પોતાની દાઢી ઝડપથી વધારવા માટે ફૉલો કરો આ ટિપ્સ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આજ-કાલ જેને જુઓ, તે જ દાઢી વધારી સ્ટાઇલ મારી રહ્યો છે. પુરુષો જુદી-જુદી સ્ટાઇલમાં દાઢી રાખવી પસંદ કરે છે અને તેઓ તેની સંભાળ પણ ખૂબ લે છે. તમામ પુરુષોને દાઢી વધારવાની સરળ રીત ખબર નથી હોતી.

જોકે કેટલીક એવી રીતો છે કે જેની અપનાવી આપ દાઢીને જલ્દી-જલ્દી વધારી શકો છો. શું આપ જાણો છો કે દાઢીનું વધવું અને તેનું ઘટ્ટપણું આપની ઉંમર અને જેનેટિક પર નિર્ભર કરે છે ?

faster beard growth tips

આવો જાણીએ કેટલીક કુદરતી રીતો કે જેની મદદથી આપ પોતાની દાઢીને લાંબી અને ઘટ્ટ બનાવી શકો છો.

આહારમાં વધારો પ્રોટીન

આપણા વાળ પ્રોટીનમાંથી બનેલા છે. તેથી પ્રોટીન શરીરને એવા પૌષ્ટિક તત્વો ઉપલબ્ધ કરાવે છે કે જે વધુ વાળ ઉગાડે છે.

ચહેરો સ્ક્રબ કરો

જો આપનાં ચહેરા પરથી ડેડ સ્કિન હટશે, તો નવા વાળ આરામથી ઉગશે. જો આપ ચહેરો સ્ક્રબ કરવા માંગો છો, તો બજારમાં મોજૂદ એક્સફોલિએટ મૉસ્ક પણ ટ્રાય કરી શકો છો.

faster beard growth tips

દાઢીમાં પણ લગાવો તેલ

વાળને કંડીશન કરવા જરૂરી છે. ભલે તે દાઢી જ કેમ ન હોય. તેલ વાળને વધારવાની સાથે-સાથે આપની દાઢીને યોગ્ય દિશામાં આગળ વધારશે. દાઢીમાં ઑલિવ ઑયલ કે નારિયેળ તેલ નિયમિત લગાવો.

ટ્રિમ કરતા રહો

જો આપ પોતાની દાઢને શેવ નથી કરી રહ્યાં, તો તેનો આ મતલબ નથી કે તેમને સ્ટ્રિમ પણ ન કરવામાં આવે. સ્ટ્રિમ કરવાથી દાઢી શેપમાં રહે છે.

English summary
Men who are looking for faster beard growth tips. Here is the solution. You will have to groom and nurture your beard in order to make it grow faster.
Story first published: Monday, October 9, 2017, 13:15 [IST]