Just In
Don't Miss
વાળ જલ્દીથી વધારવા માટે Essential Oilsનો ઉપયોગ કેવી રીતે કરશો ?
કેટલાક વર્ષોથી વાળની સંભાળ માટે આવશ્યક (એસેંશિયલ) તેલનો ઉપયોગ અને તેની લોકપ્રિયતા બહુ વધી ગઈ છે.
દેશ અને વિદેશમાં એક્સપર્ટ્સ લોકોને વાળની સંભાળ માટે આવશ્યક તેલનાં ઉપયોગની સલાહ આપી રહ્યા છે. રોપાઓથી નિકળેલ આ તેલ કોશિકીય મેટાબૉલિઝ્મને વધારે છે કે જેનાથી વાળનાં રોમ છિદ્રોમાં વધારો થાય છે.
જોજોબા, લાવેંદર, જેરેનિયમ, સેડારવુડ, થાઇમ, ટી ટ્રી ઑઇલ કેટલાક આવશ્યક તેલો છે કે જે આપનાં વાળને લાંબા, મજબૂત અને ઘટ્ટ બનાવે છે. ઘણા વર્ષોથી લોકોએ આ તેલ પોતાના વાળ વધારવા માટે ઉપયોગ કર્યા છે.
હકીકતમાં, જો આવશ્ક તેલને કેટલીક વધુ સામગ્રીઓ સાથે મેળવીને લગાવવામાં આવે, તો તેનાથી માત્ર વાળ વધશે જ નહીં, પણ જાડા અને મજબૂત પણ બનશે.
આજે બોલ્ડસ્કાય પર અમે આપને બતાવીશું કે આપ આવશ્યક તેલની મદદથી કઈ રીતે લાંબા વાળ પામી શકો છો. પોતાનાં વાળની સંભાળમાં આ વસ્તુઓ ઉમેરો અને ફરક જુઓ.
નોટ : કોઈ પણ મિશ્રણનો ઉપયોગ કરતા પહેલા તેને ત્વચા પર લગાવીને જોઈ લો, ત્યાર બાદ જ વાળ પર લગાવો કે જેથી આપને ખબર પડે કે મિશ્રણથી આપને નુકસાન નહીં થાય.

1. નારિયેળનાં દૂધની સાથે :
આવશ્યક તેલનો ઉપયોગ જો આપ નારિયેળનાં દૂધની સાથે કરો છો, તો આ નક્કી છે કે આપનાં વાળ તુટશે નહીં અન સાથે-સાથે લાંબા પણ થશે.
કેવી રીતે ઉપયોગ કરશો : 4-5 ટીપા લાવેંદર આવશ્યક તેલમાં બે મોટી ચમચી નારિયેળનું દૂધ મેળવો. હવે તેને મેળવી માથામાં લગાવો. લગાવ્યા બાદ થોડીક વાર સુધી મસાજ કરો. હવે શૅમ્પૂથી ધોઈ લો.

2. ઑલિવ ઑઇલ સાથે :
જ્યારે વાત વાળ ખરતા રોકવા અને વાળ વધારવાની આવે છે, ત્યારે ઑલિવ ઑઇલ જેટલું અસરકારક કંઈ પણ ન હોઈ શકે.
કેવી રીતે કરશો ઉપયોગ : 3-4 ટીપા જોજોબા આવશ્યક તેલમાં બે ચમચી ઑલિવ ઑઇલ મેળવો. આ મિશ્રણને આખા માથા પર લગાવો. અડધો કલાક બાદ પોતાનાં શૅમ્પૂથી તેને ધોઈ લો.

3. એલોવેરા જૅલ સાથે :
જ્યારે એલોવેરા જેલને આવશ્યક તેલ સાથે મેળવવામાં આવે છે, ત્યારે તે જાદુઈ અસર કરે છે અને આપના માથામાં રક્ત વહન બરાબર થઈ જાય છે.
કેવી રીતે ઉપયોગ કરશો : 3-4 ટીપા જેરેનિયમ આવશ્યક તેલમાં 2 મોટી ચમચી એલોવેરા જૅલ મેળવો. આ મિશ્રણને માથા પર લગાવો. 4થી 5 મિનિટ સુધી મસાજ કરો. તે પછી શૅમ્પૂથી ધોઈ લો.

