Just In
Don't Miss
જાણો, યૌન સંબંધ બાંધતી વખતે કયા કારણસર પુરુષોને થાય છે દુઃખાવો
રિલેશનશિપમાં ઇંટીમૅસી ઘણી જ સામાન્ય બાબત છે, પરંતુ ઘણી વાર પ્રેમ કરવો દુઃખાવાજનક પણ સાબિત થઈ શકે છે. અત્યાર સુધી આપે સાંભળ્યું હશે કે માત્ર મહિલાઓને જ સેક્સ દરમિયાન દુઃખાવો થાય છે, પરંતુ આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે કેટલાક મેડિકલ કારણોસર પુરુષોને પણ સેક્સ દરમિયાન બહુ દુઃખાવો થાય છે. આથી તેઓ પોતાની સેક્સ્યુઅલ લાઇફ એંજૉય નથી કરી શકતાં.
ચિંતા અને દુઃખાવાના પગલે તેઓ ઑર્ગેઝ્મ સુધી પહોંચી નથી શકતા. નથી તેઓ પોતાના પાર્ટનરને સેક્સ્યુઅલ લાઇફનો એંજૉય આપી શકે છે. આજે અમે આપને તે બધી સમસ્યાઓના કારણો જણાવવા જઈ રહ્યા છીએ. બાયસેક્સ્યુઅલ હોય કે ગે, 10માંથી 1 પુરુષ પરેશાન છે આ તમામ સેક્સ્યુઅલ પ્રૉબ્લેમથી કે જેના કારણે પુરુષોને સેક્સ દરમિયાન બહુ દુઃખાવો થાય છે.

પેરોની ડિસીઝ
પેરોની ડિસીઝ કે જેને ઇરેક્ટાઇલ ડિસફંક્શન પણ કહેવાય છે. તેના કારણે પણ પુરુષોને સેક્સ દરમિયાન ઘણી તકલીફો થાય છે. આ સમસ્યાથી ગ્રસ્ત થતા કહેવાય છે કે પુરુષોમાં આ બીમારીના કારણે પેનિસ જલ્દીથી ઉત્તેજિત થઈ જાય છે કે જેનાથી સેક્સ દરમિયાન દુઃખાવો વધી જાય છે. આમ તો આ સમસ્યા પેનિસમાં ટ્રૉમા કે પછી જેનેટિક સમસ્યાને કારણે પણ થાય છે.

પ્રોસ્ટૅટિસ
આ સમસ્યા થોડી-થોડી યૂરીન ઇન્ફેક્શનના જેવી જ હોય છે. આ સમસ્યામાં પેનિસની આજુબાજુ સોજા સાથે દુઃખાવો પણ થાય છે. ત્યાંની ત્વચા એટલી નાજુક બની જાય છે કે તેને હાથ લગાવવાથી પણ દુઃખાવો થવા લાગે છે. તેથી પુરુષો સેક્સનો આનંદ નથી માણી શકતાં.

એલર્જી
આમ તો આ સમસ્યા મહિલા અને પુરુષ કોઈને પણ હોઈ શકે છે, પરંતુ પુરુષોમાં જોવામાં આવે છે કે તેમના પેનિસની ત્વચા એટલી સેંસેટિવ હોય છે કે જેના પર ક્રીમ કે સાબુનો ઉપયોગ કરવાથી ઘણી વાર એલર્જી થઈ જાય છે. આ સમસ્યા થવા પર પણ પુરુષો સેક્સથી બચવાની કોશિશ કરે છે, કારણ કે તેમને સેક્સ કરવામાં તકલી થાય છે.

જેનાઇટલ હર્પ્સ
આપે આ નામ કદાચ અગાઉ ક્યારેય નહીં સાંભળ્યુ હોય, પણ આ એક એવી સમસ્યા છે કે જે થતા પુરુષોને ઇંટરકોર્સ કરવામાં ઘણી તકલીફો પડે છે. આ એક યૌન ચેપ છે કે જે દરમિયાન પેનિસની આસપાસ ગાંઠો કે પછી દાણાઓ થઈ જાય છે. આ દરમિયાન પુરુષો સેક્સ કરવાથી બચવાની કોશિશ કરે છે, કારણ કે ન તો તેઓ સેક્સ દરમિયાન આ સમસ્યાથી થતો દુઃખાવો સહન કરવાની હાલતમાં હોતા કે ન તેઓ પોતાના પાર્ટનરને સારી રીતે સંતુષ્ટ કરી શકે છે.

યૂરીન ઇન્ફેક્શન
સામાન્ય રીતે પુરુષો અને મહિલાઓ બંનેને જ યૂરીન ઇન્ફેક્શન થઈ શકે છે. તેના કારણે પેશાબમાં બળતરા, પેશાબમાંથી દુર્ગંધ જેવી પરેશાનીઓ સામે આવે છે. એટલુ જ નહીં, આ પણ જોવામાં આવ્યુ છે કે યૂરીન ઇન્ફેક્શન થવાથી સેક્સ દરમિયાન પણ દુઃખાવો થાય છે. સાથે જ પેનિસમાં ખંજવાળની પણ સમસ્યા થાય છે.

લિંકની ત્વચાનું કડક હોવું
આ સમસ્યાને ફિમોસિસ નામે ઓળખવામાં આવે છે. તેમાં પેનિસની સ્કિન બહુ કડક થઈ જાય છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે આ સમસ્યા થતા પેનિસની ત્વચામાં એટલી કડકાઈ આવી જાય છે કે પુરુષોને સેક્સ દરમિયાન ભારે દુઃખાવાનો અહેસાસ થાય છે. આ દુઃખાવો એટલો હોય છે કે તેઓ સેક્સ્યુઅલ લાઇફને એંજૉય નથી કરી શકતાં.