Related Articles
-
7 મી સપ્ટેમ્બરથી પિતૃપક્ષ, શ્રાદ્ધમાં ન દોહરાવો આ ભૂલો, જાણો
-
આ વિધિથી કરો હરિયાળી ત્રીજની પૂજા
-
શનિવારે કેમ ચડાવામાં આવે છે શનિદેવને તેલ?
-
પૂજા ઘરમાં ન લગાવો મૃત લોકોની તસવીરો, નહિંતર થશે પાપ
-
જો જમીન પર ભૂલથી પણ મૂકી આ પૂજા સામગ્રીઓ, તો દરિદ્રતા આવશે !!
-
મુસલમાન કેમ નથી ખાતા નથી ભૂંડનું માંસ, જાણો તેની પાછળની હકિકત
જાણો, અપરણિત સ્ત્રીઓએ કેમ ના સ્પર્શવું જોઈએ શિવલિંગ
શિવલિંગને યોનિ ( જે દેવી શક્તિનું પ્રતિક છે અને મહિલાની રચનાત્મક ઉર્જા છે) ની સાથે પૂજવામાં આવે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા ફક્ત પુરુષ જ કરી શકે છે અને કુંવારી છોકરીઓ નહી.
આપણે આજ સુધી એવું માનતા આવ્યા છીએ કે જો કુંવારી છોકરીને સારો વર જોઈએ તો, તેણે સોળ સોમવારનું વ્રત કરવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે દંતકથાઓના અનુસાર અવિવાહિત સ્ત્રીને શિવલિંગની નજીક જવાની પરવાનગી નથી. તો શું આ સાચું છે? જો હાં તો, આવો ઉઠાવીએ સત્ય પરથી પરદો.
લિંગની પૂજા
વાર્તાઓ એ જણાવે છે કે અપરણિત મહિલાઓને શિવલિંગની પાસે એટલા માટે ના જવું જોઈએ કેમ કે શિવ સૌથી પવિત્ર અને દરેક સમયે તપસ્યામાં લીન રહે છે.
પવિત્ર જગ્યા
શિવ મંદિરોમાં ધ્યાન અને પૂજા કરવામાં આવે છે એટલા માટે આ જગ્યા ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક ગણવામાં આવે છે. એટલા માટે આ જગ્યા પર એકલી છોકરીઓને આવવા જવાની મનાઈ હોય છે.
પૂજાના સમયે સતકર્તા
ભગવાન શંકરના ધ્યાનના દરમિયાન આ સાવધાની રાખવામાં આવે છે કે કોઈ પણ દેવી કે અપ્સરાઓ ભગવાનના ધ્યાનમાં વિધ્ન ના નાંખે.
પુરાણો સંબંધિત પૂજા
એવું માનવામાં આવે છે કે અજાણતમાં પણ કોઈ ભૂલ ખૂબ જ મોટા વિનાશનું કારણ બની શકે છે. એટલા માટે જૂની માન્યતાઓ મુજબ મહિલાઓને શિવલિંગ પાસે આવવાની મનાઈ છે.
અપરણિત છોકરીઓ પૂજા ના કરી શકે
શું તેનો અર્થ છે કે કુંવારી છોકરીઓ શિવજીની પૂજા ના કરી શકે? ના એવું નથી, તે પૂજા કરી શકે છે પરંતુ શિવ અને માતા પાર્વતીની સાથે.
૧૬ સોમવાર વ્રત
હકિકતમાં ઘણી અવિવાહિત છોકરીઓ સોમવારે ૧૬ સોમવારનું વ્રત રાખે છે.
ભગવાન શિવનો દિવસ
સોમવારને ભગવાન શિવનો દિવસ ગણવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવથી આર્દશ પતિ અન્ય કોઈ હતું જ નહીં, એટલા માટે કુંવારી છોકરીઓ સોમવારનું વ્રત રાખે છે, તેમને શિવજીના જેવો પતિ મળે.
ભોલેનાથ માટે વ્રત રાખે છે
આ ઉપવાસ કોઈપણ સોમવારે રાખી શકાય છે, પરંતુ હિંદુ કેલેન્ડરના શ્રાવણ મહિનામાં રાખેલા ઉપવાસ વધુ લાભદાયક હોય છે.
પૂજા કરવાના રીત રીવાજ જુદા
દરેક રાજ્યમાં જુદા જુદા રીત રીવાજ હોય છે જેવા, દક્ષિણ ભારતમાં મંદિરોમાં કરવાવાળી પૂજા ફક્ત ત્યાંના પૂજારી જ કરી શકે છે. જ્યારે ઉત્તરમાં, ભક્ત પોતે જ પૂજા કરી શકે છે.
ઘરમાં કરવામાં આવતી પૂજા
દક્ષિણ ભારતમાં, ઘરમાં કરવામાં આવતી પૂજા પુરુષ જ કરી શકે છે. તે શિવલિંગ કે મૂર્તિને અભિષેક કરે છે અને ત્યાં મહિલાઓ ફક્ત તેમને જરૂરી સામગ્રી અને પ્રસાદ બનાવવામાં મદદ કરે છે.
શિવલિંગની પૂજા પાણીથી
નદીમાં સ્નાન કરીને નદીના પાણીથી પણ શિવલિંગનો અભિષેક કરી શકાય છે. અને તેના પર કોઈ પણ પ્રતિબંધ નથી.
લિંગ પુરાણ
લિંગ પુરાણના અનુસાર બધા પુરુષ શિવનો જ અંશ છે અને મહિલાઓ પાર્વતી છે. રામાયણમાં સીતા દ્વારા શિવની પૂજાનો ઉલ્લેખ છે, કે તેમણે શિવ અને કાત્યાયની (પાર્વતી) માટે પૂજા કરી હતી.
રામેશ્વરમાં રેતનું શિવલિંગ
માનવામાં આવે છે કે રામેશ્વરમાં રેતથી સીતાજીએ શિવલિંગ બનાવ્યું હતું. જેનું શ્રી રામે પૂજન કર્યુ હતું, કેમ કે શ્રી હનુમાન બીજું શિવલિંગ લેવા માટે કાશી ગયા હતા.
આસ્થામાં અંધવિશ્વાસ રાખો
મનમાંથી બધા જ અંધવિશ્વાસને દૂર કરી લો. શુદ્ધ મનથી કરેલી ભક્તિ વધુ જરૂરી છે. શિવની પૂજા સાચા મનથી કરો અને તેમનો આર્શિવાદ મેળવો. જો આજે થોડી છોકીરીઓને પૂછીએ તો તે એમ કહે છે કે અમને કોઈ પૂજા કરવાથી નહીં રોકી શકે.