For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાકાહારિયો માટે ૧૦ સર્વશ્રેષ્ઠ પ્રોટીન સ્ત્રોત

By KARNAL HETALBAHEN
|

જો તમે વિચારતા હોય કે ફક્ત મીટ જ પ્રોટીનનો એક માત્ર સ્ત્રોત છે, તો શાકાહરીઓને જરૂરી પ્રોટીન કેવી રીતે મળે છે? જો તમે આજ સમુહના છો અને પ્રોટીનના સારા સ્ત્રોત વિશે જાણવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ તમારે વાંચવો જોઈએ.

અહીં અમે શાકાહારીઓ માટે પ્રોટીનના સારા સ્ત્રોત વિશે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ. આ પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થોના વિશે સૌથી સારી વાત એ છે કે તે સરળતાથી ઉપલબ્ધ હોય છે. મુખ્ય: એમીનો એસિડથી બનેલા પ્રોટીન કોશિકાઓ અને ઉત્તકોની જાણવણી માટે મહત્વપૂર્ણ હોય છે.

જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ થાય છે તો કોશિકાઓ અને ઉત્તકોના કાર્યમાં અડચણ આવવા લાગે છે અને ઘણી બધી શારિરીક સમસ્યા થવા લાગે છે. આને પણ વાંચો: પ્રોટીન પ્લાંટ ફોર વેજીટેરિયન્સ. આ પ્રકારે, શરીરના યોગ્ય રીતે કાર્ય માટે પર્યાપ્ત માત્રામાં પ્રોટીન હોવું જરૂરી છે. સાથે જ મનુષ્યોમાં એનર્જી લેવલને બનાવી રાખવા માટે પણ પ્રોટીનની જરૂરિયાત હોય છે. જો તમે વધારે પડતી શારિરીક ગતિવિધીઓ કરો છો તો પ્રોટીનની જરૂરીયાત હોય છે.

શાકાહારીઓ માટે અહીં પ્રોટીનના કેટલાક સારા સ્ત્રોતોને સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આવો, જોઈએ-

૧. ટોફૂ:

૧. ટોફૂ:

ટોફૂ સોયાબીનથી બનેલું હોય છે અને પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. ના ફક્ત પ્રોટીન પરંતુ તેમાં બીજા ઘણા પોષક તત્વ પણ રહેલા હોય છે જેની શરીરને જરૂરિયાત હોય છે. તમે ટોફૂનો ઉપયોગ કઢી બનાવવામાં કરી શકો છો.

૨. મસૂર:

૨. મસૂર:

પ્રોટીન, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર મસૂરની દાળ પેટને સાફ રાખવામાં મદદ કરે છે. સાથે જ તે અનેક હેલ્થ ઈશ્યૂસ જેવા કે ડાયાબિટીઝ અને કેન્સરના રિસ્કને પણ ઓછો કરે છે.

૩. સ્પિર્યૂલિના:

૩. સ્પિર્યૂલિના:

સ્પિર્યૂલિનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેના ઉપરાંત તેમાં મેગ્નશીયમ, પોટેશિયમ અને ફેટી એસિડ જેવા જરૂરી પોષક તત્વ હાજર હોય છે જે શરીર માટે જરૂરી છે.

૪. ક્વિનોઆ:

૪. ક્વિનોઆ:

મોટાભાગના લોકો ક્વિનોઆના સ્વાસ્થ્ય લાભો વિશે જાણતા નથી, પરંતુ, શાકાહારીઓ માટે આ પ્રોટીન અને ફાઈબરનો એક સારો સ્ત્રોત છે.

૫. ચાઈના સીડ:

૫. ચાઈના સીડ:

પ્રોટીનથી ભરપૂર ચાઈના સીડ વિટામીન, મિનરલ અને બીજા જરૂરી પોષક તત્વોનો એક સારો સ્ત્રોત છે.

૬. બ્રોકોલી:

૬. બ્રોકોલી:

બ્રોકોલી પ્રોટીનનો સૌથી સારો લીલો સ્ત્રોત છે. જો તમે શાકાહારી છો તો તમે આ શાકભાજીનું સેવન પ્રોટીન તરીકે કરી શકો છો.

૭. નટ્સ:

૭. નટ્સ:

નટ્સ જેવા કે કાજુ, બદામ અને અખરોટમાં ભરપૂર માત્રામાં ફક્ત ચરબી જ નથી હોતી પરંતુ તે પ્રોટીનનો પણ એક સમૃદ્ધ સ્ત્રોત છે.

૮. ઓટ:

૮. ઓટ:

ઓટ્સ ના ફક્ત પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે, પરંતુ તે મેગ્નેશિયમ અને જિંકનો પણ સારો સ્ત્રોત હોય છે. એટલા માટે, તમારામાંથી જે પણ શાકાહારી હોય તે જરૂરી પ્રોટીન મેળવવા માટે દરરોજ અડધો કપ ઓટ્સનું સેવન કરી શકે છે.

૯. સોયા દૂધ:

૯. સોયા દૂધ:

સોયા દૂધ પ્રોટીનથી સમૃદ્ધ છે અને વિટામીન ડી,બી 12 અને કેલ્શિયમનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત પણ છે.

૧૦. અંકુરિત અનાજ:

૧૦. અંકુરિત અનાજ:

અંકુરિત અનાજ પણ પ્રોટીન અને વિટામીન સી અને બીટા કેરોટીન જેવા અન્ય સ્વસ્થ પોષક તત્વોનો એક બીજો સમૃદ્ધ સ્ત્રોત છે.

English summary
Our body requires protein for the proper functioning of the cells and the tissues. Hence, having an adequate amount of protein that the body requires.
Story first published: Friday, April 14, 2017, 9:53 [IST]
X
Desktop Bottom Promotion