Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
સુંદર સ્કિન અને હઍર માટે દાદીમાનાં 10 ઘરગથ્થુ નુસ્ખાઓ
જો આપણને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા થાય છે, તો આપણે સૌપ્રથમ દાદીમાએ જણાવેલા ઘરગથ્થુ નુસ્ખાઓ અજમાવવાનું વિચારીએ છીએ. એવું એટલા માટે, કારણ કે આપણા દાદી આપણા કરતા વય અને અનુભવમાં બહુ વધારે જાણકાર હતાં.
તેમના બતાવેલા ઘરગથ્થુ નુસ્ખાઓમાં કાયમ પ્રાકૃતિક અને ઘરગથ્થુ વસ્તુઓનો જ સમાવેશ થાય છે. સાથે જ તેમનો ઉપયોગ કરવાથી ચહેરા અને વાળ પર કોઈ આડઅસર પણ નથી થતી.
જો આપ બજારૂ ક્રીમ અને લોશનનો પ્રયોગ કરો છો, તો થોડાક દિવસો માટે તેમને બાય-બાય કરી દાદીમાનાં આ 10 નુસ્ખાઓ અજમાવો અને પોતે જ ફરક જુઓ.
તો જો આપને મજબૂત વાળ, સુંદર ત્વચા અને ડાર્ક સર્કલ સાજા કરવા છે, તો આજથી જ દાદીમાનાં આ ઘરગથ્થુ નુસ્ખાઓ અજમાવવાનું શરૂ કરી દો.

હળદરની જાદુઈ અસર
હળદરમાં એન્ટી-બૅક્ટીરિયલ, એન્ટી-સૅપ્ટિક તથા એન્ટી-ઑક્સીડંટ ગુણો હોય છે કે જે એક સાથે મળી ચહેરા પર પડેલા ડાઘા-ધબ્બાઓ હટાવી એક્ને સામે લડે છે. સાથે જ તે આપની સ્કિનને ચકમદાર અને ગોરી પણ બનાવે છે. તેનો પોતાનાં ફેસ પૅકમાં સમાવેશ કરવાનું ન ભૂલો.

ચહેરા પર બ્લીચ કરવા માટે લિંબુ અને કાકડીનો રસ
જૂના જમાનામાં આપણા દાદીઓ-નાનીઓ ચહેરાથી ટૅનિંગ હટાવવા માટે કાકડી અને લિંબુનો રસ મિક્સકરી ચહેરા પર લગાવતા હતાં. આ બંને જ રસ ચહેરા પરથી ગંદકી તથા ટૅનને સાફ કરે છે.

લિંબુથી હટાવો એક્ને
એક વાટકીમાં લિંબુ નિચોવી તેમાં થોડુંક પાણી મિક્સ કરી ચહેરા પર રૂથી લગાવો. આ મિશ્રણમાં એન્ટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે માત્ર એક્ને જ નથી મટાડતા, પણ ચહેરાને સાફ અને બ્રાઇટ પણ બનાવે છે.

બટાકાથી હટાવો ડાર્ક સર્કલ
દાદી જણાવે છે કે બટાકાથી આંખો નીચે પડેલા ડાર્ક સર્કલ અને આંખોની આજુબાજુનો સોજો પણ દૂર થાય છે. આપે કરવું માત્ર એટલુંજ છે કે કાચા બટાકાની સ્લાઇસ કરો અને તેને આંખો નીચે લગભગ 5થી 10 મિનિટ માટે રાખી મૂકો. આપને તરત જ રિઝલ્ટ મળશે.

સોના જેવી ચમક માટે મધ
ચહેરાને જો સોના જેવી ચમક આપવી હોય, તો તેના પર મધનો લેપ લગાવો અને પરિણામ જુઓ.

આંબળાનો જાદૂ
જો વાળને કાળા, લાંબા અને મજબૂત બનાવવા હોય, તો આંબળાનો પોતાનાં ડાયેટમાં સમાવેશ કરો. તેમાં વિટામિન સી હોય છે કે જે બાળને મજબૂતી આપે છે. સાથે જ ડૅંડ્રફ અને હૅર ફૉલની સમસ્યા પણ દૂર થશે.

લાંબા અને મજબૂત વાળ માટે મેથી
રાત્રે મુટ્ઠી ભર મેથીનાં દાણા પાણીમાં પલાડીને અને સવારે પીસીને પેસ્ટ બનાવ્યા બાદ માથા પર લગાવવાથી વાળમાં ગઝબની મજબૂતાઈ આવે છે. તેમાં પ્રોટીન અને નિકોટિનનું પ્રમાણ વધી જાય છે. સાથે જ તેમાં મોજૂદ પોટેશિયમથી અકાળે સફેદ થયેલા વાળ પણ કાળા થઈ જાય છે.

અકાળે સફેદ વાળો માટે ગાજરનુ જ્યુસ
દાદીમા કહે છે કે જો રોજ ગાજરનું જ્યુસ નિયમિત રીતે પીવામાં આવે, તો સફેદ વાળોમાંથી છુટકારો મળી શકે છે. ગાજરનાં રસમાં ઢગલાબંધ ન્યુટ્રિયન્ટ્સ હોય છે કે જે શરીર અને વાળને પોષણ પહોંચાડે છે. તે આંખો માટે પણ સારૂં હોય છે.

શુષ્ક ત્વચા માટે તાજી મલાઈ
શિયાળાનાં દિવસોમાં શુષ્ક ત્વચા પર ઘરની ફ્રેશ મલાઈ લગાવવાથી ત્વચા ચમકદારઅને કોમળ બને છે.

ઑયલી સ્કિન માટે બેસન
બેસન લગાવવાથી ત્વચામાંથી અધ્યધિક પ્રમાણમાં નિકળતું તેલ રોકાઈ જાય છે. સાબુનાં સ્તાને બેસન અને દૂધનું પેસ્ટ લગાવવું જોઇએ.