For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો નવરાત્રિમાં કેમ કરાય છે કન્યા પૂજા?

By Super Admin
|

નવરાત્રિ એક લોકપ્રિય ભારતીય તહેવાર છે. આ લગભગ સમગ્ર ભારતમાં અનેક સ્વરૂપે ઉજવવામાં આવે છે. દેવી (અંબા, દુર્ગા, કાળી કે વૈષ્ણોદેવી)નાં ભક્તો નવરાત્રિની અષ્ટમી કે નવમીનાં રોજ છોકરીઓની પૂજા કરે છે. કન્યા પૂજામાં દેવીનાં નવ રૂપોની પૂજા કરવામાં આવે છે.

નાની છોકરીઓની પૂજા કરવા પાછળ ખૂબ સરળ કારણ છુપાયેલું છે. આપની અંદર કાં તો અહંકાર રહી શકે કાં ભગવાન. અહંકાર અને ભગવાન સાથે ન રહી શકે. જ્યારે આપની અંદરથી અહંકાર સમ્પૂર્ણપણે નિકળી જાય, ત્યારે આપ દૈવીય ઊર્જાનું સ્વાગત કરો છો. ભક્તિનાં માર્ગનો ઉદ્દેશ છે કે પોતાનાં અહંકારને ભગવાન સમક્ષ છોડી દો અને પોતાના જીવનનું નિયંત્રણ ભગવાનનાં હાથમાં સોંપી દો.

બીજી બાજુ, જ્યારે આપ ભક્તિ માર્ગે હોવ છો, ત્યારે આપને પોતાનો અહંકાર ત્યાગવા માટે કોઇક માધ્યમ, ક્ષમા કે તકની જરૂર પડે છે. કંજક પૂજન એવી જ એક તક છે કે જે વર્ષમાં બે વખત આવે છે (શારદીય નવરાત્રિ અને ચૈત્રીય નવરાત્રિ). આવો થોડીક વિગતવાર ચર્ચા કરીએ.

નવરાત્રિમાં નાની બાળકીઓની પૂજા કેમ કરવામાં આવે છે :
1. સમ્પૂર્ણ વિશ્વ શિવ અને શક્તિનું સ્વરૂપ છે. નાની બાળકીઓ માસૂમ અને શુદ્ધ હોય છે. તેઓ મનુષ્ય રૂપે દેવીનાં શુદ્ધ રૂપનું પ્રતીક છે. હિન્દુ દર્શન મુજબ એક કુંવારી કન્યા શુદ્ધ માળખાગત રચનાત્મક શક્તિનું પ્રતીક છે. મૂર્તિની પૂજા કરતા પહેલા તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવીની શક્તિનું આહ્વાન કરવામાં આવે છે.

જોકે નાની બાળકીઓનું નિર્માણ પણ દેવીએ કર્યું છે. નાની બાળકીઓમાં સ્ત્રી ઊર્જા ચરમ હોય છે. આ ઉપરાંત તેમનામાં અહંકાર નથી હોતો અને તેઓ માસૂમ હોય છે. માટે આ વાતની બહુ વધુ શક્યતા હોય છે કે કન્યા પૂજા દરમિયાન આપ આ નાની બાળકીઓમાં દેવી માતાની શક્તિનો અનુભવ કરી શકો.

આ બધુ તે ક્ષણમાં આપનાં વિશ્વાસ, ભક્તિ તથા પવિત્રતા પર અવલંબે છે. આ એ તથ્ય ઉપર પણ નિર્ભર કરે છે કે નવરાત્રિ દરમિયાન આપ કેટલા સમર્પણ સાથે દેવી માતાનું સ્મરણ કરો છો. જો નાની બાળકીઓની પૂજા કરતી વખતે આપ સમગ્ર ભાવથી તેમનામાં દેવીનું સ્વરૂપ જુઓ કે સ્વયંને સમ્પૂર્ણપણે તેમના ચરણોમાં સમર્પિત કરી દો, તો આપને લાગશે કે આપે દેવીનાં ચરણ સ્પર્શ કરી લીધાં છે.

1. કન્યા પૂજા એક અવસર છે કે જ્યારે આપ નાની બાળકીઓ સ્વરૂપે દેવીની પૂજા કરી શકો છો. એક ભક્ત તરીકે આપની પાસે વિશ્વાસ, પવિત્રતા તથા સમર્પણ હોવા જોઇએ. પૂજા દરમિયાન તેમને છોકરીઓ તરીકે ન જુઓ. માટે તમામ ધાર્મિક સંસ્કાર જેમ કે તેમના પગ ધોવા, તેમને બેસવા માટે આસન આપવું, મંત્રોનું ઉચ્ચારણ, તેમને હલવો, પૂરી, કાળા ચણાનું શાક કે મિઠાઈ ખવડાવવી વિગેરે ભક્તિ અને આદર સાથે કરો.

2. નવરાત્રિ દરમિયાન દેવીની શક્તિ ચરમસીમાએ હોય છે. નવરાત્રિ પહેલા દેવી આરામ કરે છે, કારણ કે નવરાત્રિ દરમિયાન તેઓ બહુ વધુ સક્રિય રહે છે. ઘણા બધા મંદિરોમાં દેવીને આરામ કરવા દેવામાં આવે છે. દાખલા તરીકે મહારાષ્ટ્રનાં સોલાપુર ખાતે આવેલું તુળજાપુર દેવીનું મંદિર. આ દરમિયાન મોટાભાગનાં હિન્દુઓ દેવીને યાદ કરે છે તથા ભક્તિમાં ડુબેલા રહે છે.

માટે વાતાવરણ દેવી માતા પ્રત્યે ભક્તિ તથા ઊર્જાથી પરિપૂર્ણ રહે છે. બંગાળમાં આવું વિશેષ રીતે હોય છે કે જ્યાં દુર્ગા પૂજા બહુ ભક્તિ-ભાવ સાથે કરવામાં આવે છે. આ સામૂહિક ઊર્જાનાં કારણે કે જેમાં કરોડો હિન્દુઓ સહભાગી હોય છે, કોઈ પણ વ્યક્તિને સ્વયંને માતા પ્રત્યે સમર્પિત કરવું તથા આ નાની બાળકીઓમાં કે જેમનામાં અહંકાર નથી, ને દેવી સ્વરૂપે જેવું ખૂબ જ સરળ થઈ પડે છે.

તો જો આપ ભક્તિ માર્ગે છો અને તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે જો આપ માતાનાં ભક્ત છો, તો કન્યા પૂજાને પૂર્ણ પ્રામાણિકતા સાથે કરો, ઔપચારિકતા સાથે નહીં.

English summary
Devotees of mother goddess (durga or kali or vaishno devi) worship small girls during asthami (8th) or navami (9th day) of navratri festival. in kanya pooja, nine forms of goddess are worshiped.
Story first published: Thursday, October 6, 2016, 14:34 [IST]
X
Desktop Bottom Promotion