For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હાર્ટ ઍટૅકનાં 6 એવા સંકેતો કે જે આપ નહીં જાણતા હશો

By Lekhaka
|

કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝનાં કેટલાક પરિચિત ચેતવણી સંકેતો હાઈ બીપી, તાણ અને ડાયાબિટીસ વગેરે છે, પરંતુ તેનાથી વધુ કેટલાક અન્ય સંકેતો પણ છે કે જે આપ વાસ્તવમાં નહીં જાણતા હશો. લોકો સામાન્ય રીતે આ જોખમી કારકો પર ધ્યાન નથી આપતાં.

પરંતુ જો આપ તેના પર ધ્યાન આપવાનું શરૂ કરો છો, ત્યારે આપ તેમને પોતાનાં જીવનમાં કેટલાક બદલાવ કરવાના સ્વરૂપે ઉપયોગ કરી શકો છો. ઘણા વખત પહેલાથી હૃદય રોગને રોકવા માટે ઘણુ બધુ કરવામાં આવી રહ્યું છે.

6 Surprising Heart Attack Warning Signs

આ અસામાન્ય પરિવર્તનોને ધ્યાનમાં રાખતા આપને ખબર નહીં હોય કે પોતાની જાતને બચાવવા માટે શું કરવાનું છે. અમે આપને હાર્ટ ઍટૅકનાં આશ્ચર્યજનક લક્ષણો બતાવી રહ્યા છીએ કે જેમના વિશે આપે ક્યારેય નહીં સાંભળ્યું હોય.

યૌન રોગ

યૌન રોગ

જો આપને પથારી પર પોતાનાં પરફૉર્મન્સમાં મુશ્કેલીનો અનુભવ થાય છે, તો આ આપનાં હૃદયના આરોગ્ય માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. જ્યારે રક્ત વાહિકાઓ સારી રીતે કામ નથી કરતી, ત્યારે યૌન સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ગંજાપણુ

ગંજાપણુ

વાળને હાનિનો મતલબ સર્ક્યુલેશનનું નુકસાન પણ હોઈ શકે છે. એક અભ્યાસ મુજબ માથાની ટાળ અને હૃદય રોગ વચ્ચે એક સંબંધ છે.

સ્લીપ એપનિયા

સ્લીપ એપનિયા

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્લીપ એપનિયા કે ખર્રાટા ભરતા લોકોમાં અવરુદ્ધ વાયુમાર્ગ દ્વારા હૃદય રોગનાં હાઈ રિસ્ક સાથે જોડાયેલા હોય છે. આ હૃદય રોગનો હુમલો થવાનાં આશ્ચર્યજનક લક્ષણોમાનું એક છે.

પ્લાસ્ટિકની વસ્તુઓમાં ખાવુ-પીવુ

પ્લાસ્ટિકની વસ્તુઓમાં ખાવુ-પીવુ

પ્લાસ્ટિકમાં બીસપેનૉલ એ (બીપીએ) નામના કેમિકલ હોય છે કે જે અણુ જેવું એસ્ટ્રોજન પેદા કરી શકે છે. તેનાથી મહિલાઓમાં હૃદય રોગનો ખતરો વધી શકે છે.

માઇગ્રેન

માઇગ્રેન

તાજેતરનાં એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે જે મહિલાઓ મહિનામાં એક વાર માઇગ્રેનનો અનુભવ કરે છે, તેમનામાં હૃદય રોગના વિકાસની શક્યતા બમણી થઈ જાય છે. આ હૃદય રોગના હુમલાનાં હાઈ લેવલનાં સંકેતોમાનું એક છે.

વૈવાહિક તાણ

વૈવાહિક તાણ

સંબંધોમાં નિયમિત રીતે કોઈ વાતને લઈને બહેસ થવાથી મહિલાનાં હૃદય પર માઠી અસર પડે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે વૈવાહિક તાણથી ગ્રસ્ત મહિલાઓમાં હૃદય રોગનાં વધારાનાં લક્ષણો જોવા મળ્યા હતાં.

English summary
Some familiar warning signs of cardiovascular disease are high BP, stress and diabetes etc. But there are more than other indications that you really do not know.
Story first published: Thursday, October 5, 2017, 11:33 [IST]
X
Desktop Bottom Promotion