જાણો, આપનાં ચહેરા પર કયું હૅરકટ સૂટ કરશે ?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

જુદા-જુદા પ્રકારનાં ચહેરાઓ માટે હૅર સ્ટાઇલ પણ જુદી-જુદી હોય છે. ઘણા લોકો એવું નથી કરતાં, પરંતુ વિશ્વાસ કરો, તેનાથી ચહેરા પર બહુ સારો લુક આવે છે.

જ્યારે આપ પોતાનો લુક બદલવા માંગો છો, તો સમજાતું નથી કે કયું કટ કરાવવામાં આવે કે જેનાથી આપને સારૂં લાગે અને આપનાં ચહેરા પર તે સૂટ પણ કરે.

ઘણા બધા પાર્લર્સ એવા હોય છે કે જ્યાં તેઓ મોટી ફી લીધા બાદ પણ આપને માત્ર એટલું જબતાવે છે કે આપનાં ચહેરા પર કયા પ્રકારનું કટ સારૂં લાગશે અને તેના માટે તેઓ સૉફ્ટવૅર્સનો ઉયોગ કરે છે. જો આપને આ અંગે માહિતી હશે, તો આપને આ પ્રકારના સુચનની જરૂર જ નહીં પડે.

તેથી, બોલ્ડસ્કાયમાં બતાવવામાં આવી રહ્યું છે કે કયા પ્રકારનાં ફેસકટ પર કયા પ્રકારનું હૅરકટ સારૂં લાગશે. અહીં અમે આપને ચાર પ્રકારનાં ચહેરા માટે ત્રણ-ત્રણ હૅરકટ સજેસ્ટ કરી રહ્યાં છીએ કે જે ખૂબ યૂનિક તેમજ સારાં છે. સાથે જ ઇન્ડિયન તેમજ વેસ્ટર્ન બંને પ્રકારનાં ડ્રેસ પર રૂચશે. નાંખો એક નજર :

1. ગોળ ચહેરા માટે :

1. ગોળ ચહેરા માટે :

સ્ટાઇલ 1 : જો આપનો ચહેરો ગોળ છે કે જેની ઉપર કાયમ સ્મિત જળવાયેલું રહે છે, તો આપ સાઇડ ફ્રિંજ સાથે ટ્રાઉસ્લ્ડ લૅર કપાવી શકો છો. તેનાથી આપનાં ચહેરાપર થોડુંક સ્લિમ લુક આવે છે. તે ખૂબ ફંકી લુક આપે છે. બિંદાસ્ત છોકરીઓ માટે આ કટ શ્રેષ્ઠ છે.

1. ગોળ ચહેરા માટે :

1. ગોળ ચહેરા માટે :

સ્ટાઇલ 2 : જો એક સરખો લુક જોઈ-જોઈને ત્રાસી ગયા છો અને પોતાનાં રાઉંડ ફેસ માટે નવો લુક ઇચ્છો છો, તો અનરૂલી બૅંગ્સ કટ કરાવી લો. આ ફ્રેમ ચહેરાને નવોલુક આપી દેછે અને તેમાં ફેસની ડેપ્થ ઉપસી આવેછે કે જેનાથી તે ગોળ નથી લાગતો.

1. ગોળ ચહેરા માટે :

1. ગોળ ચહેરા માટે :

સ્ટાઇલ 3 : ગોળાકાર ચહેરા માટે સ્લીક તેમજ ગરદન સુધીની લંબાઈ ધરાવતા વાળ હંમેશા સુંદર લાગે છે. તેનાથી તેમનો ચહેરો ભારે પણ નથી લાગતો. બસ, આપે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે આપ સાઇડ પાર્ટિંગ કરો, નહીં કે વચલી. વચલી પાર્ટિંગ કરવાથી આપનો ચહેરો વધુ ગોળ દેખાવા લાગે છે.

2. ઇંડાકાર ચહેરા માટે :

2. ઇંડાકાર ચહેરા માટે :

સ્ટાઇલ 1 : જો આપનો ચહેરો ઇંડાકાર છે, તો તેની ઉપર ડીપ સેટ બૅંગ્સની સાથે લાંબી લૅર્સ ધરાવતી સ્ટાઇલ ખૂબ જચશે. આ બૅંગ્સ પહોળા માથાને નાનું બનાવી દે છે અને ચહેરા પર સારો એવો લુક આવી જાય છે. ગોળાકાર ચહેરા માટે આ સૌથી પ્યારો લુક હોય છે.

