For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્કિન કૅંસરથી બચવા માટે તડકામાં નિકળતા પહેલા અપનાવો આ રીતો

By Lekhaka
|

આજકાલ લોકોને ઘણી સ્કિન સંબંધી સમસ્યાઓ થઈ જ જાય છે. આપે તેનાથી બચવા માટે ઘણા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. આપને જણાવી દઇએ કે આજના સમયમાં જે સૌથી ગંભીર સમસ્યાએ જન્મ લીધો છે તે છે સ્કિન કૅંસર.

હજી સુધી સાઇંટિસ્ટ પણ કૅંસરના યોગ્ય કારણો વિશે નથી જાણી શક્યા, પરંતુ પ્રદૂષણ અને ગંદકી પણ એક કારણ હોઈ શકે છે. તેથી શ્રેષ્ઠ રહેશે કે આપ એવા કપડાં પહેરો કે જેથી આપની ત્વચા વધુમાં વધુ ઢંકાયેલી રહે.

how to prevent skin cancer after sunburn

હંમેશા ધ્યાન રાખો કે આપે સલામત કપડાં પહેરવા છે કે જેથી આપની ત્વચા પ્રદૂષણથી સલામત રહે. આ રીતે આપ પોતાની ત્વચા પર પ્રદૂષણના પાર્ટિકલ જામવા નહીં દો અને સ્કિન કૅંસરનાં જોખમથી પણ સલામત રહેશો.

આપને આજે બતાવીશું કે કઈ રીતે આપ આ ખતરનાક સમસ્યાથી બચી શકો છો. તેના માટે આપે શું કરવું છે અને શું નહીં, આવો જાણીએ.

ફાસ્ટ ફૂડ્સથી રહો દૂર

ફાસ્ટ ફૂડ્સથી રહો દૂર

આપને જણાવી દઇએ કે આજ-કાલ લોકો વધુ ફાસ્ટ ફૂડનું સેવન કરે છે કે જે ખતરનાક છે. એટલુ જ નહીં, ફાસ્ટ ફૂડ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ તેલ પણ હાનિકારક છે. આ સ્કિન કૅંસરનું કારણ બની શકે છે. તેનાથી બચવા આપે ફાસ્ટ ફૂડથી દૂર રહેવાનું છે.

સૂર્યના કિરણોથી બચો

સૂર્યના કિરણોથી બચો

આપને જણાવી દઇએ કે આપે વધુ સૂર્યની સામે નથી રહેવાનું, કારણ કે આ હાનિકારક છે. સવારે 10થી લઈ સાંજે 5 વાગ્યા સુધી સૂર્યના કિરણો બહુ શક્તિશાળી હોય છે અને આ દરમિયાન સૌથી વધુ હાનિકારક કિરણોનો પ્રભાવ ત્વચા પર પડે છે. આપ સવારનો તડકો લઈ શકો છો.

સ્કિન કૅંસરનો ઉપચાર

સ્કિન કૅંસરનો ઉપચાર

જ્યારે આપને સૂર્યનાં કિરણોની શક્તિનો અંદાજો લગાવવો હોય, તો આપે શૅડોમાં જવું જોઇએ. સ્કિન કૅંસરથી બચવા માટે આ અનિવાર્ય છે કે આપ શૅડો રૂલનું પાલન કરો. શૅડો રૂલ આ દર્શાવે છે કે જેટલું ઓછુ શૅડો છે, તેટલા જ પ્રભાવશાળી સૂર્યના કિરણો છે.

છાંયડામાં રહો

છાંયડામાં રહો

ઘરમાંથી બહાર નિકળતી વખતે જેટલુ શક્ય હોય, તેટલું તડકાથી બચો અને છાંયડામાં રહો. જો આપ પબ્લિક બસમાં પ્રવાસ કરી રહ્યા છો, તો બસનો ઇંતેજાર કરતી વખતે બસ સ્ટૅંડના છાંયડા નીચે ઊભા રહો. પોતાની જાતને સંપૂર્ણપણે સૂર્યનાં કિરણોના પ્રભાવ હેઠળ ન લાવો. જો આપને કોઈ વસ્તુ ન મળે, તો આપ કૅપ પણ લગાવી શકો છો.

સન ગ્લાસિસ

સન ગ્લાસિસ

આંખો માટે તડકામાં નિકળતા પહેલા સન ગ્લાસિસનો ઉપયોગ કરો. સન ગ્લાસિસનો ઉપયોગ આંખોને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે કરવામાં આવે છે. આંખોના ભાગ ઉપરાંત સન ગ્લાસિસથી આપ પોતાની આંખોની આસપાસની જગ્યાને પણ સેફ રાખી શકો છો. આ એક સારો ઉપાય છે.

ટૅનિંગ બેડથી રહો દૂર

ટૅનિંગ બેડથી રહો દૂર

આપે ટૅનિંગ બેડથી અંતર જાળવી રાખવાનું છે. તે આપના માટે ખતરનાક હોય છે. મોટા ભાગનાં લોકો શરીરનના અંગોને સૂર્યના કિરણોથી ટૅનિંગ બેડ દ્વારા સ્પર્શ કરાવે છે, પરંતુ તેમને આ વાતની ખબર નથી હોતી કે આ આદતનાં કારણે તેમને સ્કિન કૅંસર થઈ શકે છે. આપ તીવ્ર કિરણઓથી બચીને રહો.

ત્વચાના ફેરફારો ઓળખો

ત્વચાના ફેરફારો ઓળખો

જો આપની સ્કિનમાં કોઈ સમસ્યા થાય છે, તો આપે ત્વચામાં થઈ રહેલા ફેરફારો ઓળખવા જોઇએ. આપે આ જોવું છે કે આપની સ્કિનમાં કોઈ સમસ્યા તો નથી. જો છે, તો આપે તેનાથી બચવાનાં ઉપાયો કરવા જોઇએ.

સન્સ ક્રીમનો ઉપયોગ કરો

સન્સ ક્રીમનો ઉપયોગ કરો

જો આપ તડકામાં વધુ નિકળો છો, તો આપને આ ખતરનાક કિરણોથી બચવા માટે સન્સ ક્રીમનો પ્રયોગ કરવો જોઇએ. આ આપની સ્કિનને સેફ રાખે છે.

પાણી પીતા રહો

પાણી પીતા રહો

જો આપ તડકામાં રહો છો અને ઓછું પાણી પીવો છો, તો આપને સ્કિન કૅંસરની સમસ્યા થઈ શકે છે. આ બહુ જ ખતરનાક છે. તેથી આપે તેનાથી બચીને રહેવું છે. સમય પર પાણી પીતા રહો.

English summary
Nowadays, you have many skin problems. To avoid this you have to keep things in mind in many ways. Let us know that the most serious problem this time has taken is skin cancer.
Story first published: Sunday, November 12, 2017, 12:56 [IST]
X
Desktop Bottom Promotion