માઇગ્રેન ઍટૅકથી બચવા માંગતા હોવ, તો ભૂલથી પણ ન ખાતા આ ફૂડ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

માઇગ્રેન એક પ્રકારની બીમારી હોય છે કે જેનાથી માથામાં ભયંકર દુઃખાવો થાય છે અને દરદીને ખૂબ જ અસહજતા અનુભવાય છે. અનેક પ્રકારનાં ફૂડનાં સેવનથી પણ માઇગ્રેનની સમસ્યા ઊભી થઈ શકે છે.

માઇગ્રેન એક પ્રકારની બીમારી હોય છે કે જેનાથી માથામાં ભયંકર દુઃખાવો થાય છે અને દરદીને ખૂબ જ અસહજતા અનુભવાય છે. અનેક પ્રકારનાં ફૂડનાં સેવનથી પણ માઇગ્રેનની સમસ્યા ઊભી થઈ શકે છે.

foods to avoid to prevent migraine

આ આર્ટિકલમાં અમે આપને જણાવી રહ્યાં છીએ કે કયા-કયા ફૂડ માઇગ્રેન ઍટૅકનાં કારણ બની શકે છે. તેનાથી આપને માઇગ્રેન ઍટૅકમાંથી રાહત મળશે, પરંતુ તે પહેલા આપ આ વાત જરૂરથી જાણી લો કે માત્ર ફૂડ જ માઇગ્રેનની સમસ્યાનું કારણ નથી હોતું.

ઘણી વાર હૉર્મોન્સનાં પ્રભાવ, તાણ, સાયકોલૉજી ફૅક્ટર તથા કેટલીક પ્રકારની દવાઓનું સેવન કરવાથી પણ માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે. સાથે જ બેકાર લાઇફ સ્ટાઇલ પણ આ બીમારીનું કારણ બની શકે છે. જે લોકો મોડી રાત સુધી ભૂખ્યા રહે છે, તેમને પણ આ સમસ્યા થઈ શકે છે.

foods to avoid to prevent migraine

સોડિયમ નાઇટ્રેટ તેવા ખાદ્ય પદાર્થોમાં પડેલુ હોય છે કે જેમને પ્રિઝર્વ કરવામાં આવે છે; જેમ કે હૉટ ડૉગ, બેકન કે મીટ વગેરે. તેના સેવનથી માઇગ્રેનનું ઍટૅક આવી શકે છે. સાથે જ પ્રિઝર્વેટિવ બેનેઝોઇક પણ માઇગ્રેનનું કારણ બની શકે છે. તેથી પ્રયત્ન કરો કે આપ આ બધાનું સેવન ન કરો.

એમએસજી એટલે કે મોનોસોડિયમ ગ્લૂામેટ એક પ્રકારનું ફ્લેવર ઇનહેંસર હોય છે કે જેનો ઘણા ફૂડમાં ઉપયોગ કરાય છે. તેનાં કારણે અનેક વખત માઇગ્રેન ઍટૅક આવી શકે છે. તમામ પ્રકારનાં પ્રોસેસ્ડ ફૂડમાં તેની હાજરી હોય જ છે.

foods to avoid to prevent migraine

જો આપને ચીઝ વધુ ગમે છે, તો આપે માઇગ્રેનનો દુઃખાવો સહન કરવો પડી શકે છે, કારણ કે મૂકી રાખેલા ચીઝમાં સૅચુરેટેડ ટાયરામાઇન હોય છે કે જે પ્રોટીનનાં બ્રેકઆડુન થવાથી બનીજાય છે. તેનાથી ઘણા લોકોને માઇગ્રેન ઍટૅક આવવાના ફરિયાદ ઊભી થાય છે.

કૅફીનને સામાન્ય કરતા વધુ પ્રમાણમાં લેવાથી માથાનો દુઃખાવો એટલે કે માઇગ્રેનની સમસ્યા ઊભી થઈ શકે છે. ચૉકલેટમાં ફિનાઇલેથાઇમાઇન હોય છે કે જેનાથી માઇગ્રેનની ફરિયાદ થાય છે. રેડ વાઇન તેમજ એસ્પાર્ટમેમાં પણ તે હોય છે.

આપ ઉપરોક્ત તમામ ફૂડને સંતુલિત પ્રમાણમાં જ ખાવો. સાથે જ જેટલું શક્ય હોય, તેનાથી દૂર રહો અને જ્યારે પણ ઘરનું અનાજ-પાણી ખરીદો, ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

English summary
There are certain ways to prevent migraine attacks. Read here to learn more.
Story first published: Wednesday, December 7, 2016, 12:30 [IST]