Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
મુલ્તાની માટી હેર પેક: શુષ્ક અને ઓઈલી વાળમાંથી અપાવે છૂટકારો
જો તમે વાળને સુંદર દેખાડવાના ચક્કરમાં બજારના પ્રોડક્ટનો ઉપયોગ કરી-કરીને થાકી ગયા હોય તો, મુલ્તાની માટીથી સારું અને નેચરલ વસ્તુ તમને ક્યાંય નહી મળે. મુલ્તાની માટી વાળ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે.
મુલ્તાની માટીને વાળમાં લગાવાથી વાળની જડો મજબૂત બને છે. તેનો સતત ઉપયોગ કરવાથી વાળ સુંદર અને શાઈન કરવા લાગે છે. આવો જાણીએ મુલ્તાની માટીના કેટલાક અસરદાર પ્રયોગ ફક્ત વાળ માટે.

મજબૂત વાળ માટે
વાળને મજબૂત બનાવવા માટે અડધાથી ઓછો અરીઠા પાવડર લો અને તેમાં અડધો કપ મુલ્તાની માટીનો પાવડર મિક્સ કરો. પછી તેમાં ૧ ચમચી લીંબુનો રસ અને પાણી નાંખીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ૩૦ મિનીટ સુધી લગાવીને રાખો જેનાથી મુલ્તાની માટીમાં પાણી સારી રીતે સમાઈ જાય. ત્યાર બાદ આ પેસ્ટને માથામાં લગાવીને ૨૦ મિનીટ સુધી રાખો. આ હેર પેકને અઠવાડિયામાં ૨ વખત લગાવો.

હેર લોસ માટે
૬-૮ ચમચી મુલ્તાની માટીમાં ૨ ચમચી કાળા મરીનો પાવડર અને થોડું દહી મેળવો. આ પેસ્ટને માથામાં લગાવો અને ૩૦ મિનીટ સુધી રાખો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી વાળ ઉતવાની સમસ્યા દૂર થશે.

શુષ્ક અને નિરસ વાળ માટે
૪-૬ ચમચી મુલ્તાની માટીમાં થોડી એલોવેરા જેલ મિક્સ કરો. પછી તેમાં ૨ ટીંપ મનપસંદ તેલ મિક્સ કરો અને ૧ ચમચી લીંબુનો રસ મેળવો. પછી આ પેસ્ટને માથામાં લગાવો અને ૩૦ મિનીટ પછી માથું ધોઈ લો.

ડેમેઝ વાળ માટે
૪-૫ ચમચી મુલ્તાની માટીમાં ૩ ચમચી સંતરાનો રસ મેળવો. પછી આ મિશ્રણમાં ૧ કપ દહી મિક્સ કરો. આ હેર પેકને માથાંમાં લગાવો અને ૩૦ મિનીટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

ઓઈલી વાળ માટે
૨ ચમચી મુલ્તાની માટીમાં ૨ ચમચી ચણાનો લોટ અને ૧ ચમચી ટી ટ્રી ઓઈલ મિક્સ કરો. પછી આ પેસ્ટને માથામાં લગાવો અને ઠંડા પાણીથી ધોઈ લો. આ હેર પેક માથાના ફંગલ ઈન્ફેકશનને મટાડવામાં પણ મદદ કરશે.