2. ઇંડાકાર ચહેરા માટે :

2. ઇંડાકાર ચહેરા માટે :

સ્ટાઇલ 2 : પહોળું માથું ધરાવતી છોકરીઓને ચહેરા પર પહોળાઈ જેવું અનુભવાય છે અને કોઈ પણ સ્લિમ કટ તેમની ઉપર સારૂં નથી લાગતું, પરંતુ જો થોડુંક સાઇડ ફ્રિંજ કટ કરાવી લેવામાં આવે, તો આ લુક બહુ સારો લાગશે.

2. ઇંડાકાર ચહેરા માટે :

2. ઇંડાકાર ચહેરા માટે :

સ્ટાઇલ 3 : ગોળાકાર ચહેરા પર સૉફ્ટ વેબ્સની સાથે ફુલ ફ્રંટલ ફ્રિંજ ધરાવતું કટ ખૂબ સારૂ લાગે છે. તે ઇન્ડિયન અને વેસ્ટર્ન, બંને જ પ્રકારનાં ડ્રેસ પર ખીલે છે.

3. હાર્ટ શેપ ચહેરા માટે :

3. હાર્ટ શેપ ચહેરા માટે :

સ્ટાઇલ 1 : ઘણી બધી હૅર સ્ટાઇલ હાર્ટ શેપ ચહેરા પર સારી નથી લાગતી હોતી, પરંતુ શૉર્ટ ક્રૉપ વિથ સાઇડ સ્વૅપ્ટ ફ્રિંજ આ પ્રકારાં ચહેરા પર ખૂબ આકર્ષક લાગે છે.

3. હાર્ટ શેપ ચહેરા માટે :

3. હાર્ટ શેપ ચહેરા માટે :

સ્ટાઇલ 2 : તમામ પ્રકારનાં ચહેરા પર, ખાસ કરીને હાર્ટશેપ ચહેરા પર લૉંગ લૅર ખૂબ સારી લાગે છે. આપ ઇચ્છો, તો આ કટ પર પોતાનાં વાળને સ્ટ્રેટ પણ કરી શકો છો.

3. હાર્ટ શેપ ચહેરા માટે :

3. હાર્ટ શેપ ચહેરા માટે :

સ્ટાઇલ 3 : પોતાનાં વાળને શૉર્ટ ક્રૉપ કરાવીલો, તેનાથી ચહેરા પર ફ્રેશ લુક આવેછે.

4. ચોરસ ચહેરા માટે :

4. ચોરસ ચહેરા માટે :

સ્ટાઇલ 1 : આપ પોતાનાં વાળને નાના કરાવી લો એટલે કે પિક્સી જેવું કટ આપ પર ખૂબ સારૂં લાગશે. કાનની ઊપર વાળું દરેક કટ સ્ક્વૅર ફેસ પર સારો અને સુંદર લાગે છે. તે બોલ્ડ અને ફૅમિનિન લુક આપે છે.

4. ચોરસ ચહેરા માટે :

4. ચોરસ ચહેરા માટે :

સ્ટાઇલ 2 : સ્ક્વૅર ફેસપર ક્યૂટી શૉર્ટ કટ જ આકર્ષક લાગે છે. આપ તેને સરળતાથી કૅરી પણ કરી શકો છો.

4. ચોરસ ચહેરા માટે :

4. ચોરસ ચહેરા માટે :

સ્ટાઇલ 3 : બૉબ લુકને એક વખત જરૂર ટ્રાય કરો. તે ક્લાસિક લાગે છે અને આ પ્રકારનાં ચહેરા પર સૂટ કરે છે.

આમ, આપ વિવિધ ચહેરાઓ પર આ પ્રકારનાં કટ કરાવી શકો છો કે જેનાથી આપને પોતાનામાં કૉન્ફિડન્સ આવશે અને આપ દેખાવમાં પણ સારા લાગશો.

English summary
It is really important for you to figure out what your face shape is before you book a salon appointment to get a haircut.
Story first published: Friday, December 16, 2016, 11:30 [IST]