Just In
Don't Miss
સુંદર અને કોમળ વાળ માટે અપનાવો આ 9 ઘરગથ્થુ રીતો, શૅમ્પૂ અને કંડીશનરને કહો ગુડબાય
દરેક મહિલાની સુંદરતા તેના વાળો પર ટકેલી હોય છે. વાળ આપણા શરીરનો એક મહત્વનો ભાગ છે કે જે આપને સુંદર દેખાવામાં મદદ કરે છે.
દરેક મહિલા ઇચ્છે છે કે તેના વાળ કોઇક ફિલ્મ સ્ટારની જેમ કે ટીવીમાં શૅમ્પૂની એડ કરતી મૉડેલની જેમ દેખાવા જોઇએ.
જો આપે પણ આવા વાળ પામવાનાં સપનાં સેવી લીધા છે, તો આજે અમે આપને બતાવીશું આવા ઘરગથ્થુ ઉપાયો વિશે કે જેમના ઉપયોગથી આપનાં વાળ લહેરાવવા લાગશે અને આપ ખીલી ઉઠશો. આવો જાણીએ તેમના વિશે...

ઇંડાનો પ્રયોગ કરો
જો આપનાં વાળ રુક્ષ રહે છે, તો કોઇક કંડીશનર કે શૅમ્પૂ કરતા વધુ અસરકાર હોય છે કાચુ ઇંડું.
આપ એક ઇંડાનું મિશ્રણ લો અને વાળમાં લગાવો. 20 મિનિટચ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. આપનાં વાળ કોમળ થઈ જશે.

ગરમ પાણીનું ન લો શૉવર
ગરમ પાણી વાળનાં સંપર્કમાં આવતા જ વાળ રુક્ષ થઈ જાય છે. તેથી સ્વસ્થ અને સિલ્કી વાળ માટે પોતાનાં શરીરનાં તાપમાન કરતા વધુ ગરમ પાણી ન લો.

દુધીનો રસ છે વાળ માટે સારો
દુધીનો રસ વાળ માટે બહુ સારો હોય છે. દુધીનો રસ વાળમાં લગાવી ધોવાથી તેમાં ચમક અને સિલ્કીનેસ આવી જાય છે.

મધનો પ્રયોગ કરો
આપ જે પણ કંડીશનરનો ઉપયોગ કરો છો, તેમાં 3 ચમચી મધ મેળવી એક પેસ્ટ બનાવો અને તે પછી પોતાના વાળ પર લગાવો. 30 મિનિટ બાદ ધોતા આપનાં વાળ ચમકવા લાગશે.

બૅકિંગ સોડાનો ઉપયોગ કરો
ન્હાતા પહેલા પાણી અને બૅકિંગ સોડાનું એક મિશ્રણ બનાવી લો અને શૅમ્પૂ કર્યા બાદ તેને વાળ પર લગાવો. પછી 5 મિનિટ માટે છોડી દો અને પાણીથી ધોઈ લો.

ઘરે બનાવો કંડીશનર
ઇંડા અને દહીંનાં મિશ્રણથી કંડીશનર તૈયાર કરો અને તેને ન્હાયા બાદ વાળ પર લગાવો.

લિંબુ લગાવો
ન્હાયા બાદ આપ પોતાનાં વાળ પર એક ચમચી લિંબુનો રસ લગાવો અને ટુવાલથી સૂકાવો. તેનાથી આપનાં વાળમાંથી રુક્ષપણુ ગાયબ થઈ જશે.

સ્વીમિંગ પૂલમાં જતા પહેલા આ કરો
જ્યારે આપ પૂલમાં નહ્વા જાઓ, ત્યારે પહેલાથી જ પોતાનાં વાળમાં કંડીશનર લગાવી લો, કારણ કે પૂલના પાણીથી આપનાં વાળને નુકસાન થઈ શકે છે.

ભીના વાળમાં ન ફેરવો કાંસ્કો
વાળ તુટવાનું એક કારણ ભીના વાળમાં કાંસ્કો કરવો પણ હોય છે. તેથી ભીના વાળમાં ક્યારેય પણ કાંસ્કો ન ફેરવવો જોઇએ. તેનાથી આપનાં વાળ તુટવા શરૂ થઈ જશે.