For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 9 સંકેતો વડે ઓળખો કે આપનાં શરીરમાં ગંદકી ભરાયેલી છે

By Lekhaka
|

જ્યારે આપણાં શરીરમાં ઢગલાબંધ ગંદકી એટલે કે ઝેરી પદાર્થો ભરાઈ જાય છે, તો તેઓ આપણને કેટલાક સંકેતો પણ આપે છે કે જેને જોઈને આપણે કહી શકીએ હવે આપણા શરીરને અંદરથી સાફ કરવાની જરૂર છે.

આ દુનિયામાં કોઈ પણ એવું નથી કે જેનાં શરીરનો ગંદકી સાથે પાલો ન પડે. આવું ત્યારે જ હોઈ શકે કે જ્યારે આપ જોઈ-સમજીને ખાઈ રહ્યા હોવ કે પછી જીવી રહ્યા હોવ. આપણાં શરીરમાં ગંદકી ધૂળ, પવન, પાણી અને ભોજન વગેરેમાંથી પણ આવી શકે છે.

એમ તો આપણાં શરીરમાં એવા ઢગલાબંધ અંગો છે કે જે ગંદકીને કાઢવાનું કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમની ઉપર વધુ શ્રમ પડે છે, ત્યારે તેઓ પોતાનું કાર્ય ધીમું કરી દે છે કે જેથી આપણા આરોગ્ય પર ખૂબ માઠી અસર પડે છે.

એ પહેલા કે આપણે બીમારીઓનું ઘર બની જઇએ, સારૂં રહેશે કે આપણે તે સંકેતોને ઓળખી લઇએ કે જે જણાવે છે કે આપણાં શરીરમાં ગંદકી ભરેલી છે.

કાયમ થાક લાગવો

કાયમ થાક લાગવો

ઊંઘ પૂર્ણ કર્યા બાદ પણ જો થાક લાગે, તો સમજો કે આપના બૉડીનાં દરેક ટિશ્યુમાં ગંદકી ભરેલી છે. આ ઉપરાંત થાક સાથે કોઈ પણ વસ્તુમાં ધ્યાન નથી લાગી શકતું.

સતત વજન વધવું

સતત વજન વધવું

વજન ઓછું કરવું આસાન નથી, પણ તેના માટે સતત ડાયેટ અને વ્યાયામ પર ધ્યાન આપવાનું હોય છે. જો આપ આમ જ કરી રહ્યા છો અને છતાં પણ વજન નથી ઘટી રહ્યું, તો આ આપના માટે ખતરાની ઘંટડી છે. આવું હૉર્મોનલ ઇમબૅલેંસનાં કારણે બની શકે છે.

કબજિયાત રહેવી

કબજિયાત રહેવી

આપનું પેટ ગંદકીને બહાર કાઢવાનું સૌથી મોટું કામ કરે છે. જો આપનું પાચન તંત્ર બરાબર કામ નથી કરી રહ્યું અને આપને કાયમ કબજિયાત રહેતીહોય, તો આપનાં શરીરમાં ગંદકી ભરાઈ જશે.

ત્વચાની સમસ્યા

ત્વચાની સમસ્યા

જો શરીરમાં ટૉક્સિન છે, તો ત્વચા પર સૌપ્રથમ અસર પડશે. ચહેરા પર ખીલ, રૅશ અને અન્ય એલર્જી થવી સામાન્ય બાબત બની જશે. આ જણાવે છે કે આપનાં લોહી કે ટિશ્યુમાં ટૉક્સિન છે.

શરીરનું ગરમ થવું કે અચાનક ગરમી લાગવી

શરીરનું ગરમ થવું કે અચાનક ગરમી લાગવી

જો શરીરમાં બહુબધી ગંદકી ભરેલી હશે, તો લીવરે તેને બહાર કાઢવામાટે બહુ વધારે મહેનત કરવી પડશે કે જેથી શરીર ગરમ થઈ જશે. તેનાથી પરસેવો આવશે અને ગંદકી ત્વચામાંથી બહાર નિકળશે.

સતત માથાનો દુઃખાવો રહેવો

સતત માથાનો દુઃખાવો રહેવો

લોહીમાં જો ગંદકી હોય, તો તે સીધી નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. તેનાથી રિએક્શન થશે અને સતત માથાનો દુઃખાવો બન્યો રહેશે.

શ્વાસમાં દુર્ગંધ

શ્વાસમાં દુર્ગંધ

જો આપ સારી ટૂથપેસ્ટ અને માઉથ વૉશનો પ્રયોગ કરો છો અને તે પછી પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે, તો તેનો મતલબ છે કે આપનાં પાચન તંત્રમાં ક્યાંક ગરબડ છે અથવાતો પછી લીવરમાં પણ ગંદકી જમા થઈ ગઈ હોવાનો સંકેત છે. આ ઉપરાંત આપની જીભ પણ પીળી નજરે પડશે.

ગૉલસ્ટોન

ગૉલસ્ટોન

ગૉલ બ્લૅડરમાં જો ઝેરી તત્વોહશે, તો પણ ઘાતક છે. તેનાથી લીવર ગૉલ બ્લૅડરમાં ઢગલાબંધ સારા બાઇલ જ્યુસ એકઠું કરવા લાગશે. તેનાથી ગાઢા પદાર્થથી ગૉલ બ્લૅડરમાં સ્ટોન થઈ શકે છે.

English summary
How can you figure out if you’re being overwhelmed with toxins? There are a number of signs you can take a look at that will serve as warning flags for problem areas.
Story first published: Monday, January 2, 2017, 11:14 [IST]
X
Desktop Bottom Promotion