For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હિન્દુઓ કેમ નથી ખાતાં ગોમાંસ ?

By Super Admin
|

ગાયને હિન્દૂ ધર્મમાં માતા સમાન ગણવામાં આવે છે. હિન્દૂ ધર્મને માનાર દરેક માણસ ગાયની પૂજા કરે છે અને તેનું રક્ષણ કરે છે. ધાર્મિક આસ્થા સાથે ગાયનાં દરેક અંગમાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આ જ કારણ છે કે દિવાળીનાં બીજા દિવસે ગોવર્ધન પૂજા પ્રસંગે ગાયોની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમનું મોરપીંછ વિગેરેથી શણગાર કરવામાં આવે છે.

હિન્દૂ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણે ગોપ્રેમથી ગોભક્તિ તથા અદ્ભુત લીલાઓથી ગોધનનું મહત્વ સંસારને જણાવ્યું છે. એટલુ જ નહીં, ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે. ગાયનું ઘી અને ગોમૂત્ર અનેક આયુર્વેદિક ઔષધિઓ બનાવવામાં પણ કામ આવે છે. હિન્દૂ પરમ્પરાઓ પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજવું જરૂરી છે.

હિન્દૂ ધર્મ મુજબ ગોમાંસ ખાવું પાપ છે, પરંતુ આપણામાંથી ઘણા બધા લોકો આ બાબત પાછળનાં કારણથી અજાણ છીએ. જો આપની અંદર પણ જિજ્ઞાસા છે કે આપણે ગોમાંસ કેમ નથી ખાતા, તો વાંચો અમારો આ લેખ.

Why Hindus Don't Eat Beef

કૃષ્ણનો ગોપ્રેમ
ભગવાન શ્રી કૃષ્ણને ગાય અત્યંત પ્રિય છે. તેનું કારણ એ છે કે ગાય તમામ કાર્યોમાં ઉદાર તથા સમસ્ત ગુણોની ખાણ છે. ગાયનું મૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ઘી; તેમને પંચગવ્ય કહેવામાં આવે છે. માન્યતા છે કે તેમને ખાવાથી શરીરની અંદર પાપ નથી રોકાતો. કૃષ્ણને બહુ બધી ગાયોને પાળી હતી અને સાથે જ તેઓ તેમનું રક્ષણ પણ કરતા હતાં. તેથી તેમને ગોપાળ નામે પણ ઓળખવામાં આવે છે.

ઋગ્વેદ
ઋગ્વેદમાં ગાયને સમસ્ત સંસારની માતા કહેવામાં આવી છે. શાસ્ત્રોમાં ગાયના દૂધને અમૃત તુલ્ય ગણવામાં આવ્યું છે કે જે તમામ પ્રકારના વિકારો અને વ્યાધિઓને નષ્ટ કરે છે. આ જ મુખ્ય કારણ છે કે ગાયને હિન્દૂ ધર્મમાં પૂજવામાં આવેછે.

માતૃસ્વામિક ચિત્રણ
મહાભારતનાં રચયિતા ઋષિ વેદ વ્યાસ મુજબ ગાયને પૃથ્વીની માતા જણાવાઈ છે અને તેનાં રક્ષણમાં જ સમાજની ઉન્નતિ છે.

ગાય દૂધ આપે છે
ગાયનું દૂધ અમૃત સમાન છે. ગાયથી પ્રાપ્ત દૂધ, ઘી, માખણથી માનવ શરી પુષ્ટ બનેછે. જો બાળકને બાળપણમાં ગાયનું દૂધ પિવડાવવામાં આવે, તો બાળકની બુદ્ધિ કુશાગ્ર થાય છે.

ગાય આપણને ઘણુ બધુ આપે છે, પણ બદલામાં કંઈ જ નથી લેતી
ગાય પાસેથી આપણને ઘણુ બધુ મળે છે; જેમ કે ઘી, દૂધ, દહીં અને માખણ, પરંતુ બદલામાં તે આપણી પાસેથી શાકભાજીની છાલ અને ઘાસની જ આશા રાખે છે.

શાકાહારી
હિન્દૂ ગ્રંથમાં મીટ ખાવાની મનાઈ છે. શાકારી બનીને આપણે ઘણા બધા રોગોમાંથી મુક્ત થઈ શકીએ છે. ગ્રંથમાં જીવ હત્યાને પાપ જણાવાઈ છે. તેથી ઘણા બધા લોકો શાકાહારી હોય છે.

English summary
In this article,we try and understand why Hindus don't eat cow and why cows are revered in Hinduism.
Story first published: Monday, October 17, 2016, 16:40 [IST]
X
Desktop Bottom Promotion