Just In
- 593 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 602 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1332 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1335 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
8 જીવલેણ બીમારીઓ કે જેનાથી થઈ શકે છે વ્યક્તિનું 24 કલાકમાં મોત
એક કહેવત છે, 'બીમારી કરતા તો મરી જવું સારૂ છે'. વાસ્તવમાં કેટલીક બીમારીઓનાં લક્ષણો એટલા ભયાનક છે કે માણસ વિચારે છે કે તેના કરતા તો મરી જવું જોઇએ.
મનુષ્ય હોવાનાં નાતે આ જીવન સાથે આપણો પ્રેમ જોડાયેલો છે અને આપણે વધુમાં વધુ જીવવા માંગીએ છીએ તેમજ આપણે મોતને દૂર રાખવા માટે કંઈ પણ કરી છુટવા તૈયાર રહીએ છીએ. ઘણી વાર, માણસને લાગે છે કે તે બીમારી અથવા મૃત્યુ; બંનેમાંથી કોઈ એકની પસંદગી કરી લે.
કોઇક બીમારીનાં પ્રકાર તથા તેની ગંભીરતા પર વ્યક્તિના મૃત્યુની શક્યતા અવલમ્બે છે. જેવું કે આપણે સૌ જાણીએ છીએ કે કૅંસર અને એચઆઈવી જેવી ઘણી ભયાનક બીમારીઓ છે કે જે કેટલાક મહિનાઓ અને વર્ષો સુધી વ્યક્તિને પીડે છે અને પછી અંતે તે વ્યક્તિનાં મોતનું કારણ બની જાય છે.
જે દુઃખાવો અને અસહજતાથી લોકો આ બીમારીઓમાં પ્રભાવિત થાય છે, તેમના પરિજનો પણ દુઃખ પામતા, તડપતા તથા મોતનો ઇંતેજાર કરતા જુએ છે, તે સાચે જ અંદરથી હચમચાવી મૂકનારો અનુભવ છે. શું આપ જાણો છો કે કેટલીક એવી બીમારીઓ છે કે જે માણસને એક જ દિવસમાં ખતમ કરી શકે છે ? આવો આપને બતાવીએ.

1. ડેંગ્યુ
ડેંગ્યુનો જો સમયસર ઇલાજ ન કરવામાં આવે, તો તેનાથી એક જ દિવસમાં વ્યક્તિનું મોત થઈ શકે છે. તેમાં વ્યક્તિને ઉગ્ર તાવ આવે છે અને શરીરની અંદર ખૂન પ્રસરવાથી વ્યક્તિનું સંચાર તંત્ર સમ્પૂર્ણપણે ખરાબ થઈ જાય છે.

2. ઇબોલા
આ એક ઘાતક બીમારી છે. તેનાથી પીડાતી વ્યક્તિની સફેદ રુધિર કોશિકાઓ નષ્ટ થઈ જાય છે. તેથી રુધિરનો થક્કો નથી જામી શકતો. તેનાથી વ્યક્તિનાં શરીરની અંદર લોહી ફેલાઈ જાય છે અને અંગો ખરાબ થઈ જાય છે તેમજ મૃત્યુ થઈ જાય છે.

3. બ્યૂબાનિક પ્લેગ
આ પણ એક ખતરનાક બીમારી છે. બ્યૂબનિક પ્લેગના કેસો સમગ્ર દુનિયામાં સામે આવી રહ્યા છે. આ બીમારીમાં આંતરિક અંગોમાં ફુંસી-ગુમડા કે ઘા થઈ જાય છે કે જેથી અંગો ફેલ થઈ જાય છે.

4. એંટરોંવાયરસ ડી68
આ એક વાયરલ ચેપ છે કે જે શરીરનાં તરળ પદાર્થો સાથે ફેલાય છે. તે પીડિતનાં શ્વસન તંત્રને પ્રભાવિત કરે છે અને થોડાક જ કલાકોમાં જ પીડિતનું મૃત્યુ થઈ જાય છે.

5. ચગાસ
ચગાસ એક દુર્લભ બીમારી છે કે જેમાં હૃદય તથા પાચન તંત્ર જેવા આંતરિક અંગોમાં પરજીવીઓની સંખ્યા વધી જાય છે. જો તરત જ ઉપચાર ન કરવામાં આવે, તો વ્યક્તિનું મોત થઈ જાય છે.

6. કૉલેરા
કૉલેરા એક એવી બીમારી છે કે જેમાં ઝાડા-ઉલ્ટીથી શરીરનું મોટાભાગનું પાણી નિકળી જાય છે અને પાણીની તંગીનાં કારણે અંગો કામ કરવાનું બંધ કરી દે છે.

7. એમઆરએસએ ઇન્ફેક્શન
એમઆરએસએ ઇન્ફેક્શનમાં પીડિતની રુધિર કોશિકાઓ તેમજ ફેફસાનાં ઉત્તકો ઝડપથી નષ્ટ થવા લાગે છે. જો યોગ્ય સારવાર ન કરાય, તો એક જ દિવસમાં માણસનું મૃત્યુ થઈ શકે છે.

8. સ્ટ્રોક
સ્ટ્રોક એક કાર્ડિયોવૅસ્ક્યુલર બીમારી છે કે જેમાં રક્તનું સંચાર તથા ઑક્સીજન રુકાવટનાં કારણે મસ્તિષ્ક સુધી નથી પહોંચી શકતું. જો આ ગંભીર હોય, તો તરત જાન પણ જઈ શકે છે.