For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેલ્ધી અને ફિટ રહેવા માટે દરરોજ સવારે ઉઠતા જ કરો આ 5 યોગાસનો

By Lekhaka
|

યોગ કરવાથી આરોગ્ય બહેતર થાય છે, એ તો સૌને ખબર છે, પરંતુ આમ છતાં લોકો આળસનાં કારણે કે સમયનાં અભાવનાં કારણે યોગ નથી કરી શકતાં.

યોગ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારનો જ હોય છે અને ઘણા લોકો તેને સવારે ઉઠીને કરવાનું શરૂ પણ કરે છે, પરંતુ થોડાક દિવસો બાદ તેઓ તેને બંધ કરી દે છે.

જો આપ વિચારતા હોવ કે જ્યારે આપને કોઈ સમસ્યા કે બિમારી હશે, ત્યારે જ યોગ કરવું જોઇએ અને સાજા થઈ જતા બંધ કરી દેવું જોઇએ, તો આપ ખોટા છે.

યોગને ડેઇલી રૂટીનનો ભાગ બનાવો અને દરરોજ સવારે યોગ કરો, તો વિશ્વાસ માનો કે આપ ક્યારેય બિમાર નહીં પડો. વજન ઘટાડવા સહિત દરરોજ યોગ કરવાથી અસ્થમા, પીઠનો દુઃખાવો અને શ્વાસ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ પોતાની મેળે દૂર થઈ જાય છે.

આ આર્ટિકલમાં અમે આપને એવા જ 5 ખાસ યોગાસનો વિશે જણાવી રહ્યાં છીએ કે જેમને આપ દરરોજ સવારે ઉઠતા જ કરો.

1. નટરાજાસન :

1. નટરાજાસન :

આ યોગાસન આપના સ્પાઇન અને પાચન તંત્રને શ્રેષ્ઠ રીતે કામ કરવામાં મદદ કરે છે. તેને દરરોજ સવારે બેડમાંથી ઉઠતા જ કરવું જોઇએ.

કરવાની રીત :
* જમીન પર સુઈ જાઓ. પોતાનાં જમણા ઘુટણને વાળો અને પોતાનાં જમણા પગને ડાબા ઘુટણની બહારની તરફ રાકો. પછી પોતાની બાજુઓને જેટલું શક્ય હોય, તેટલું બહારની દિશામાં ફેલાવો.
* શ્વાસ લો અને શ્વાસ છોડતા ધડને ડાબી તરફ વાળો અને માથાને જમણી તરફ વાળતા જમણા ખભાની ઉપરથી જુઓ.
* ખભાઓને જમીન પર રાખતા જમણી જાંઘથી જમીનને દબાવો. જાંઘને દબાવવા માટે આપ પોતાનાં ડાબા હાથનો પણ ઉપયોગ કરી શકો છો.
* આ પૉઝિશનમાં થોડીક વર રહો અને શ્વાસ લો.
* શ્વાસ છોડતા આરામ કરો.
* પછી આખી પ્રક્રિયા બીજી તરફથી દોહરાવો.

નટરાજાસનનાં ફાયદાઓ :
* તેનાથી કરોડરજ્જુનાં હાડકામાં લવચિકપણુ વધે છે.
* તેને કરવાથી ફેફસા યોગ્ય રીતે કામ કરે છે.
* તેનાંથી આંતરડાઓની પણ એક્સરસાઇઝ થઈ જાય છે. તેથી તેને સવારે ઉઠતા જ કરો. તેને કરવાથી બોવેલ મૂવમેંટ નિયંત્રિત રહે છે.
* તેને નિયમિત કરવાથી મગજ શાંત રહે છે.

2. સુખાસન :

2. સુખાસન :

આ યોગાસનને કરવામાં બહુ ઓછો શ્રમ કરવો પડે છે. તેથી તેને સુખાસન નામ આપવામાં આવ્યું છે. સુઈને ઉઠ્યા બાદ એકદમ રિલેક્સ થઈ આ આસન કરો.

કરવાની રીત :
* પગોને વાળીને નીચે જમીન પર ધ્યાન વાળી મુદ્રામાં બેસી જાઓ.
* પોતાની આંખો બંધ કરો અને પોતાના શ્વાસ પર ફોકસકરો.
* શ્વાસ અંદર લેતી વખતે સ્પાઇનને એકદમ સીધું રાખો અને શ્વાસ છોડતી વખતે સ્પાઇનને ઢીલું છોડી દો.
* આ રીતે લગભગ 20 વખત શ્વાસ લો.

સુખાસન કરવાનાં ફાયદાઓ :
* કરોડરજ્જુનું હાડકું લવિચક બને છે.
* આપનુ મન સમ્પૂર્ણપણે શાંત થઈ જાય છે.

3. નાડી શોધન પ્રાણાયામ :

3. નાડી શોધન પ્રાણાયામ :

આ યોગાસન કરવાથી આપનું નર્વસ સિસ્ટમ શ્રેષ્ઠ રીતે કામ કરવા લાગે છે અને તેનાંથી શરીરમાં ઉર્જાનું સંચાર વધી જાય છે.

