ક્યાંક તમારો જન્મ રાક્ષસ ગણમાં તો નથી થયો ને

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

તમે જોયું હશે કે જ્યારે પણ ઘરમાં કોઈના લગ્નની વાત ચલાવવામાં આવે છે તો સૌથી પહેલાં કુંડળી મેળવવામાં આવે છે, કુંડળીમાં ગુણ, નાડી, દોષ અને ગણ પર વધારે મહત્વ આપવામાં આવે છે. કેમકે તેના પર જ દાંમ્પ્તય જીવનનું ભવિષ્ય ટકેલું હોય છે.

જ્યોતિષ શાસ્ત્ર અંતર્ગત પ્રત્યેક મનુષ્યને ત્રણ શ્રેણિઓમાં વહેંચવામાં આવ્યો છે જે તેમના ગણના આધાર પર નિર્ધારિત છે. આ ત્રણ શ્રેણીઓ છે દેવ ગણ, મનુષ્ય ગણ અને રાક્ષસ ગણ. ગણના આધારે મનુષ્યનો સ્વભાવ અને તેનું ચારિત્ર્ય પણ જણાવવામાં આવ્યું છે.

જ્યોતિષ શાસ્ત્રના મુજબ જન્મ સમયે રહેલા નક્ષત્રના આધાર પર વ્યક્તિનો ગણ નિર્ધારિત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જન્મ સમયે રહેલા નક્ષત્રોની ભૂમિકા ખૂબ જ મોટી હોય છે. તમે કયા ગ્રહના અંતર્ગત જન્મયા છો, કઈ રાશિના આધિન આવો છો અને તમારા જમ્મ સમયે નક્ષત્ર કયુ હતુ, તે વાત તમારા આખા જીવનની રૂપરેખા ખેંચે છે.

દેવ ગણ

દેવ ગણ

દેવ ગણથી સંબંધી રાખનાર યાચક દાની, બુદ્ધિમાન, ઓછું ખાનાર અને કોમળ હદયના હોય છે. એવા વ્યક્તિના વિચાર ખૂબ ઉત્તમ હોય છે, તે પોતાની પહેલા બીજાના હિતમાં વિચારે છે.

મનુષ્ય ગણ

મનુષ્ય ગણ

ત્યાં જ જે લોકોનો સંબંધ મનુષ્ય ગણથી હોય છે તે ઘનવાના હોવાની સાથે જ ધનુવિદ્યાના સારા જાણકાર હોય છે. તેમની આંખો મોટી-મોટી હોય છે સાથે જ તે સમાજમાં ખૂબ સન્માન પામે છે અને લોકો તેમની વાતને ઉપર રાખીને ચાલે છે.

રાક્ષસ ગણ

રાક્ષસ ગણ

પરંતુ જ્યારે વાત આવે છે રાક્ષસ ગણની તો ઘણા લોકો તેનું નામ સાંભળીને જ ડરી જાય છે. મને પૂરી જાણકારી છે કે તમારામાંથી ઘણા બધા લોકો પોતાની કુંડળી ચેક કરાવશે તો તમારો ગણ પણ રાક્ષસ જ આવશે પરંતુ તેમાં ડરવાની કોઈ જરૂર નથી.

નકારાત્મક શક્તિઓને ઓળખી લે છે.

નકારાત્મક શક્તિઓને ઓળખી લે છે.

આપણી આસપાસ ભિન્ન-ભિન્ન રીતની શક્તિઓ રહેલી છે, તેમાંથી કેટલીક નકારાત્મક હોય છે તો કેટલીક સકારાત્મક. જ્યોતિષ વિદ્યા અનુસાર રાક્ષસ ગણના જાતકો નેગેટીવ એનર્જીનો આભાસ જલ્દી કરી લે છે. તેના ઉપરાંત રાક્ષસ ગણના જાતકોની છઠ્ઠી ઈન્દ્રિય એટલે કે સિક્સ્થ સેન્સ વધારે સારી રીતે કાર્ય કરે છે રાક્ષસ ગણના જાતકો સાહસી અને મજબૂત ઈચ્છાશક્તિવાળા હોય છે, તેમનાં જીવવાની રીત સ્વચ્છંદ હોય છે.

નક્ષત્ર

નક્ષત્ર

અશ્લેષા, વિશાખા, કૃતિકા, મઘા, જ્યેષ્ડા, મૂલ, ઘનિષ્ઠા, શતભિષા નક્ષત્રમાં જનમનાર લોકો રાક્ષસ ગણના આધિન માનવામાં આવે છે.

ગણ મળવા પણ જરૂરી છે વિવાહનો સમય મેળવતા જ્યોતિષાચાર્ય ગણોનું પણ મિલન કરે છે. ગણોનું યોગ્ય મિલન થવા પર દાંમ્પ્તય જીવનમાં સુખ અને આંનદ બની રહે છે. જુઓ કયા ગણ સાથે યોગ્ય રહેશે.

મિલન:-

મિલન:-

- વર- કન્યાનો સમાન ગણ હોય તો બન્નને મધ્ય ઉત્તમ સામંજસ્ય બને છે.

- વર- કન્યા દેવ ગણ હોય તો વૈવાહિક જીવન સંતોષપ્રદ હોય છે.

- વર- કન્યાનું દેવ ગણ અને રાક્ષસ ગણ હોવા પર બન્નેની વચ્ચે સામંજસ્ય ન્યૂન રહે છે અને તેમની મધ્યે પારસ્પારિક ટકરાવની સ્થીતિ બની રહે છે.

English summary
In General, People born under ‘raakshasa gana’ are stubborn with their views and don’t easily adapt, and are lesssensitive.
Story first published: Monday, April 3, 2017, 16:00 [IST]