરક્ષકો ભળેલા જ હોય છે.

 જાણો અસ્થમાનાં દરદીઓએ શું ખાવું અને શું ન ખાવું ?

4. એલર્જી કરતા આહાર : જોકે તેમની સંખ્યા ઓછી જ હોય છે, પરંતુ ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને કોઇક ખાસ ભોજનથી એલર્જી થઈ જાય છે; જેમ કે ઇંડા, મગફળી, દરિયાઈ ખોરાક વિગેરે. આવા ભોજનોનું થોડુક પણ સેવન કરવાથી આવા લોકોને અસ્થમાનો ખતરનાક હુમલો થઈ શકે છે.

English summary
Have a look at the dos and donts of eating that asthma patients must follow.
Story first published: Monday, November 14, 2016, 10:20 [IST]