કરવાની રીત :
* સૌપ્રથમ ધ્યાન મુદ્રામાં આરામથી બેસી જાઓ અને થોડીક વાર ઉંડા શ્વાસ લો.
* હવે અંગૂઠાથી નાકનાં એક કાણાને બંધ કરો અને તે સમયે બાકીની આંગળીઓ સીધી રાખો. આપ આ સમયે તર્જની અને તેની બાજુ વાલી આંગળીને બંને ભવોંની વચ્ચે પણ રાખી શકો છો.
* એક નાક બંધ રહેતા બીજા નાકનાં કાણામાંથી શ્વાસ અંદર લો અને પછી તેને બંધ કરી હવે બીજા કાણામાંથી બહાર કાઢો.
* આ રીતે તર્જની આંગળી અને અંગૂઠાની મદદથી વારંવાર એર કાણાથી શ્વાસ લો અને બીજા કાણાથી છોડી દો.
* આ સમગ્ર પ્રક્રિયા ઓછામાં ઓછી 5 મિનિટ સુધી દરરોજ કરો.

નાડી શોધન પ્રાણાયામનાં ફાયદાઓ :
* તેને કરવાથી શ્વસન તંત્ર શ્રેષ્ઠ રીતે કામ કરવા લાગે છે.
* તેનાથી આપની ફોકસ કરવાની ક્ષમતા વધે છે.
* તેને કરવાથી મસ્તિષ્કનાં બંને ભાગો યોગ્ય રીતે કામ કરે છે.
* શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે.

4. બાળાસન :

4. બાળાસન :

આ યોગાસન કરવું ખૂબ જ સહેલું છે. તેને દરરોજ કરવાથી માઇંડ રિલેક્શ થાય છે અને સાથે જ સ્ટ્રેસ દૂર થાય છે.

કરવાની રીત :
* નીચે ફર્શ ઉપર ઘુટણોનાં બળે ઊભા થઈ જાઓ.
* હવે પોતાનાં શરીરને આગળની તરફ ઝુકાવો કેજેથી આખું ભાર આપની જાંઘો પર રહે.
* હવે પોતાનાં માથાને નીચે જમીન પર સ્પર્શ કરાવો.
* આ પૉઝિશનમાં આપની છાતી આપની જાંઘો સાથે ચોંટેલી હોવી જોઇએ અને હાથને બંને સાઇડમાં રાખો.
* હવે હાથોને વધુ પાછળની તરફ લઈ જાઓ કે જેથી સ્પાઇનમાં ખેંચાણ અનુભવાય.
* થોડીક વાર આ જ પૉઝિશન જાળવી રાખો અને ફરીથી સામાન્ય પૉઝિશનમાં આવી જાઓ.

બાળાસનનાં ફાયદાઓ :
* તેને કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે.
* સ્ટ્રેસ અને એંગ્ઝાઇટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
* આગળની તરફ ઝુકવાથી આંતરિક અંગો જેમ કે પેટ, લીવર અને કિડનીની મસાજ પણ થઈ જાય છે અને સાથે જ મગજ પણ રિલેક્સ થાય છે.

5. ભુજંગાસન (Cobra Pose) :

5. ભુજંગાસન (Cobra Pose) :

જો આપને પીઠનાં બળે સૂવાની ટેવ છે, તો સવારે ઉઠતા જ આ એક્સરસાઇઝ કરો. તેનાથી વધારે મહેનત કર્યા વગર આખા શરીરનું સ્ટ્રેચિંગ થઈ જાય છે.

કરવાની રીત :
* તેના માટે પેટનાં બળે સુઈ જાઓ અને હાથોને સાઇડમાં રાખો.
* પોતાની કોણીઓને વાળો અને હથેલીઓને છાતી પાસે લાવો. આ પૉઝિશનમાં કોણીઓ જમીન પરથી ઉઠેલી હોવી જોઇએ.
* હવે ઉંડા શ્વાસ અંદર લો અને હથેલીઓ પર દબાણ લાવતા શરીરને આગળની તરફથી ઉઠાવો.
* હથેલીઓ પર જોર લગાવતા લગભગ નાભિ સુધીનાં ભાગને ઊપર ઉઠાવી લો અને આપનું માથું ઉપરની તરફ હોવું જોઇએ.
* આ સમગ્ર પ્રક્રિયામાં ઘુંટણો બિલ્કુલ સીધા અને જમીનથી ચોંટેલા હોવા જોઇએ.
* આ પૉઝિશનમાં જળવાઈ રહેતા થોડીક વાર શ્વાસ લો અને પછી નૉર્મલ પૉઝિશનમાં આવી જાઓ.

ભુજંગાસન કરવાનાં ફાયદાઓ :
* તેને કરવાથી સ્પાઇન, બાજુઓ અને ખભાઓને સ્ટ્રેચ મળે છે.
* હાર્ટ અને ફેફસા શ્રેષ્ઠ રીતે કામ કરવા લાગે છે.
* થાક અને સ્ટ્રેસમાંથી છુટકારો મળે છે.
* હિપ્સને યોગ્ય શેપ મળે છે.

English summary
Yoga is one of the best forms of exercise that one can do in the morning. Know about a few of these yoga asanas on Boldsky.
Story first published: Monday, June 26, 2017, 10:43 [IST]
X
Desktop Bottom Promotion