4. આંબળા જ્યુસ સાથે :
આંબળાને ઘણા વર્ષોથી લોકો વાળ લાંબા કરવા માટે ઉપયોગમાં લે છે અને તેમાં એંટી-ઑક્સીડંટ હોટચ છે કે જે આપને લાંબા અને મજબૂત વાળ આપે છે.
કેવી રીતે ઉપયોગ કરશો : 4થી 5 ટીપા રોઝમેરી આવશ્યક તેમાં બે મોટી ચમચી આંબળા જ્યૂસ મેળવો. આ મિશ્રણને માથા પર લગાવો. અડધો કલાક બાદ ઠંડા પાણીથી ધોઈ લો.

5. અરંડિયુ તેલ સાથે :
અરંડિયુ તેલ વાળ માટે બહુ લાભકારક હોય છે. વાળ વધારવાથી લઈ વાળમાં નવો પ્રાણ ફૂંકી દેવા આ તેલની ખાસિયત છે. તેને આવશ્યક તેલ સાથે મેળવી દેવાથી તેની અસર ઓર વધી જાય છે.
કેવી રીતે કરશો ઉપયોગ : 3 ટીપા સેડારવુડ આવશ્યક તેલમાં 1 નાની ચમચી અરંડિયુ તેલ મેળવો. આ મિશ્રણને વાળમાં લગાવો. કાક બાદ તેને શૅમ્પૂથી ધોઈ લો.

6. ઇંડાની ઝર્દી સાથે :
ઇંડાની ઝરદીમાં ભારે પ્રમાણમાં પ્રોટીન અને ફૅટી એસિડ હોય છે. ઇંડાની ઝર્દીને આવશ્યક તેલ મેળવી લગાવવાથી વાળ વધે છે.
કેવી રીતે કરશો ઉપયોગ : એક ઇંડાની ઝર્દીમાં 3થી 4 ટીપા ટી ટચ્રી ઑઇલ મેળવો. તેને આખા માથામાં સારી રીતે લગાવી લો. કલાક માટે છોડી દો અને તે પછી શૅમ્પૂથી ધોઈ લો.

7. મેથી સાથે :
મેથીને જો આવશ્યક તેલ સાથે મેળવી લગાવવામાં આવે, તો આ વાળ વધારવામાં બહુ સહાયક બની શકે છે.
કેવી રીતે કરશો ઉપયોગ : 2 નાની ચમચી મેથી પાવડરમાં 1 નાની ચમચી ગુલાબ જળ તથા 4 ટીપા થાઇમ આવશ્યક તેલ મેળવી લો. આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. તેને 40થી 45 મિનિટ સુધી રાખો અને તે પછી શૅમ્પૂથી ધોઈ લો.

8. નારિયેળ તેલ સાથે :
આવશ્યક તેલની સારાઈ અને નારિયેળ તેલનું એંટી-ઑક્સીડંટ જો મળી જાય, તો આપનાં વાળ માટે બહુ અસરકારક સાબિત થઈ શકે છે. વાળને નબળા થતા બચાવવાથી લઈ વાળને વધારવા સુધી આ આપના વાળ માટે જાદુની જેમ બની શકે છે.
કેવી રીતે કરશો ઉપયોગ : 2 મોટી ચમચી નારિયેળ તેલમાં 2થી 3 ટીપા જોજોબા આવશ્યક તેલ મેળવો. આ મિશ્રણ સારી રીતે વાળમાં લગાવો. અડધો કલાક શૅમ્પૂથી ધોઈ લો.

9. વિટામિન ઈ ઑઇલ સાથે :
વાળ વધારવા માટે જો આપ વિટામિન ઈ ઑઇલ સાથે આવશ્યક તેલને મેળવી દો, તો તેની અસર આપને સ્પષ્ટ દેખાશે.
કેવી રીતે કરશો ઉપયોગ : વિટામિન ઈ કૅપ્સૂલમાંથી તેલ કાઢી લો. તેમાં 2થી ટપા લાવેંદર આવશ્ક તેલ મેળવી લો. આ મિશ્રણ માથામાં લગાવી લો. અડધો કલાક બાદ પોતાનાં શૅમ્પૂથી તેને ધોઈ લો.