Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
સ્વપ્નમાં શિવલિંગ કે સાપ દેખાય, તો શું છે તેનો મતલબ ?
કહે છે કે સ્વપ્નો અક્ષરો સમાન હોય છે કે જે અચેતન મન સાથે જોવાયેલા હોય છે. જો તેમની યોગ્ય રીતે ઓળખ કરી લેવામાં આવે, તો આપણે તેમના કહેવાનો મતલબ સ્પષ્ટ સમજી શકીએ. સ્વપ્નો સારા-નરસા ઘણા પ્રકારનાં હોય છે.
સપનાં સૌ કોઈને આવે છે. કોઇકને પોતાના જીવન સાથે જોડાયેલા સપના આવે, કોઇકને બિહામણા સપના દેખાય, કોઇકને વૃક્ષ-રોપાઓ અને પ્રાણીઓ સપનામાં દેખાય છે.
ઘણા બધા લોકો એવા પણ છે કે જેમને સપનામાં ભગવાન શિવ સાથે સંકળાયેલી વસ્તુઓ દેખાય છે. કહેવાનો મતલબ છે કે શિવલિંગ, નાગ, ત્રિશૂલ કે પછી ક્યારેક-ક્યારેક પોતે શિવ અને પાર્વતીજી સપનામાં દેખાઈ આવે છે.
જો આપને આધ્યાત્મિક સપનાઓ આવતા હોય, તો તેનો મતલબ છે કે આપના વિચારો સૌ કોઈ માટે હકારાત્મક છે. શું આપ સામાન્યતઃ પોતાનાં સપનામાં ભગવાન શિવને જુઓ છો ? જો હા, તો તેનીપાછળ પણ કોઈ મોટી વસ્તુ છુપાયેલી હોય છે કે જેનો ઉલ્લેખ આજે અમે અહીં કરવાનાં છીએ, આવો જાણીએ તેના વિશે...

સ્વપ્નમાં શિવલિંગ જોવું
આ સપનું આપને ધ્યાનમાં લીન થવાનું કહે છે. પૂર્વ જન્મમાં જેણે શિવજીને જોવા કે પૂજા કરવાની ઇચ્છા રાખી હોય, તેમના માટે આ સપનું એક સંદેશની જેમ છે. ધ્યાન લગાવવાથી શિવજીને સ્પષ્ટ જોઈ શકાય છે. સપનામાં શિવલિંગ જોયું છે, તો તેનો મતલબ છે કે આપનો વિજય થશે, પરેશાનીઓ મટશે અને ધન વધશે એટલે કે આપ દરેક કાર્યમાં વિજયી થશો.
શિવ-પાર્વતીને એક સાથે જોવાં
આ સપનાનો અર્થ છે કે નવા પ્રસંગો આપના દરવાજે જ છે. ટુંકમાં જ આપને લાભ, પ્રવાસ, ભોજન અને ખાદ્યાન્નની પ્રાપ્તિ, ધન અને બહુતાયતની ખબર સાંભળવા મળી જશે. શિવ અને પાર્વતીને એક સાથે જોવું ખૂબજ સારૂં શુકન છે.
તાંડવ કરતા શિવજીને જોવાં
આ આક્રમકતા અને ઝનુનનો સંકેત છે કે આપની તમામ સમસ્યાઓ ટુંકમાં જ જતી રહેવાની છે. સાથે જ આપને ધન લાભ થશે, પરંતુ થોડીક મહેનત કરવી પડશે.
શિવજીનું મંદિર દેખાય તો
આ સપનાનો મતલબ છે કે આપને બે પુત્રો સંતાન સ્વરૂપે પ્રાપ્ત થશે. તેનો એ પણ મતલબ હોઈ શકે કે આપ કોઇક બીમારીમાંથી જલ્દીથી સાજા થઈ જશો. જો કોઇકને માઇગ્રેન કે માથાનો દુઃખાવાની ફરિયાદ રહેતી હોય અને તે સપનામાં શિવજીનાં મંદિરને લોઢામાં બદલતું જુએ છે, તો તેની આ બીમારી પણ ઠીક થઈ જશે.
શિવજીનું ત્રિશૂલ જોવું
આ સપનું આપના પૂર્વ જન્મ, આ જન્મ અને આગળના જન્મ સાથે કોઈ સંબંધ ધરાવે છે અથવા તો આ સપનાનો આપના જન્મ, જીવન અને મૃત્યુની પીડા સાથે કોઇક સંબંધ છે. ત્રિશૂલ આપને તમામ પીડાઓ અને સમસ્યાઓમાંથી રાહત અપાવશે. તેથી આ એક સારૂ શુકન ધરાવતુ સપનું છે.
શિવજીનું ચંદ્ર
શિવજીનાં માથે લાગેલું ચંદ્ર જ્ઞાનનું પ્રતીક છે. આ સપનુ આપને જીવનમાં કેટલાક મહત્વનાં નિર્ણયો લેવા માટે દેખાઈ રહ્યું છે. તેનો કોઇકને કોઇક સંબંધ આપના શિક્ષણ સાથે પણ હોઈ શકે છે.
શિવજીની ત્રીજી આંખ જોવી
શિવજીની ત્રીજી આંખ સતર્કતા અને જાગૃતિનાં વિષયમાં બતાવે છે.આ સપનું આપને જીવનમાં કેટલાક મહત્વનાં પરિવર્તનોનો સંકેત કરી રહ્યું છે.
શિવજીનું ડમરૂ
શિવજીનું ડમરૂ ધ્વનિનું પ્રતીક છે. તેનું સપનું જોયુ છે, તો આપનાં વ્યક્તિગત તથા વ્યાવસાયિક જીવનમાં કાયમ એક હકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાઈ રહેશે.
શિવનાં માથામાંથી ગંગા નદીનું વહેવું
ગંગાનો મતલબ છે જ્ઞાન એટલે કે જે આપના આત્માને પવિત્ર કરીદે. માથું હમેશા જ્ઞાનનું પ્રતીક હોયછે, જ્યારે હૃદય પ્રેમનું પ્રતીક ગણાય છે. જો આપે સપનામાં જોયું હોય કે માતા ગંગા, શિવજીનાં માથામાંથી વહી રહી છે, તો તેનો મતલબ છે કે આપને પ્રેમ, જ્ઞાન તથા સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
સાપ જોવું
સાપ તેવા લોકોને પણ દેખાય છે કે જેમને પૈસા અને ફાયદા મળવાનાં છે. જો કોઈ પણ સાપ ફીણ ફેલાવેલું હોય અને આપ તેની પાછળ તરફ જુઓ, તો આપના માટે શુભ ફળ આપનાર રહેશે. આપની સાથે નાગ દેવતાના આશીર્વાદ રહેશે.



Click it and Unblock the Notifications




















