Just In
Don't Miss
લગ્ન માટે હૅર સ્ટાઇલની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો આ બાબતો
લગ્નનાં ખાસદિવસે દુલ્હને સુંદર દેખાવા માટે અનેક બાબતો પર ધ્યાન આપવું પડે છે. કપડાં, મેક-અપ, મહેંદી, જ્વૅલરી અને ફુટ વૅર, આ તમામ વસ્તુઓ બહુ જરૂરી હોય છે.
પરંતુ આપ પોતાની હૅર સ્ટાઇલને કેવી રીતે ભૂલી શકો છો. લગ્નનાં દિવસે આપે પોતાનો અલગ અંદાજ તો દાખવવો જ પડશે અને તેમાં ખાસ ભૂમિકા ભજવે છે હૅર સ્ટાઇલ.
દુલ્હન માટે ઘણી બધી હૅર સ્ટાઇલ્સ હોય છે. તેમાંની કોઈ પણ હૅર સ્ટાઇલ બનાવડાવવી અશક્ય તો નથી, પરંતુ હા, તેમાં સમય જરૂર લાગે છે. આપનાં સૌથી ખાસ દિવસની તૈયારી થઈ રહી છે, તો તેના માટે આપે થોડીક મહેનત તો કરવી જ પડશે.
અંતિમ સમયે વાળને લઈને આપને કોઈ પણ ખામી સહન નહીં થાય. એક ભૂલ પણ આપનાં ખાસ દિવસને ખરાબ કરી શકે છે. તો પોતાનાં ખાસ દિવસને પરફેક્ટ બનાવવા માટે આપે હૅર સ્ટાઇલથી જોડાયેલી આ ટિપ્સને જરૂર ધ્યાનમાં રાખવી જોઇએ.

ચહેરાનો આકાર :
હૅર સ્ટાઇલની પસંદગી કરતી વખતે સૌથી વધુ ધ્યાન પોતાનાં ચહેરાનાં આકાર પર આપો. લાંબા અને ઓવલ આકાર ધરાવતા ચહેરા પર મોટાભાગની હૅર સ્ટાઇલ રૂચે છે. બાકીનાં લોકોએ થોડીક મહેનત કરવી પડે છે. પહોળા ચહેરા વાળી યુવતીઓ વાળને થોડાક ઢીલા રાખે. ગોળ ચહેરા વાળી યુવતીઓએ ઊંચો અંબોડો બનાવડાવવો જોઇએ.

વાળની રંગત
વેવી વાળની વધુ ચિંતા કરવાની જરૂર નથી. આવા વાળ પર ઘણા પ્રકારની હૅર સ્ટાઇલ ટ્રાય કરી શકાય છે. સામાન્ય વાળમાં વૉલ્યુમ દેખાડવાની જરૂર છે. આપ સાફ-સુથરો અંબોડો બનાવી શકો છો.

જ્વૅલરી
વાળની એક્સેસરી વિના હૅર સ્ટાઇલ અધૂરી જેવી લાગે છે. ભારતીય દુલ્હન માટે જ્વૅલરી બહુ જ મહત્વની ગણાય છે. માંગ ટીકો, પાસ્સા અને માથાપટ્ટી જેવી જ્વૅલરી આપ પહેરી શકો છો. ટાઇટ અંબોડા પર માંગ ટીકો પહેરી શકો છો. સાઇડ હૅર સ્ટાઇલમાં પાસ્સા અને બ્રેડેડ હૅરમાં માથાપટ્ટી સારી લાગે છે. હૅર સ્ટાઇલને વધુ સુંદર બનાવવા માટે આપ ફૂલોનો ઉપયોગ પણ કરી શકો છો.

મોસમનું રાખો ધ્યાન
લગ્નનાં સમયે મોસમ પર પણ ધ્યાન આપવું પડે છે. એવું ન થાય કે ઝડપથી ફૂંકાતા પવનમાં આપનાં વાળ ઉડતા રહે અને ગરમીનાં મોસમમાં આપનાં માથા પર અંબોડાનાં કારણે પરસેવો આવી જાય. આવુ થશે,તો આપની પાસે પોતાનાં વાળને સંવારવાનો જરાય પણ સમય નહીં રહે અને આપનો ખાસ દિવસ પણ ખરાબ થઈ જશે.

ડ્રેસ મુજબ પસંદ કરો હૅર સ્ટાઇલ
એવું ન થાય કે હૅર સ્ટાઇલ આપના ડ્રેસને છુપાવી નાંખો. બંને જ વસ્તુઓ એક-બીજાને કૉમ્પિમેંટ કરવી જોઇએ. પરંપરાગત ડ્રેસ પર લૂઝ કર્લ્સ કરવું મૂર્ખામી છે. આ બંને વસ્તુઓ ક્યારેય મૅચ નથી કરતી. ડ્રેસની પસંદગી કર્યા બાદ પોતાની હૅર સ્ટાઇલની પસંદગી કરો.

હૅર પ્રોડક્ટ્સનો ઉપયોગ
યોગ્ય રીતે હૅર સ્ટાઇલ બનાવવા માટે ઘણા પ્રકારની પ્રોડક્ટ્સની જરૂર પડે છે. વાળને સેટ કરવા માટે સ્પ્રે, ગ્લિટર અને કલરની જરૂર પડે છે. શક્ય છે કે તે દરેક દુલ્હનને સેટ ન કરે, માટે શ્રેષ્ઠ રહેશે કે આપ પોતાની સ્ટાઇલિસ્ટ સાથે પહેલા વાત કરી લો.

સુવિધાનું રાખો ધ્યાન
જો આપને હૅર સ્ટાઇલ કમ્ફર્ટેબલ નથી લાગી રહી, તો તેને બનાવવાનો કોઈ ફાયદો નથી. આપ ખુશ રહેશો, તો જ બધુ સારૂં લાગશે. આપને જેમ યોગ્ય લાગે, આપ તેવી જ હૅર સ્ટાઇલ બનાવડાવો. જો આપને પોતાની ઉપર સૂટ કરનાર હૅર સ્ટાઇલ પસંદ છે, તો આપે અન્ય હૅર સ્ટાઇલને સ્પષ્ટ ઇનકાર કરી દેવો જોઇએ, નહિંતર બાદમાં આપે પસતાવું પડી શકે છે.

ટ્રાયલ લેવાનું ન ભૂલો
લગ્ન પહેલા પોતાની હૅર સ્ટાઇલિસ્ટ સાથે ફોન પર જરૂર વાત કરો. તેમને પોતાની મનગમતી હૅર સ્ટાઇલની તસવીરો બતાવો. ટ્રાયલ લેવાથી આપને ખબર પડી જશે કે આપની ઉપર કઈ હૅર સ્ટાઇલ સૌથી વધુ સૂટ કરશે.