રાત્રે જો ચિપચીપી ગરમી સતાવે તો કરો આ ૧૦ ઉપાય

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ગરમી આવી ગઈ છે અને એવામાં રાત્રે ચેનથી સૂવું ખૂબ દુર્લભ થઈ જાય છે. જોકે આ દિવસોમાં ખૂબ ગરમી હોય છે. એટલા માટે ગરમીની સાથે જ રાત્રે પરસેવો અને ચિપચિપ અને ભીંના રહેવું પણ એક મોટી સમસ્યા છે.

સ્લીપ એક્સપર્ટ નરીના રામલખનના અનુસાર 'આપણા શરીર અને મગજના તાપમાનમાં આંશિક અંતર હોવું ખૂબ જરૂરી છે- શરીર ગરમ અને મગજ ઠંડુ. જ્યારે બહારનું તાપમાન વધે છે તો ખૂબ મુશ્કેલ થઈ જાય છે પરંતુ કેટલીક વસ્તુઓ છે જે તમને તેનાથી છુટકારો અપાવી શકે છે.

એટલા માટે તમારી મદદ માટે અમે તમારા માટે લાવ્યા છીએ ગરમીમાં પોતાને ઠંડા રાખવાની સારી રીતો...

ટિપ #1:

ટિપ #1:

પાણીથી ભરેલો પ્લાંટ મિસ્ટર (છોડમાં પાણી છાંટવાનો) તમારી પથારી પાસે રાખો જેથી રાત્રે તમે તમારા ચહેરા પર પાણી છાંટી શકો.

ટિપ # 2:

ટિપ # 2:

રાત્રે ગરમીથી બચવાની રીત છે કે તમે તમારા રૂમને દિવસે ગરમ ના થવા દો. જેટલું થઈ શકે તમારા પરદા અને બ્લાઈડ્ને બંધ રાખો જેથી રૂમ ઠંડો રહે.

ટિપ # 3:

ટિપ # 3:

સૂતા પહેલા તમારા પગને ઠંડા પાણીથી ધોવો અને તમારા કાંડાને ઠંડા પાણીમાં રાખો.

ટિપ # 4:

ટિપ # 4:

એક ભીંનુ કપડું એક કલાક માટે સૂતા પહેલા ફ્રિઝમાં રાખો અને ઉંઘ ના આવવાની બેચેનીથી બચવા માટે તેને તમારા માથા પર લગાવો.

ટિપ # 5:

ટિપ # 5:

ટુવાલને પલાળી કે ટી-શર્ટને પલાળીને ઉંઘો.

ટિપ # 6:

ટિપ # 6:

બેડશીટ હળવી વાપરો જેથી પથારી ઠંડી રહે.

ટિપ # 7:

ટિપ # 7:

દિવસમાં પૂરી રીતે હાઇડ્રેટિડ રહો.

ટિપ # 8:

ટિપ # 8:

વધારે ક્રોધ કે ચિડીયાપણું ના રાખો. આરામ કરો અને સકારાત્મક વિચાર રાખો. તેનાથી ના ફક્ત સારી ઉંઘ આવશે પરંતુ બીજા દિવસે કામ વધુ સારી રીતે કરી શકશો.

ટિપ # 9:

ટિપ # 9:

જો તમારી બારીઓ ગ્રીલ કે જાળીવાળી છે તો તેના પર ઠંડા પાણીથી પલાળેલો રૂમાલ રાખો. તેનાથી હવા ઠંડી આવશે અને રૂમનું તાપમાન પણ ઓછું રહેશે.

ટિપ # 10:

ટિપ # 10:

તમે રૂમનું તાપમાન ઓછું કરવા માટે ફર્શ પર ઠંડુ પાણી છાંટી શકો છો કે પોતું મારી શકો છો.

જરૂરી વાતો

જરૂરી વાતો

અંતમાં, ધ્યાન રહે કે તમે ગરમ તાપમાનમાંથી આવીને ઠંડા રૂમમાં ના જાઓ, તે સ્વાસ્થ્ય માટે જોખમકારક છે, થોડીવાર પછી તમારું તાપમાન ઓછું થવા દો અને પછી પ્રવેશ કરો.

English summary
To help you get some much needed shut eye, here are some extremely useful tips to keep yourself cool this summer.
Story first published: Wednesday, May 24, 2017, 16:00 [IST]